Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વિશ્વના દર 36માંથી 1 બાળક ઓટિઝમનો શિકાર:નિષ્ણાતોનો દાવો 'ડાયટ અને કસરતથી ઓટિઝમના 80 ટકા કેસ સુધારી શકાય છે', 2 એપ્રિલે વર્લ્ડ ઓટિઝમ અવેરનેસ ડે

    12 hours ago

    આવતીકાલે (2 એપ્રિલ) વર્લ્ડ ઓટિઝમ અવેરનેસ ડે છે. એ નિમિત્તે બાળકોના સ્વાસ્થ્યને લઈને નિષ્ણાતોનું માનવું છે કે યોગ્ય આહાર, કસરત અને હોમિયોપેથી સારવાર દ્વારા ઓટિઝમથી પીડાતા બાળકોના જીવનમાં મોટો સુધારો લાવી શકાય છે.આજે (1 એપ્રિલ) શહેરના નિષ્ણાત ડોક્ટરો rન્સ્ટીટ્યુટ ઓફ હ્યુમન જીનેટિક્સના ડો. જયેશ શેઠ અને સ્પેશિયાલિટી હોમિયોપથીના ડો. કેતન પટેલે જણાવ્યું હતું કે,ઓટિઝમના 80 ટકા કેસ માત્ર યોગ્ય ડાયટ અને કસરત દ્વારા સારા કરી શકાય છે. ડાયટ અને વ્યક્તિગત સારવાર પ્લાન પર ભાર મૂકવો જોઈએ 20 ટકા કેસોમાં મેટાબોલિક અને જીનેટિક કારણો જવાબદાર હોય છે, જ્યાં દવાઓની જરૂર પડે છે. ડો. કેતન પટેલના જણાવ્યા મુજબ, હોમિયોપેથી દ્વારા જનીનિક અસરોને 90 ટકા સુધી નાબૂદ કરી શકાય છે. નિષ્ણાતોએ જણાવ્યું હતું કે પશ્ચિમી દેશોની માર્ગદર્શિકાને બદલે ભારતે પોતાનો નવો પ્રોટોકોલ અમલી બનાવવો જોઈએ, જેમાં ડાયટ અને વ્યક્તિગત સારવાર પ્લાન પર ભાર મૂકવામાં આવે. ઓટિઝમથી પીડિત બાળકોની મદદે ડોક્ટર ડોક્ટરોએ વાલીઓને અપીલ કરી છે કે જો બાળકમાં કેટલાક લક્ષણો દેખાય, તો તુરંત નિદાન કરાવવું. જેમ કે બાળકનું સમયસર ન બોલવું અથવા નજર ન મેળવવી, એકલું રમવાનું પસંદ કરવું અથવા કારણ વગર હસવું-રડવું, વારંવાર કૂદકા મારવા કે એક જ જગ્યાએ ગોળ ફરવું. ડૉ પટેલ અને ડો જયેશ શેઠે વધુમાં જણાવ્યું હતું કે, હાલમાં ઓટિઝમના રોગથી પીડાતા 100થી વધુ જરૂરિયાતમંદ બાળકોની સારવાર, જીનેટિક ટેસ્ટ અને તેની સાથે જોડાયેલી થેરપી પાછળ વાર્ષિક રૂ.10 લાખ સુધીની મદદ ડોક્ટર દ્વારા કરાઇ રહી છે. વાલીઓએ ગભરાયા વિના તબીબી સલાહ લેવી ઓટિઝમની સારવારમાં GFCF ડાયટ (ગ્લુટેન ફ્રી, કેસીન ફ્રી) ખૂબ મહત્વનો છે. જેમાં દૂધ અને ઘઉંની બનાવટો બંધ કરી તેના બદલે સોયા મિલ્ક, બાજરી અને લીલા શાકભાજી આપવાની સલાહ આપવામાં આવી છે. સાથે જ સાયકલિંગ અને સ્વિમિંગ જેવી કસરતો ઝડપી સુધારો લાવે છે. વૈશ્વિક સ્તરે દર 36 માંથી 1 બાળક ઓટિઝમથી પીડિત છે, જે આંકડો કેન્સર અને ડાયાબિટીસ કરતા પણ વધારે છે. પરંતુ વહેલું નિદાન અને હોમિયોપેથી જેવી સચોટ સારવારથી આ બાળકોને સામાન્ય જીવન તરફ લાવી શકાય છે. વાલીઓએ ગભરાવાની જરૂર નથી, પરંતુ જાગૃત બનીને યોગ્ય સમયે ડોક્ટરની સલાહ લેવી જરૂરી છે.
    Click here to Read More
    Previous Article
    ભાજપ વિરુદ્ધ પોસ્ટર વિવાદ મામલે આપના કાર્યકર્તાઓની અટકાયત:FIR થતાં જ 'આપ'ના કાર્યકરોએ વરાછા-કતારગામ પોલીસનો ઘેરાવ કર્યો, ડ્રગ્સની ડીલ કરવા નથી આવ્યા કહી DCPની ઓફિસમાં ઘૂસ્યા
    Next Article
    સુરેન્દ્રનગરમાં મનપા ચૂંટણી માટે સેન્સ પ્રક્રિયા શરૂ:ઉમેદવાર પસંદગી માટે ત્રણ નિરીક્ષકો હાજર, દાવેદારી નોંધાવવા કમલમમાં ભીડ જામી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment