Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાજપ વિરુદ્ધ પોસ્ટર વિવાદ મામલે આપના કાર્યકર્તાઓની અટકાયત:FIR થતાં જ 'આપ'ના કાર્યકરોએ વરાછા-કતારગામ પોલીસનો ઘેરાવ કર્યો, ડ્રગ્સની ડીલ કરવા નથી આવ્યા કહી DCPની ઓફિસમાં ઘૂસ્યા

    14 hours ago

    બે દિવસ પહેલાં સુરત શહેરના કેટલાક વિસ્તારોમાં ભાજપ વિરોધી પોસ્ટરો લગાડવામાં આવ્યા હતા. જે અંગે પોલીસે કાર્યવાહી કરતા કેટલાક લોકોને ડિટેઇન કર્યા છે. પુણા પોલીસ સ્ટેશનમાં એક અને કતારગામ પોલીસ સ્ટેશનમાં બે લોકોને ડિટેઇન કરવામાં આવ્યા હતા. જે આપ પાર્ટીના કાર્યકર્તા હોવાથી મોટી સંખ્યામાં આપ પાર્ટીના નેતાઓ અને કાર્યકર્તાઓએ પોલીસ સ્ટેશનનો ઘેરાવ કર્યા હતો. પોલીસ સ્ટેશન બહાર કાર્યકર્તાઓનું વિરોધ પ્રદર્શન ભાજપના પોસ્ટર લગાવવા મામલે પોલીસે ફરિયાદ નોંધી આપ પાર્ટીના કાર્યકર્તાઓની અટકાયત કરતા પોલીસ સ્ટેશન પર મોટી સંખ્યામાં એકત્રિત થયેલા આપ પાર્ટીના કાર્યકર્તાઓએ પોસ્ટર સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું અને સૂત્રોચ્ચાર કરી નારાજગી વ્યક્ત કરી હતી. અમે કોઈ ડ્રગ્સની ડીલ કરવા આવ્યા નથી તેમ કહીને DCPની ઓફિસમાં ઘૂસ્યા હતા. તેઓનું કહેવું હતું કે, પોલીસે ખોટી રીતે આપ પાર્ટીના કાર્યકર્તાઓને ડિટેઇન કર્યા છે. 'આપ'ના કાર્યકર્તાઓને ખોટી રીતે હેરાન કરવામાં આવી રહ્યાં છે: આપ શહેર પ્રમુખ આપ પાર્ટીના શહેર પ્રમુખ ધર્મેશ ભંડેરીએ જણાવ્યું હતું કે, ગત દિવસોમાં શહેરમાં કેટલાક સ્થળો પર પોસ્ટર લગાડવામાં આવ્યા હતા. જેમાં અનેક મુદ્દાઓ પર ટિપ્પણી કરવામાં આવી હતી. આ પોસ્ટરો લગાડવાના કેસમાં પોલીસ દ્વારા આપ પાર્ટીના કાર્યકર્તાઓને ખોટી રીતે હેરાન કરવામાં આવી રહ્યા છે. અહીં રજૂઆત બાદ આપના કાર્યકર્તાઓ કતારગામ પોલીસ સ્ટેશને રજૂઆત માટે ગયા હતા. પાંચ પોલીસ સ્ટેશનમાં પાંચ ગુના દાખલ કરવામાં આવ્યા સુરતમાં ભાજપ વિરોધી પોસ્ટર લગાવવા બાબતે અલગ અલગ પાંચ પોલીસ સ્ટેશનમાં પાંચ ગુના દાખલ કરવામાં આવ્યા છે. જેમાં પુણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં વિશાલ ચાવડા, કતારગામ પોલીસ સ્ટેશનમાં દેવશીભાઈ ઢેબરીયા અને ચિરાગના વડીયા અને ઉત્રાણ પોલીસ સ્ટેશનમાં કિરીટ પાનસુરીયા ઉર્ફે કે.પી વિરુદ્ધ ફરિયાદ નોંધાઇ છે. આ તમામ આપના કાર્યકરો છે. જેને લઈને આમ આદમી પાર્ટી દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે.
    Click here to Read More
    Previous Article
    '30 વર્ષથી અમે પાણીમાં ડૂબેલા,નરકાગાર જેવી સ્થિતિમાં રહીએ છીએ':નાનપુરા સહિતના વિસ્તારમાં 5000થી વધુ પરિવાર પરેશાન, સ્થાનિકોમાં આક્રોશ ફાટી નીકળ્યો
    Next Article
    વિશ્વના દર 36માંથી 1 બાળક ઓટિઝમનો શિકાર:નિષ્ણાતોનો દાવો 'ડાયટ અને કસરતથી ઓટિઝમના 80 ટકા કેસ સુધારી શકાય છે', 2 એપ્રિલે વર્લ્ડ ઓટિઝમ અવેરનેસ ડે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment