Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    '30 વર્ષથી અમે પાણીમાં ડૂબેલા,નરકાગાર જેવી સ્થિતિમાં રહીએ છીએ':નાનપુરા સહિતના વિસ્તારમાં 5000થી વધુ પરિવાર પરેશાન, સ્થાનિકોમાં આક્રોશ ફાટી નીકળ્યો

    1 day ago

    સુરત આગામી સમયમાં સુરતમાં મહાનગરપાલિકાની ચૂંટણીના ઢોલ વાગવા જઈ રહ્યા છે, ત્યારે રાજકીય પક્ષો મતદારોને રીઝવવા મેદાને પડ્યા છે. પરંતુ સુરતના વોર્ડ નંબર 21 (સોની ફળિયા, નાનપુરા, અઠવા, પીપલોદ)ના મતદારોનો મિજાજ કંઈક અલગ જ જોવા મળી રહ્યો છે. દિવ્ય ભાસ્કરની ટીમે જ્યારે ગ્રાઉન્ડ ઝીરો પર જઈને સ્થિતિનો તાગ મેળવ્યો ત્યારે ચોંકાવનારી વિગતો સામે આવી હતી. કાદરસાની નાળથી મકાઈ પુલ સુધીના વિસ્તારમાં રહેતા 5000થી વધુ પરિવારો છેલ્લા 30 વર્ષથી જળબંબાકારની સમસ્યા ભોગવી રહ્યા છે, જ્યારે છેલ્લા પાંચ વર્ષથી મેટ્રોની ગોકળગતિએ ચાલતી કામગીરીએ લોકોનું જીવવું હરામ કરી દીધું છે. સ્થાનિક રહીશ ફૈઝલ રંગરેઝ કહ્યું, 30 વર્ષથી અમે પાણીમાં ડૂબેલા છીએ, કોર્પોરેટરો માત્ર મત લેવા આવે છે. જ્યારે અન્ય સ્થાનિકે કિશોરભાઈએ જણાવ્યું કે, અમે નરકાગાર જેવી સ્થિતિમાં રહીએ છીએ. સામાન્ય વરસાદમાં પણ 4 ફૂટ સુધી પાણી ભરાઈ છે કાદરસાની નાળ વિસ્તારમાં વર્ષોથી એક જ કહાની પુનરાવર્તિત થાય છે. સ્થાનિકોના જણાવ્યા અનુસાર, સામાન્ય વરસાદમાં પણ અહીં 1થી 4 ફૂટ સુધી પાણી ભરાઈ જાય છે. જ્યારે ફ્લડ ગેટ બંધ કરવામાં આવે ત્યારે સ્થિતિ વધુ વિકટ બને છે અને લોકો પોતાના જ ઘરમાં એક-બે દિવસ સુધી કેદ થઈ જાય છે. આટલી ગંભીર સમસ્યા હોવા છતાં તંત્ર કે ચૂંટાયેલા પ્રતિનિધિઓએ આજ દિન સુધી આનું કોઈ કાયમી નિદાન કર્યું નથી. દર વર્ષે માત્ર આશ્વાસનો જ મળે છે. પીવાનું ગંદુ પાણી, રસ્તાઓ તૂટેલાને ધૂળ-કચરાના સામ્રાજ્યથી સ્થાનિકો પરેશાન છેલ્લા પાંચ વર્ષથી આ વિસ્તારમાં મેટ્રોનું કામ ચાલી રહ્યું છે. વિકાસના નામે શરૂ થયેલી આ કામગીરી હવે વિનાશક ભાસી રહી છે. ઠેર-ઠેર ખોદકામને કારણે નળ અને ગટરની પાઇપલાઇનો વારંવાર ડેમેજ થાય છે, જેના કારણે પીવાનું ગંદુ પાણી આવે છે. રસ્તાઓ તૂટી ગયા છે અને ધૂળ-કચરાના સામ્રાજ્ય વચ્ચે લોકો મચ્છરોના ત્રાસથી બીમાર પડી રહ્યા છે. અનેક જગ્યાએ 50% કામ પણ પૂર્ણ થયું નથી, જેના કારણે ટ્રાફિક અને અવરજવરની મોટી સમસ્યા ઊભી થઈ છે. 'પાંચ વર્ષ સુધી કોઈ નેતા સુખ-દુઃખ પૂછવા નથી આવ્યા' નાનપુરાના રહેવાસી સંગીતાબેન ડુમ્મસવાળાએ જણાવ્યું કે, ચોમાસામાં તો અહીંથી નીકળવું પણ મુશ્કેલ છે. કાદવ-કીચડમાં ગાડીઓ સ્લીપ થઈ જાય છે. મેટ્રોવાળા ગમે ત્યારે ડ્રેનેજ લાઈન તોડી નાખે છે, જેના કારણે 3-4 દિવસ સુધી પાણીની તકલીફ વેઠવી પડે છે. SMCમાં અનેક ફરિયાદો કરી છતાં કોઈ ઉકેલ આવતો નથી. પાંચ વર્ષ સુધી કોઈ નેતા સુખ-દુઃખ પૂછવા નથી આવ્યા, હવે ચૂંટણી આવશે એટલે વોટ માંગવા લાઈન લગાવશે. 'અમે તો કોર્પોરેટરના નામ પણ નથી જાણતા, તેઓ ક્યારેય આવ્યા જ નથી' બીજી તરફ મધુબેન નામના રહીશે જણાવ્યું કે, પાણી ભરાઈ જવાથી અમારે લારી બંધ રાખવી પડે છે, સામાન પલળી જાય છે અને આર્થિક નુકસાન વેઠવું પડે છે. અમે તો કોર્પોરેટરના નામ પણ નથી જાણતા કારણ કે તેઓ ક્યારેય આવ્યા જ નથી. 'અમે નરકાગાર જેવી સ્થિતિમાં રહીએ છીએ' કિશોરભાઈએ તંત્રની પોલ ખોલતા જણાવ્યું કે, કોર્પોરેટર અશોકભાઈ રાંદેરીને ઓળખીએ છીએ, પણ તેઓ ક્યારેક જ દેખાય છે. બાકીના ત્રણ કોર્પોરેટરોએ તો ક્યારેય આ મહોલ્લામાં પગ પણ મૂક્યો નથી. ચૂંટણી પતી એટલે નેતાઓ માટે જનતા પતી ગઈ!. 'ચોમાસામાં તો ખાટલા પર બેસીને દિવસો કાઢવા પડે છે' જલ્લુંબેન જેવી અનેક મહિલાઓએ પીવાના પાણીની વિકટ સમસ્યા અંગે રજૂઆત કરી હતી. તેમણે જણાવ્યું કે, નળમાં ગંદુ પાણી આવે છે. ચોમાસામાં તો ખાટલા પર બેસીને દિવસો કાઢવા પડે છે કારણ કે જમીન પર પાણી અને મચ્છરોનું જોર હોય છે. અમારી પાસે કોઈ નેતા આવતા નથી. ચૂંટણી કાર્ડ ન હોવાને કારણે અમારો અવાજ પણ કોઈ સાંભળતું નથી. વિસ્તારમાં ગંદકી અને કાદવને કારણે રોગચાળો ફાટી નીકળવાની ભીતિ સેવાઈ રહી છે. સ્થાનિકોનો મિજાજ: 'કામ નહીં તો વોટ નહીં' વોર્ડ નંબર 21 ના લોકો હવે આરપારના મૂડમાં છે. વિકાસના પોકળ દાવાઓ અને મેટ્રોની ગોકળગતિની કામગીરી વચ્ચે સામાન્ય માણસ કચડાઈ રહ્યો છે. સ્થાનિકોએ સ્પષ્ટ કર્યું છે કે જો વર્ષો જૂની પાણીની સમસ્યા અને રસ્તાના કામો નહીં થાય, તો આગામી ચૂંટણીમાં નેતાઓને આકરા સવાલોનો સામનો કરવો પડશે. 'દિવ્ય ભાસ્કર'ના રિયાલિટી ચેકમાં સ્પષ્ટ થયું છે કે સુરતનો આ હિસ્સો સ્માર્ટ સિટીના દાવાઓ વચ્ચે પણ સુવિધાઓથી વંચિત છે.
    Click here to Read More
    Previous Article
    ઈરાન યુદ્ધ વચ્ચે લોકડાઉનની ફેક નોટિસ વાઇરલ:શેર કરેલી PDF ખોલતા 'એપ્રિલ ફૂલ' લખેલું નીકળ્યું, કેન્દ્રીય મંત્રીની અફવા ન ફેલાવવાની અપીલ
    Next Article
    ભાજપ વિરુદ્ધ પોસ્ટર વિવાદ મામલે આપના કાર્યકર્તાઓની અટકાયત:FIR થતાં જ 'આપ'ના કાર્યકરોએ વરાછા-કતારગામ પોલીસનો ઘેરાવ કર્યો, ડ્રગ્સની ડીલ કરવા નથી આવ્યા કહી DCPની ઓફિસમાં ઘૂસ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment