Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઈરાન યુદ્ધ વચ્ચે લોકડાઉનની ફેક નોટિસ વાઇરલ:શેર કરેલી PDF ખોલતા 'એપ્રિલ ફૂલ' લખેલું નીકળ્યું, કેન્દ્રીય મંત્રીની અફવા ન ફેલાવવાની અપીલ

    17 hours ago

    સોશિયલ મીડિયા અને વોટ્સએપ પર પહેલી એપ્રિલે 'વોર લોકડાઉન નોટિસ' વાયરલ થઈ, જેનાથી લોકોમાં ગભરાટ ફેલાઈ ગયો. અશોક ચક્ર અને મંત્રાલય જેવા પ્રતીકો સાથે બનાવવામાં આવેલી આ નોટિસ પહેલી નજરે સત્તાવાર લાગી, પરંતુ બાદમાં તે એપ્રિલ ફૂલનો મજાક નીકળી. કેન્દ્રીય મંત્રી હરદીપ સિંહ પુરીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લોકડાઉનની અફવાઓને સંપૂર્ણપણે પાયાવિહોણી ગણાવી. તેમણે કહ્યું કે સરકારના સ્તરે કોઈપણ પ્રકારના લોકડાઉન પ્રસ્તાવ પર વિચાર કરવામાં આવી રહ્યો નથી. તેમણે લોકોને શાંતિ જાળવી રાખવા અને અફવાઓ ન ફેલાવવાની અપીલ કરી. મંગળવારે વાયરલ થયેલી આ નોટિસનું ફોર્મેટ અને ભાષા બિલકુલ સરકારી આદેશ જેવી રાખવામાં આવી હતી, જેના કારણે ઘણા લોકોએ તેને ચકાસ્યા વિના આગળ ફોરવર્ડ કરી દીધી. જોકે, દસ્તાવેજ ખોલતા જ સચ્ચાઈ સામે આવી. તેમાં 'April Fool' લખેલું હતું અને સાથે એક ઇમોજી હતું. તેનાથી સ્પષ્ટ થઈ ગયું કે આ માત્ર મજાક તરીકે તૈયાર કરવામાં આવેલી નકલી નોટિસ હતી. મંત્રી બોલ્યા- લોકડાઉનના સમાચાર ખોટા છે હરદીપ સિંહ પુરીએ કહ્યું કે લોકડાઉનના સમાચાર સંપૂર્ણપણે ખોટા છે. સરકાર પાસે આવો કોઈ પ્રસ્તાવ વિચારણા હેઠળ નથી. આવી અફવાઓ ફેલાવવી બિનજવાબદાર અને નુકસાનકારક છે. તાજેતરના દિવસોમાં ઈરાન સંબંધિત તણાવ, હોર્મુઝ સ્ટ્રેટમાં સપ્લાય અટકવાની આશંકા અને ભારતમાં પેટ્રોલ, ડીઝલ અને એલપીજીના વધતા ભાવને લઈને લોકો પહેલેથી જ ચિંતિત હતા. આ જ કારણ હતું કે ઘણા લોકોએ વાયરલ પોસ્ટને સાચી માની લીધી. આ ઉપરાંત, 2020ના કોવિડ લોકડાઉનની યાદો અને તે સમયની આસપાસનું વાતાવરણ પણ આ અફવા ઝડપથી ફેલાવવાનું એક મોટું કારણ બન્યું. કોઈ સત્તાવાર લોકડાઉન નથી સરકાર કે કોઈપણ સરકારી એજન્સીએ યુદ્ધ કે સુરક્ષા કારણોસર કોઈ લોકડાઉનની કોઈ સલાહ કે સૂચના જાહેર કરી નથી. આ ઘટના ફરીથી દર્શાવે છે કે ડર અને ભ્રમના વાતાવરણમાં નકલી સંદેશાઓ ખૂબ ઝડપથી ફેલાય છે. નિષ્ણાતોએ લોકોને કહ્યું છે કે કોઈપણ મેસેજને આગળ મોકલતા પહેલા તેની સત્યતા સત્તાવાર સ્ત્રોતથી ચોક્કસપણે તપાસી લેવી. સરકારના 3 મંત્રીઓએ લોકડાઉનના સમાચારોને નકાર્યા… લોકડાઉનની અફવાઓ વડાપ્રધાન મોદીના સંસદમાં આપેલા નિવેદન પછી શરૂ થઈ હતી. તેમણે કહ્યું હતું કે આ યુદ્ધના કારણે દુનિયામાં જે મુશ્કેલ પરિસ્થિતિઓ સર્જાઈ છે, તેની અસર લાંબા સમય સુધી રહેવાની શક્યતા છે. આપણે કોરોનાના સમયમાં પણ એકતાથી આવા પડકારોનો સામનો કરી ચૂક્યા છીએ. 27 માર્ચે સરકારના ત્રણ મંત્રીઓએ તેને નકાર્યું હતું… લોકડાઉન પર રાહુલ-ખડગેનું નિવેદન ------------------------------------------- આ સમાચાર પણ વાંચો… PM મોદીની ઈરાન યુદ્ધ પર મુખ્યમંત્રીઓ સાથે બેઠક:કહ્યું- ટીમ ઇન્ડિયાની જેમ કામ કરવું પડશે; સરકારે કહ્યું- દેશમાં લોકડાઉન નહીં લાગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 27 માર્ચે ઈરાન યુદ્ધને લઈને રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે બેઠક કરી હતી. તેમણે કહ્યું હતું કે તમામ રાજ્યો ટીમ ઈન્ડિયાની જેમ સાથે મળીને કામ કરે અને પોતાની તૈયારીઓ મજબૂત રાખે. વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા યોજાયેલી બેઠકમાં PMએ રાજ્યોની તૈયારીઓ અને યોજનાઓની સમીક્ષા કરી. સંપૂર્ણ સમાચાર વાંચો…
    Click here to Read More
    Previous Article
    અમેરિકા NATOથી અલગ થઈ શકે છે:ટ્રમ્પે કહ્યું- જરૂરિયાતના સમયે મદદ ન કરી, આ લોકો ‘કાગનો વાઘ’, પુતિન પણ આવું જ માને છે
    Next Article
    '30 વર્ષથી અમે પાણીમાં ડૂબેલા,નરકાગાર જેવી સ્થિતિમાં રહીએ છીએ':નાનપુરા સહિતના વિસ્તારમાં 5000થી વધુ પરિવાર પરેશાન, સ્થાનિકોમાં આક્રોશ ફાટી નીકળ્યો

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment