Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઈરાન બોલ્યું- NATO દેશોએ યુદ્ધમાં અમેરિકાનો સાથ આપ્યો:તેમને જવાબદાર ઠેરવવામાં આવે; હોર્મુઝમાં જહાજ પર હુમલો, પુલને નુકસાન

    1 day ago

    ઈરાને આરોપ લગાવ્યો છે કે અમેરિકા અને ઈઝરાયલ દ્વારા ઈરાન પર થયેલા હુમલામાં સાથ આપનારા NATO સભ્ય દેશોને આ માટે જવાબદાર ઠેરવવામાં આવવા જોઈએ. ઈરાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ઈસ્માઈલ બઘેઈએ સોશિયલ મીડિયા પર જણાવ્યું કે NATO ચીફ માર્ક રૂટે પોતે સ્વીકાર્યું છે કે ઈટાલી અને રોમાનિયાએ ઈરાન વિરુદ્ધની સૈન્ય કાર્યવાહીમાં અમેરિકાનો સાથ આપ્યો હતો. બઘેઈએ કહ્યું કે આ દેશોએ પોતાના નાગરિકો અને સમગ્ર વિશ્વને જણાવવું જોઈએ કે તેમણે અમેરિકા અને ઈઝરાયલ સાથે મળીને ઈરાન વિરુદ્ધની આ કાર્યવાહીનું સમર્થન શા માટે કર્યું. હોર્મુઝ સ્ટ્રેટ (હોર્મુઝની સામુદ્રધુની)માં એક કોમર્શિયલ જહાજ પર કોઈ અજ્ઞાત પ્રોજેક્ટાઈલ, એટલે કે હુમલાવર હથિયારથી એટેક થયો છે. બ્રિટનની યુકે મેરિટાઇમ ટ્રેડ ઓપરેશન્સ, એટલે કે UKMTOએ આ અંગેની માહિતી આપી છે. જહાજ ઓમાનના દરિયાકાંઠા નજીક હતું, ત્યારે જ પ્રોજેક્ટાઈલ જહાજના જમણા ભાગ સાથે અથડાયું હતું. આ હુમલામાં જહાજના બ્રિજને (જ્યાંથી જહાજ કંટ્રોલ કરવામાં આવે છે) નુકસાન પહોંચ્યું છે. જહાજના કેપ્ટને જણાવ્યું કે આ ઘટનામાં કોઈ પણ વ્યક્તિ ઘાયલ થઈ નથી. છેલ્લા 24 કલાકના 5 મોટા અપડેટ્સ… ઈરાને હોર્મુઝમાં નવા રૂટ સામે વાંધો ઉઠાવ્યો: ઈરાને સંયુક્ત રાષ્ટ્ર (UN)ના એ પ્રસ્તાવને ફગાવી દીધો છે, જેમાં હોર્મુઝમાંથી જહાજોને સુરક્ષિત બહાર કાઢવા માટે નવા દરિયાઈ રસ્તા, એટલે કે ઈવેક્યુએશન લેન બનાવવાની વાત કહેવામાં આવી હતી. હોર્મુઝને લઈને ઈરાન-અમેરિકા આમને-સામને: ઈરાને કહ્યું કે નિયમોનું પાલન કર્યા વિના પસાર થતા જહાજો સામે કાર્યવાહી કરવામાં આવશે. અમેરિકાએ સ્પષ્ટ કર્યું કે તે હોર્મુઝ પર કોઈ એક દેશનું નિયંત્રણ સ્વીકારશે નહીં. ટ્રમ્પે યુદ્ધના ખર્ચ માટે ₹8.3 લાખ કરોડ માગ્યા: ટ્રમ્પ સરકારે અમેરિકી સંસદ પાસે 87.6 અબજ ડોલર, એટલે કે આશરે ₹8.322 લાખ કરોડની વધારાની ફંડિંગ માગી છે. આ રકમનો ઉપયોગ યુદ્ધના ખર્ચ, સેનાની તૈયારી અને હથિયારોના ભંડાર માટે કરવામાં આવશે. લેબનાનમાં ઈઝરાયલી હુમલા ચાલુ: નાબાતિયેહ નજીક એક કાર પર થયેલા હુમલામાં 3 લોકોના મોત થયા છે અને 1 વ્યક્તિ ઘાયલ થઈ છે. ઈઝરાયલી સેનાએ આ હુમલા અંગે કોઈ સત્તાવાર નિવેદન આપ્યું નથી. ઈરાને અમેરિકા વિરોધી નારા પર પ્રતિબંધના સમાચાર ફગાવ્યા: ઈરાને કહ્યું કે 'અમેરિકા મુર્દાબાદ'ના નારા લગાવવા કે અમેરિકી ધ્વજ સળગાવવા પર કોઈ પ્રતિબંધ લાદવામાં આવ્યો નથી. સરકારે સોશિયલ મીડિયા પર ચાલી રહેલા અહેવાલોને ખોટા ગણાવ્યા છે. ઈરાન પીસ ડીલ સંબંધિત અપડેટ્સ માટે નીચેના બ્લોગમાંથી પસાર થાઓ….
    Click here to Read More
    Previous Article
    Sons of 2 AAP MLAs appointed finance committee members in Ludhiana, Congress objects
    Next Article
    Gujarat Fatafat News LIVE | ગુજરાતના અત્યાર સુધીના મોટા સમાચાર | Weather | Monsoon | News18 Gujarati

    Related International Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment