Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સાંસદ પૂનમ માડમે લાભપાંચમે દ્વારકાધીશનાં દર્શન કર્યા:જીપ ચલાવી જગતમંદિરે પહોંચ્યાં; લોકોની સુખાકારી માટે પ્રાર્થના કરી

    2 days ago

    લાભપાંચમના દિવસે જામનગરનાં સાંસદ પૂનમ માડમ જામનગર સ્થિત પોતાના નિવાસસ્થાનેથી પોતાની Jeep Rubicon કાર ચલાવીને દ્વારકા પહોંચ્યાં હતાં. દ્વારકા જતી વખતે રસ્તામાં તેમણે વિવિધ ગામોમાં સ્થાનિક લોકો સાથે મુલાકાત કરીને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી હતી, ત્યારબાદ તેમણે જગતમંદિરમાં દ્વારકાધીશનાં દર્શન કરીને જામનગર, દ્વારકા અને દેશના લોકોની સુખાકારી માટે પ્રાર્થના કરી હતી. નવા વર્ષે જગતમંદિરમાં દર્શન કરવાની પરંપરા નિભાવી દ્વારકાધીશનાં દર્શન કર્યા બાદ સાંસદ પૂનમ માડમે જણાવ્યું હતું કે દ્વારકા તેમના માટે તીર્થધામ અને આરાધ્ય દેવ, ઇષ્ટદેવ તથા કુળદેવતા દ્વારકાધીશની ભૂમિ છે. તેમણે ઉમેર્યું હતું કે નવા વર્ષની શરૂઆત પછી જગતમંદિરમાં દર્શન કરવાની પરંપરા તેઓ દર વર્ષે નિભાવે છે, અને ગોમતી નદીના કિનારે તથા જગતમંદિરની ધર્મધજાના દર્શનથી તેમને શાંતિ અને આધ્યાત્મિક ઊર્જા મળે છે. દુષ્કાળની સ્થિતિનો સામનો કરવાની શક્તિ માટે પ્રાર્થના કરી સાંસદ પૂનમ માડમે દ્વારકાધીશ સમક્ષ લોકોના સુખ, શાંતિ, સમૃદ્ધિ, સારા સ્વાસ્થ્ય અને કલ્યાણ માટે પ્રાર્થના કરી હતી. આ ઉપરાંત આવનારા વર્ષમાં દુષ્કાળની સ્થિતિને કારણે દ્વારકા અને જામનગર જિલ્લામાં પડકારો રહેવાની વાત કરતાં તેમણે આ સ્થિતિનો સામનો કરવાની શક્તિ મળે તેવી પ્રાર્થના પણ કરી હતી.
    Click here to Read More
    Previous Article
    ન્યૂઝીલેન્ડ સામે ટીમ ઈન્ડિયા ખરાબ સ્થિતિમાં:રોહિત-કોહલી પછી ઋતુરાજ પણ સસ્તામાં પેવેલિયન ભેગો થયો; ભારતના ટૉપ ઓર્ડરનો ધબડકો
    Next Article
    ‘NATOનું સભ્યપદ જોઈએ તો ડોનબાસ રશિયાને સોંપી દો’:અમેરિકાની ઓફરને ઝેલેન્સ્કીએ ફગાવી; કહ્યું- ‘અમે અમારી એક ઇંચ જમીન પણ નહીં આપીએ’

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment