Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વલસાડના નાનાપોંઢામાં કિશોરે ફાંસો ખાઈ આપઘાત કર્યો:મૃતક કિશોર ઉત્તરપ્રદેશના બલિયા જિલ્લાનો વતની; ગુનો નોંધી પોલીસ-તપાસ શરૂ

    2 days ago

    વલસાડ જિલ્લાના નાનાપોંઢા તાલુકાના લવાછા બ્રાહ્મણ ફળિયામાં રહેતા કિશોરે પોતાના રૂમમાં ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. 13 નવેમ્બર, 2026ના રોજ બપોરે 3થી 4 વાગ્યા દરમિયાન આ ઘટના બની હતી. મૃતક અભિષેક ચૌહાણ મૂળ ઉત્તરપ્રદેશનો વતની હતો, જેના આપઘાતનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી અને પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ શરૂ કરી છે. પોડાર સ્કૂલ પાસે આવેલી ચાલીના રૂમમાં ફાંસો ખાધો પોલીસના જણાવ્યા મુજબ, મૃતક ઉત્તરપ્રદેશના બલિયા જિલ્લાના રસડા તાલુકાના છીતનહરા ગામનો વતની હતો. તે નાનાપોંઢાના લવાછા બ્રાહ્મણ ફળિયામાં પોડાર સ્કૂલ પાસે આવેલી મંજી સોમેશ્વરસિંહની ચાલીના રૂમ નંબર 11માં રહેતો હતો, જ્યાં તેણે પંખા સાથે દોરડું બાંધીને ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. રાજકોટ રહેતા વતનીએ પોલીસ સ્ટેશનમાં જાણ કરી આ ઘટના અંગે અજયકુમાર ચૌહાણે 14 નવેમ્બર, 2026ના રોજ નાનાપોંઢા પોલીસ સ્ટેશનમાં જાણ કરી હતી. અજયકુમાર મજૂરી કામ કરે છે અને રાજકોટના મવડી ચોકડી વિસ્તારમાં રહે છે, તેમજ તેઓ પણ મૂળ ઉત્તરપ્રદેશના બલિયા જિલ્લાના રસડા તાલુકાના છીતનહરા ગામના વતની હોવાની વિગતો સામે આવી છે. પોલીસે અકસ્માત મોતનો કેસ નોંધી તપાસ હાથ ધરી ઘટનાની જાણ થતાં નાનાપોંઢા પોલીસની ટીમ સ્થળ પર પહોંચી હતી અને અકસ્માત મોતનો કેસ નોંધ્યો હતો. પોલીસે મૃતદેહનો કબજો મેળવીને સ્થાનિક લોકોનાં નિવેદન નોંધવાની કાર્યવાહી કરી છે, તેમજ આ મામલે આગળની વધુ તપાસ PSI આર.બી. પરમારને સોંપવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    ‘NATOનું સભ્યપદ જોઈએ તો ડોનબાસ રશિયાને સોંપી દો’:અમેરિકાની ઓફરને ઝેલેન્સ્કીએ ફગાવી; કહ્યું- ‘અમે અમારી એક ઇંચ જમીન પણ નહીં આપીએ’
    Next Article
    Taylor Swift And Travis Kelce Face Divorce Remark From Neighbor

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment