Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમરેલી નગરપાલિકા ચૂંટણી અંગે ભાજપે મહત્વની બેઠક યોજી:પ્રભારી, ઉર્જામંત્રીની ઉપસ્થિતિમાં હોદ્દેદારો-કાર્યકરોને માર્ગદર્શન અપાયું

    10 hours ago

    અમરેલી નગરપાલિકાની આગામી ચૂંટણીને ધ્યાનમાં રાખીને ભારતીય જનતા પાર્ટી (ભાજપ) દ્વારા એક મહત્વપૂર્ણ બેઠક યોજવામાં આવી હતી. આ બેઠક મોડી રાત્રે અમરેલી શહેરના જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે યોજાઈ હતી, જેમાં રાજ્ય સરકારના ઉર્જામંત્રી કૌશિક વેકરીયા અને પ્રભારી અભયસિંહ ચૌહાણ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે રાજકીય પક્ષો સક્રિય બન્યા છે. આ બેઠકમાં અમરેલી શહેરના તમામ હોદ્દેદારો, મંડળ સ્તરના જિલ્લાના હોદ્દેદારો, મોરચાના હોદ્દેદારો, સહકારી સંસ્થાઓ સાથે જોડાયેલા પ્રતિનિધિઓ, ચૂંટાયેલા અને ચૂંટણી લડેલા પ્રતિનિધિઓ, વિવિધ સેલ અને શક્તિ કેન્દ્રના સંયોજકો, બૂથ પ્રમુખો તેમજ ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો હાજર રહ્યા હતા. બેઠકનો મુખ્ય ઉદ્દેશ્ય નગરપાલિકા ચૂંટણીમાં ફરીથી કમળ ખીલવવા માટે રણનીતિ ઘડવાનો અને કાર્યકરોને માર્ગદર્શન આપવાનો હતો. ઉર્જામંત્રી કૌશિક વેકરીયા, પ્રભારી અભયસિંહ ચૌહાણ, જિલ્લા ભાજપ પ્રમુખ અતુલ કાનાણી, જિલ્લા ભાજપ મહામંત્રી રાજુ ભૂતૈયા અને મયુર માંજરીયા સહિતના અગ્રણીઓએ નાગરિકો સુધી વિકાસના કાર્યો પહોંચાડવા અને ચૂંટણી લડવા માટે જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
    Click here to Read More
    Previous Article
    ઉદ્યોગકારો એ ડ્રાઇવર્ઝનની ચીમકી આપતા મેયર ફફડ્યા:GIDCમાં "વિરોધ વગર વિકાસ નહીં"નો નારો ગુંજ્યો: ચક્કાજામ અને ડ્રાઇવર્ઝનની ચીમકીની ચીમકી મળતા જ મેયર દોડતા થયા, વર્ષો જૂના રસ્તાના પ્રશ્નનો આવ્યો અંત
    Next Article
    બોટાદ ભાજપમાં સ્થાનિક ચૂંટણી માટે દાવેદારોનો ધસારો:સાળંગપુરમાં BAPS મંદિરે સેન્સ પ્રક્રિયા, પ્રદેશ નિરીક્ષકોએ રજૂઆતો સાંભળી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment