Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઉદ્યોગકારો એ ડ્રાઇવર્ઝનની ચીમકી આપતા મેયર ફફડ્યા:GIDCમાં "વિરોધ વગર વિકાસ નહીં"નો નારો ગુંજ્યો: ચક્કાજામ અને ડ્રાઇવર્ઝનની ચીમકીની ચીમકી મળતા જ મેયર દોડતા થયા, વર્ષો જૂના રસ્તાના પ્રશ્નનો આવ્યો અંત

    9 hours ago

    ​જૂનાગઢ જીઆઈડીસી-2 તરફ જતા રસ્તાઓની અત્યંત બિસ્માર હાલતને લઈને છેલ્લા ઘણા સમયથી ઉદ્યોગકારો અને કારખાનેદારોમાં ભારે રોષ જોવા મળી રહ્યો હતો. વારંવારની રજૂઆતો છતાં તંત્ર દ્વારા કોઈ નક્કર પગલાં ન લેવાતા, આખરે ઉદ્યોગકારોએ એકઠા થઈને "વિરોધ વિના વિકાસ મળે નહીં" તે વાત સાબિત કરી બતાવી છે. રસ્તાઓની બીમાર હાલતથી કંટાળીને ગઈકાલે મોટી સંખ્યામાં કારખાનેદારોએ એકત્ર થઈ જીઆઈડીસી ગેટ નજીક આવેલા પુલના ડાયવર્ઝનને બંધ કરવાની અને ચક્કાજામ કરવાની ચીમકી ઉચ્ચારી હતી. આ આક્રમક તેવરને જોઈ જૂનાગઢ મહાનગરપાલિકાના મેયર ધર્મેશ પોશિયા તાત્કાલિક ગ્રાઉન્ડ ઝીરો પર પહોંચ્યા હતા. ​જીઆઈડીસી-2 ફેક્ટરી ઓનર્સ એસોસિએશનના પ્રમુખ પરેશભાઈ ચોવટિયાએ જણાવ્યું હતું કે અમારા રસ્તાના પ્રશ્નો બાબતે અમે આજે ' રસ્તાનું ડ્રાઇવર્ઝન કાઢી આંદોલન' કરવાના હતા. અમે તમામ ઉદ્યોગકારો ગેટ નંબર-2 પાસે એકઠા થયા હતા.જોકે જૂનાગઢના મેયર ધર્મેશભાઈ પોશિયાએ રૂબરૂ મુલાકાત લીધી હતી અને આજથી જ રોડનું કામ શરૂ કરાવી દીધું છે. મેયરે અમને લેખિતમાં બાંહેધરી આપી છે કે આગામી 25 થી 30 દિવસમાં રોડનું કામ પૂર્ણ કરી દેવામાં આવશે. ​આ મામલે ગટર લાઈનનો પણ એક વિવાદ સામે આવ્યો હતો. પરેશભાઈએ જણાવ્યું કે દોલતપરા ગામની ભૂગર્ભ ગટરની લાઈન જીઆઈડીસીના રસ્તા તોડીને નાખવાનો આગ્રહ કોર્પોરેટર દ્વારા રાખવામાં આવ્યો હતો, જે માંગણી સ્પષ્ટપણે ફગાવી દીધી હતી. વોર્ડ નંબર-1 ના કોર્પોરેટર નીલેશભાઈ પીઠીયા અને સુભાષભાઈ રાદડિયાએ પણ આ મુદ્દે સ્પષ્ટતા કરી હતી. નીલેશભાઈએ જણાવ્યું કે ગઈકાલથી જ રોડનું કામ શરૂ કરાયું છે. ગટરના કામ વગર રોડ નહીં બને એવી વાતો માત્ર ગેરસમજ હતી. અમારો હેતુ માત્ર એટલો જ હતો કે રોડ બન્યા પછી તેને તોડીને ગટર નાખવી ન પડે, જેથી સરકારી મિલકતને નુકસાન ન થાય. પરંતુ હવે સુખદ સમાધાન થઈ ગયું છે અને 20 થી 25 દિવસમાં નવા રોડ તૈયાર થઈ જશે. ​જૂનાગઢના મેયર ધર્મેશ પોશિયાએ જણાવ્યું હતું કે આશરે છ થી આઠ મહિના પહેલા જીઆઈડીસી-2 વિસ્તારમાં બોક્સ કલવર્ટ બનાવવાનું કામ શરૂ કરવામાં આવ્યું હતું. તે સમયે ટ્રાફિક માટે વૈકલ્પિક ડાયવર્ઝન કાઢવામાં આવ્યું હતું. જે સતત વપરાશને કારણે ક્ષતિગ્રસ્ત થઈ ગયું હતું. ઉદ્યોગકારોની રજૂઆતને ધ્યાને લઈ અમે તાત્કાલિક નવીનીકરણનું કામ શરૂ કરાવ્યું છે. ઉદ્યોગકારો અને વેપારીઓને માલસામાનની હેરફેર માટે પડતી મુશ્કેલીઓ 25 દિવસમાં દૂર કરવામાં આવશે. ​આ સમગ્ર ઘટનાક્રમ પરથી સાબિત થયું છે કે જ્યારે જનતા કે ઉદ્યોગકારો એકજૂથ થઈને પોતાના અધિકાર માટે લડે છે, ત્યારે તંત્રને નમવું પડે છે. મેયર દ્વારા રોડનું કામ શરૂ થતા અને લેખિત ખાતરી મળતા વેપારી મંડળે પોતાનું ચક્કાજામનું આંદોલન સમેટી લીધું છે. હવે આગામી એક મહિનામાં જીઆઈડીસીના ઉદ્યોગકારોને બિસ્માર રસ્તાઓથી મુક્તિ મળશે તેવી આશા બંધાઈ છે.
    Click here to Read More
    Previous Article
    Was March the worst month ever for the Indian economy?
    Next Article
    અમરેલી નગરપાલિકા ચૂંટણી અંગે ભાજપે મહત્વની બેઠક યોજી:પ્રભારી, ઉર્જામંત્રીની ઉપસ્થિતિમાં હોદ્દેદારો-કાર્યકરોને માર્ગદર્શન અપાયું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment