Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગોલ્ડન ટેમ્પલમાં પ્રિયંકા ચોપરા બની 'દેશી ગર્લ':દુપટ્ટાથી માથું ઢાંક્યું, એંઠા વાસણો ધોઈ સેવા આપી; અડધો કલાક સુધી ગુરુવાણીમાં લીન રહી

    2 days ago

    બોલિવૂડ એક્ટ્રેસ પ્રિયંકા ચોપરા મંગળવારે અમૃતસર ગોલ્ડન ટેમ્પલ પહોંચી હતી. આ દરમિયાન તેણે દરબાર સાહિબમાં માથું ટેકવ્યું હતું. ત્યારબાદ લંગર હોલમાં જઈને એંઠા વાસણો ધોવાની સેવા કરી હતી. ઉપરાંત, તેણે લંગર હોલના અન્ય કાર્યોમાં પણ સહયોગ આપ્યો હતો. એટલું જ નહીં, એક્ટ્રેસે ગુરુવાણી પણ સાંભળી. બોલિવૂડની 'દેશી ગર્લ'એ ગોલ્ડન ટેમ્પલની મર્યાદાનું ખાસ ધ્યાન રાખ્યું હતું. તે રોઝ ગોલ્ડ કલરનો સૂટ પહેરેલી જોવા મળી હતી. ગોલ્ડન ટેમ્પલમાં પ્રવેશતા જ તેનું માથું દુપટ્ટાથી ઢંકાયેલું રહ્યું હતું. પ્રિયંકા ચોપરા સામાન્ય શ્રદ્ધાળુની જેમ અહીં રહી હતી. તેણે વાતચીત કરવાનું ટાળ્યું અને ભક્તિમાં લીન થવાનું પસંદ કર્યું. મીડિયાએ પણ સવાલ પૂછવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેણે કોઈના સવાલનો કોઈ જવાબ આપ્યો ન હતો. તે સેવા કર્યા પછી ત્યાંથી નીકળી ગઈ હતી. તે સાંજે 4:30 વાગ્યે ગોલ્ડન ટેમ્પલ પહોંચી હતી અને લગભગ અડધો કલાક રહી. ગોલ્ડન ટેમ્પલ પહોંચેલી પ્રિયંકા ચોપરાના PHOTOS… 'વારાણસી'થી ભારતીય ફિલ્મોમાં કમબેક કરશે પ્રિયંકા છેલ્લે 2019માં આવેલી ફિલ્મ 'ધ સ્કાય ઇઝ પિંક'માં મોટા પડદા પર જોવા મળી હતી. તેની છેલ્લી ભારતીય ફિલ્મ 'ધ વ્હાઇટ ટાઇગર' 2021માં OTT પ્લેટફોર્મ નેટફ્લિક્સ પર રિલીઝ થઈ હતી. ઉપરાંત તે એમોઝોન પ્રાઇમ વીડિયો પર રિલીઝ થયેલી હોલિવૂડની ફિલ્મ 'હેડ્સ ઓફ સ્ટેટ'માં જોવા મળી હતી, જેમાં જેમાં જોન સીના અને ઇદ્રિસ અલ્બા મુખ્ય ભૂમિકામાં હતા. ટૂંક સમયમાં તે હોલિવૂડ ફિલ્મ્સ 'ધ બ્લફ' અને 'જજમેન્ટ ડે'માં જોવા મળશે. ઉપરાંત તે 6 વર્ષ બાદ ડિરેક્ટર એસ. એસ. રાજામૌલીના ડિરેક્શનમાં બની રહેલી 'વારાણસી'માં જોવા મળશે. સાઉથ સ્ટાર મહેશ બાબુ અને પૃથ્વીરાજ સુકુમારન સ્ટારર આ ફિલ્મ 2027માં રિલીઝ થવાની શક્યતા છે. પ્રિયંકા-નિકનાં શાહી લગ્ન પ્રિયંકા ચોપરા અને નિક જોનસ બે વર્ષ સુધી એકબીજાને ડેટ કર્યાં પછી 1 ડિસેમ્બર 2018ના રોજ રાજસ્થાનના ઉમેદ ભવનમાં હિન્દુ અને ખ્રિસ્તી વિધિથી લગ્ન કર્યાં. પ્રિયંકા અને નિકનાં લગ્ન વર્ષ 2018ના સૌથી ચર્ચિત લગ્ન સમારંભોમાંના એક હતા. ચાર વર્ષ સુધી તેમના લગ્નજીવનનો આનંદ માણ્યા પછી 2022માં દંપતીએ માલતી મેરી ચોપરા જોનસ નામની દીકરીનું સ્વાગત કર્યું. બંને કપલ સરોગસી દ્વારા માતા-પિતા બન્યાં. નિક જોનાસ સાથે લગ્ન કર્યા પછી, પ્રિયંકા લોસ એન્જલસ શિફ્ટ થઈ ગઈ. આ સમયગાળા દરમિયાન, તેણે ઘણા હોલિવૂડ ટીવી શો, સિરીઝ અને ફિલ્મોમાં કામ કર્યું.
    Click here to Read More
    Previous Article
    રિસર્ચ-AI ડેટા સેન્ટર્સથી વધી રહ્યું છે ધરતીનું તાપમાન:સેન્ટર્સની આસપાસ 2 ડિગ્રી સુધી ગરમી વધી, ભારતમાં 8 સેન્ટર
    Next Article
    ગુજરાતમાં 11,000 વિદ્યાસહાયકોની મેગા ભરતી:15 એપ્રિલથી ઓનલાઈન અરજી શરૂ, TET-1 પાસ માટે તક

    Related Entertainment Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment