Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રિસર્ચ-AI ડેટા સેન્ટર્સથી વધી રહ્યું છે ધરતીનું તાપમાન:સેન્ટર્સની આસપાસ 2 ડિગ્રી સુધી ગરમી વધી, ભારતમાં 8 સેન્ટર

    4 days ago

    આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ના ડેટા સેન્ટર્સથી તાપમાન વધી રહ્યું છે. કેમ્બ્રિજ યુનિવર્સિટીના સંશોધનમાં જણાવાયું છે કે જ્યાં આ ડેટા સેન્ટર્સ કાર્યરત છે, ત્યાં સરેરાશ 2 ડિગ્રી સેલ્સિયસ સુધી તાપમાન વધી ગયું છે. વૈજ્ઞાનિકોએ તેને 'ડેટા હીટ આઇલેન્ડ ઇફેક્ટ' નામ આપ્યું છે. ડેટા સેન્ટર્સના 10 કિલોમીટરના દાયરામાં ગરમી વધી સંશોધકોએ છેલ્લા બે દાયકાના સેટેલાઇટ ડેટાનું વિશ્લેષણ કર્યું. જાણવા મળ્યું કે જેવો કોઈ વિસ્તારમાં AI ડેટા સેન્ટર કાર્યરત થાય છે, ત્યાંનું તાપમાન અચાનક વધી જાય છે. ડેટા સેન્ટરની નજીક તાપમાન સરેરાશ 2.07 ડિગ્રી સેલ્સિયસ વધ્યું છે. કેટલાક સ્થળોએ વધેલું તાપમાન 9.1 ડિગ્રી સેલ્સિયસ સુધી નોંધાયું હતું. અસર માત્ર ડેટા સેન્ટરની બાઉન્ડ્રી સુધી સીમિત નથી. સેન્ટરથી 10 કિલોમીટરના વિસ્તાર સુધી તાપમાનમાં વધારો જોવા મળી રહ્યો છે. સંશોધનની 4 મુખ્ય વાતો… 1. ડેટા હીટ આઇલેન્ડ ઇફેક્ટ અત્યાર સુધી અર્બન હીટ આઇલેન્ડનો કોન્સેપ્ટ સામે આવ્યો હતો, જ્યાં કોંક્રિટના જંગલો અને વધતી વસ્તીને કારણે શહેરોનું તાપમાન ગામડાંની સરખામણીમાં 4-6 ડિગ્રી વધારે રહે છે. હવે AI ઇન્ફ્રાસ્ટ્રક્ચર પણ આ જ લીગમાં સામેલ થઈ ગયું છે. AI સેવાઓ આપવા માટે મોટી માત્રામાં વીજળી અને કમ્પ્યુટિંગ પાવરની જરૂર પડે છે, જેમાંથી નીકળતી ગરમી સીધી રીતે સ્થાનિક વાતાવરણને અસર કરી રહી છે. ડેટા હીટ આઇલેન્ડ ઇફેક્ટ શું છે? આ એવી સ્થિતિ છે જ્યારે AI ડેટા સેન્ટર્સમાંથી નીકળતી અતિશય ગરમી તેના આસપાસના સ્થાનિક વાતાવરણનું તાપમાન વધારી દે છે. AI મોડલ્સ ચલાવતા શક્તિશાળી સર્વર અને કૂલિંગ સિસ્ટમ 24/7 ગરમ હવા બહાર ફેંકે છે, જેના કારણે શહેરી વિસ્તારોમાં હીટ આઇલેન્ડ્સ બને છે. આ માત્ર સ્થાનિક તાપમાન જ નથી વધારતું, પરંતુ AI સેન્ટર્સને ઠંડા રાખવા માટે પાણી અને વીજળીના વપરાશમાં પણ ભારે વધારો થાય છે. સરળ શબ્દોમાં કહીએ તો, આ ડિજિટલ ક્રાંતિને કારણે થતું એક નવું પર્યાવરણીય થર્મલ પ્રદૂષણ છે. 2. 34 કરોડ લોકોના સ્વાસ્થ્ય પર અસર અભ્યાસ મુજબ દુનિયાભરમાં લગભગ 34.4 કરોડ લોકો એવા વિસ્તારોમાં રહી રહ્યા છે, જે આ ડેટા સેન્ટર્સની ગરમીની ઝપેટમાં છે. ઘણા ડેટા સેન્ટર્સ શહેરોથી દૂર બનાવવામાં આવ્યા છે, તેમ છતાં તેની અસર મોટા પાયે થઈ રહી છે. વૈજ્ઞાનિકોએ ચેતવણી આપી છે કે આનાથી માત્ર લોકોના સ્વાસ્થ્ય પર જ નહીં, પરંતુ ઘરોને ઠંડા રાખવા માટે વીજળીનો વપરાશ અને ખર્ચ પણ વધશે. 3. સ્પેન, મેક્સિકો અને બ્રાઝિલમાં અભ્યાસ સંશોધકોએ સ્પેનના અરાગોન, મેક્સિકોના બાહિયો અને બ્રાઝિલના ઉત્તર-પૂર્વીય વિસ્તારોમાં કેસ સ્ટડી કરી. અહીં ડેટા સેન્ટર્સના ક્લસ્ટર (સમૂહ) છે. અહીંના તાપમાનમાં અસામાન્ય વધારો જોવા મળ્યો છે. ગરમીની સાથે કાર્બન ઉત્સર્જન પણ ઝડપથી વધ્યું છે. 4. આવનારો ખતરો - વીજળીનો ભારે વપરાશ સંશોધકોના મતે, આગામી એક દાયકામાં ડેટા સેન્ટર સેક્ટર વિશ્વના સૌથી વધુ વીજળીનો વપરાશ કરતા સેક્ટરોમાંથી એક બની જશે. તેમની કમ્પ્યુટિંગ માટે વપરાતી વીજળી ટૂંક સમયમાં મેન્યુફેક્ચરિંગ સેક્ટરના બજેટને પણ પાછળ છોડી દેશે. ચિંતાની વાત એ છે કે મોટાભાગનું AI ઇન્ફ્રાસ્ટ્રક્ચર અશ્મિભૂત ઇંધણ (પેટ્રોલ-ડીઝલ, કોલસો અને નેચરલ ગેસ વગેરે) થી ચાલતી વીજળી પર નિર્ભર છે, જેના કારણે ગરમી અને પ્રદૂષણ બંને વધી રહ્યા છે.
    Click here to Read More
    Previous Article
    Ridhi Dogra says she and ex-husband Raqesh Bapat are ‘good friends’, opens up about ‘cordial’ divorce: ‘People want the woman to be a bechari’
    Next Article
    ગોલ્ડન ટેમ્પલમાં પ્રિયંકા ચોપરા બની 'દેશી ગર્લ':દુપટ્ટાથી માથું ઢાંક્યું, એંઠા વાસણો ધોઈ સેવા આપી; અડધો કલાક સુધી ગુરુવાણીમાં લીન રહી

    Related બીઝનેસ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment