Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગુજરાતમાં 11,000 વિદ્યાસહાયકોની મેગા ભરતી:15 એપ્રિલથી ઓનલાઈન અરજી શરૂ, TET-1 પાસ માટે તક

    10 hours ago

    રાજ્યના શિક્ષણ ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા માંગતા યુવાનો માટે મોટી ખુશખબર સામે આવી છે. ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા ધોરણ 1થી 5ના ગુજરાતી માધ્યમ માટે 11,000 વિદ્યાસહાયકો (વર્ગ-3)ની બમ્પર ભરતીની જાહેરાત કરવામાં આવી છે. લાંબા સમય બાદ આવી રહેલી આ મહાભરતીને કારણે TET-1 પાસ કરેલા હજારો ઉમેદવારોમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. 15 એપ્રિલ, 2026થી ફોર્મ ભરી શકાશે જાહેરાત ક્રમાંક 01/2026 મુજબ સમગ્ર ભરતી પ્રક્રિયા સંપૂર્ણપણે ઓનલાઇન રહેશે અને પારદર્શક પદ્ધતિથી હાથ ધરાશે. અરજી પ્રક્રિયા 15 એપ્રિલ, 2026ના રોજ સવારે 12:00 વાગ્યાથી શરૂ થશે, જ્યારે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 24 એપ્રિલ, 2026ના રોજ બપોરે 3:00 વાગ્યા સુધી રહેશે. ઉમેદવારો http://dpegujarat.in વેબસાઇટ પર ફોર્મ ભરી શકશે. ઉમેદવારોએ નિર્ધારિત સમયમર્યાદા પહેલા જ અરજી પૂર્ણ કરવાની સલાહ આપવામાં આવી છે. TET-1 પાસ ઉમેદવારો માટે તક આ ભરતી ખાસ કરીને પ્રાથમિક શાળાઓમાં શિક્ષકોની ઘટને પહોંચી વળવા માટે કરવામાં આવી રહી છે. યોગ્ય લાયકાત ધરાવતા અને TET-1 પાસ ઉમેદવારો માટે આ એક ઐતિહાસિક તક ગણાઈ રહી છે. શિક્ષણ વિભાગ દ્વારા જલદી જ જિલ્લા પ્રમાણેની ખાલી જગ્યાઓ, રિઝર્વેશન અને મેરિટ આધારિત પસંદગી પ્રક્રિયાની વિગતવાર માહિતી પણ જાહેર કરવામાં આવશે. સત્તાવાર વેબસાઇટ પર સમયસર નોંધણી કરીને જરૂરી દસ્તાવેજો તૈયાર રાખો રાજ્યમાં શિક્ષણની ગુણવત્તા વધારવા અને શાળાઓમાં શિક્ષકોની ખામી દૂર કરવા આ ભરતી મહત્વપૂર્ણ સાબિત થશે. ઉમેદવારોને સલાહ આપવામાં આવે છે કે તેઓ સત્તાવાર વેબસાઇટ પર સમયસર નોંધણી કરીને જરૂરી દસ્તાવેજો તૈયાર રાખે.
    Click here to Read More
    Previous Article
    ગોલ્ડન ટેમ્પલમાં પ્રિયંકા ચોપરા બની 'દેશી ગર્લ':દુપટ્ટાથી માથું ઢાંક્યું, એંઠા વાસણો ધોઈ સેવા આપી; અડધો કલાક સુધી ગુરુવાણીમાં લીન રહી
    Next Article
    Dhurandhar 2 Worldwide Box Office Day 13 LIVE: Ranveer Singh-starrer eyes Rs 1500 Cr; gears up to overtake Baahubali 2

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment