Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ધરપકડ:મેં ખૂન કરેલું છે, હું આકાશ ડોન છું, તારું પણ ખૂન કરું તો કોઇ મને પકડી નહીં શકે : આરોપી

    15 hours ago

    ગાંધી હોસ્પિટલમાં ચાલવા નીકળેલા ડોક્ટરને માર મારી ધમકી આપી ગુગલ પેથી પૈસા પડાવી લૂંટની ઘટના બનતા ફરિયાદ અજાણ્યા શખસ સામે ફરિયાદ નોંધાઇ હતી. ત્યારે આ શખસને પોલીસે ગણતરીના કલાકોમાં દબોચી લેતા આ શખસ વડોદરા જિલ્લાના રણોલી ગામનો હોવાનું બહાર આવ્યું હતું. અને તેની સામે અનેક ગુનોઓ પણ નોંધાયેલા હોવાની વિગતો બહાર આવી હતી. ત્યારે આ શખસે ડોક્ટરને મેં ખૂન કરેલું છે અને હું આકાશ ડોન છું જેવી ઓળખ આપીને ગુનાને અંજામ આપ્યો હતો. એએસપી વેદિકા બિહાનીએ પીઆઈ એમ.બી.બામ્બાને આ ગુનાનો ભેદ ઉકેલવા અજાણ્યા આરોપીનો શોધ કરવા સૂચના આપી હતી. ત્યારે સુરેન્દ્રનગર સીટી બી ડિવિઝનની અલગ અલગ ટીમ બનાવી શહેર વિસ્તારમાં પેટ્રોલિંગ હાથ ધરાયું હતું. કડાથી મારતા કાનના ભાગે લોહી નિકળ્યું તેણે મને કહેલ કે તારે મને પૈસા આપવા પડશે નહીતર તારી જાનનું જોખમ છે. આથી તારા ગુગલ પેમાં કેટલા રૂપીયા છે તેમ કહી એકાઉન્ટનો પાસવર્ડ મને કહે હું તારા ફોનમાં જોઈ લઉં છુ. આથી આ શખસે કડાથી મને કાનના ભાગે મારતા લોહી નીકળવા લાગ્યું હતું. 0ડો. મનીષ મુરારીલાલ અગ્રવાલ, ભોગ બનનાર ગુનાહિત ઇતિહાસ : આરોપી સામે વડોદરા શહેર ગોરવા પોલીસ સ્ટેશનમાં 2 ગુના, વડોદરા શહેર લક્ષ્મીપુરા પોલીસમાં, અંકલેશ્વર શહેર પોલીસ સ્ટેશનમાં તેમજ અમદાવાદના રાણીપ પોલીસ સ્ટેશનમાં ગુનાઓ નોંધાયેલાની વિગતો બહાર આવી હતી.
    Click here to Read More
    Previous Article
    અકસ્માત:કારની ટક્કરે લાલાવાડાના 28 વર્ષીય ફેક્ટરી મેનેજરનું મોત
    Next Article
    ભાસ્કર ગ્રાઉન્ડ રિપોર્ટ:સરકારે ગેસનો ભાવ કિલોએ રૂ. 88 કર્યો, ઉદ્યોગકારોને‎રૂ.50માં પોષાય... પરિણામે વપરાશ 90% સુધી ઘટ્યો‎

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment