Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અકસ્માત:કારની ટક્કરે લાલાવાડાના 28 વર્ષીય ફેક્ટરી મેનેજરનું મોત

    16 hours ago

    પાલનપુર તાલુકાના હેબતપુર પાટિયા નજીક શનિવારે બપોરે બનેલા હિટ એન્ડ રન અકસ્માતમાં લાલાવાડાના 28 વર્ષીય યુવાનનું કરુણ મોત થયું હતું. જ્યારે તેનો મિત્ર ઈજાગ્રસ્ત હાલ સારવાર હેઠળ છે. મોપેડ પર ખેમાણા ટોલનાકા તરફ જઈ રહેલા બંને યુવકોને પાછળથી આવેલી કારે ટક્કર મારી હતી અને ચાલક ફરાર થઈ ગયો હતો. લાલાવાડા ગામના માધુપુરા વિસ્તારમાં રહેતા 28 વર્ષીય ધીરજકુમાર ભગવાનભાઈ થુંબડીયા (પટેલ), જે પાવર કેમ્પ ઈન્ડિયા ફેક્ટરીમાં મેનેજર તરીકે ફરજ બજાવતા હતા, તેઓ તેમના મિત્ર જીગરકુમાર ભીખાભાઈ પટેલ સાથે યાકુજા ઇલેક્ટ્રિક મોપેડ પર ખેમાણા ટોલનાકા તરફ ફેક્ટરીનું બિલ આપવા જઈ રહ્યા હતા. શનિવારે બપોરે અઢી વાગ્યાના સુમારે હેબતપુર પાટિયા નજીક હાઈવે પરથી પસાર થતા સમયે પાછળથી પૂરઝડપે આવેલી કાર (જીજે-06-બીએલ-7884)ના ચાલકે ગફલતભરી રીતે મોપેડને જોરદાર ટક્કર મારી હતી. અકસ્માતમાં ધીરજકુમારને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. જ્યારે તેમના સાથીને પણ ઈજાઓ થતાં હોસ્પિટલ ખસેડાયો હતો. ધીરજકુમારને તાત્કાલિક પાલનપુર સિવિલ લઈ જવાયા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નિપજ્યું હતું. જ્યારે અકસ્માત બાદ કારચાલક ગાડી લઈને ફરાર થઈ ગયો હતો. મૃતકના ભાઈ ધવલકુમાર અમૃતભાઈ પટેલે પાલનપુર તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.
    Click here to Read More
    Previous Article
    દુર્ઘટના:ધનિયાણા ચોકડી નજીક ખાડામાં માતા અને પુત્રી પટકાયા,આંદોલનની ચીમકી
    Next Article
    ધરપકડ:મેં ખૂન કરેલું છે, હું આકાશ ડોન છું, તારું પણ ખૂન કરું તો કોઇ મને પકડી નહીં શકે : આરોપી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment