Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાસ્કર ગ્રાઉન્ડ રિપોર્ટ:સરકારે ગેસનો ભાવ કિલોએ રૂ. 88 કર્યો, ઉદ્યોગકારોને‎રૂ.50માં પોષાય... પરિણામે વપરાશ 90% સુધી ઘટ્યો‎

    13 hours ago

    થાન સિરામીક ઉદ્યોગમાં થોડા દિવસો પહેલા વાહનો ધમધમતા હતા. ફેકટરીઓમાં શ્રમીકોના ટોળા એક સાથે કાચો અને પાકો માલ તૈયાર કરવા માટે લાગેલા જોવા મળતા હતા.પરંતુ ગેસના કમર તોડ ભાવ વધારાને કારણે 280 કારખાનામાં ભઠ્ઠીઓ બંધ કરી દેવાઇ છે. આથી ફેકટરીઓના રસ્તા અને ફેકટરીઓ સુમસામ બની ગઇ છે.પહેલા જે દરરોજ 2.60 લાખ કિલો ગેસની વપરાશ થતી હતી તે ઘટીના માત્ર 20 હજાર કિલોની થઇ ગઇ છે. રૂ.50ના કિલોના ભાવે ગેસ આપે તો જ ઉદ્યોગકારોન પોષાય તેમ છે. થાનના 10થી 15 કિમી દૂર પહોચો ત્યાં તમને સિરામીકના કારખાનાના લોકો અને વાહોનોની અવર જવર જોવા મળે.તેમાં પણ ફાટક બહાર, નવાગામ, અમરાપર, વિજળીયા, અભેપર, મોરથળા અને તરણેતર સહિતના ગામોના રસ્તે સૌથી વધુ ફેકટરીઓ આવેલી છે. ત્યાતો કાચો માલ લઇ જતા નાના વાહનો, તૈયાર માલ લઇ જતા કન્ટેનર અને ટ્રકો તમને અચૂક સામા મળે.પરંતુ કારખાનાની ભઠ્ઠીઓ બંધ થતા આ રસ્તાઓ સુમસામ બની ગયા છે. ખોટ : 3 મહિના વહેલા સોદા રદ કરવા પડ્યા થાન સિરામિક ઉધોગ વર્ષે રૂ.700 થી રૂ.800 કરોડનો માલ વિદેશમાં એક્ષપોર્ટ કરે છે.તેમાં રોજના 25 થી 30 કન્ટેનર માલ થાનથી ભરાય છે.પરંતુ વર્તમાન સમયે યુધ્ધની સ્થિતિને કારણે માત્ર આફ્રિકામાં જ માલ જતો હતો.તે પણ ભાવને કારણે બંધ થઇ ગયો છે.એક્ષપોર્ટના માલના સોદા 3 મહિના અગાઉ થઇ જતા હોય છે.સોદા પડી ગયા બાદ ભાવ વધારો થયો છે.હવે વિદેશમાંથી ભાવ વધારો મળતો નથી.ખોટ કરીને ધંધો કરવો તેના કરતા વેપારીઓને સોદા કેન્સલ કરવાની સ્થિતિ આવી છે. > શાંતીલાલ પટેલ-ઉપ.પ્રમુખ પાંચાલ સિરામિક એ.સો ખાનગી કંપની ઓછા ભાવે ગેસ આપવા તૈયાર થાનમાં જીએસપીસી દ્વારા ગેસ અપાય છે. ઘણો ભાવ વધારો સહન કરીને પણ ઉધોગકારોએ ખાનગી કંપની પાસેથી ગેસની ખરીદી કરી નથી. ખાનગી કંપની દ્વારા રૂ.9 થી રૂ.10 ના નીચા ભાવે ગેસ આપવાની ઓફર પણ કરે છે.. > સંજયભાઇ પ્રજાપતિ (ઉધોગકાર)
    Click here to Read More
    Previous Article
    ધરપકડ:મેં ખૂન કરેલું છે, હું આકાશ ડોન છું, તારું પણ ખૂન કરું તો કોઇ મને પકડી નહીં શકે : આરોપી
    Next Article
    ખાદ્યતેલમાં સતત ભાવ વધારો:સીંગતેલના ભાવમાં રૂ. 30, કપાસીયામાં રૂ. 230નો‎વધારો : જનતાના માથે મહિને રૂ.65 લાખનું ભારણ‎

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment