Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ખાદ્યતેલમાં સતત ભાવ વધારો:સીંગતેલના ભાવમાં રૂ. 30, કપાસીયામાં રૂ. 230નો‎વધારો : જનતાના માથે મહિને રૂ.65 લાખનું ભારણ‎

    12 hours ago

    જિલ્લામાં હાલ ખાદ્યતેલમાં સતત ભાવ વધારો થતા લોકોના બજેટ ખોરવાઇ રહ્યા છે. હાલ એક માસના ગાળામાં સીંગતેલના રૂ. 30 કપાસીયાના ભાવમાં 230નો વધારો થયો છે. સુરેન્દ્રનગરમાં મહિને અંદાજે 25000થી વધુ ડબ્બા વેચાણ થતું હોવાથી ભાવ વધારાને લઇ લોકો માથે મહિને 65 લાખનું ભારણ વધે તેમ છે. ઝાલાવાડમાં લોકોના ખોરાકમાં સીંગતેલ અને કપાસીયા તેલનો મુખ્યત્વે ઉપયોગ કરવામાં આવતો હોય છે. ત્યારે હાલ છેલ્લા 4 માસમાં દિવસના ગાળામાં તેલના ભાવોમાં સતત વધારો થતા સતત વધતા તેલના ભાવ લોકોનું તેલ કાઢી રહ્યા છે. જેમાં ગત ચોમાસામાં પાછોતરો વરસાદ વરસાદથી પાક બગડવાથી માલની આવક ઓછી હોવાને લઇ ભાવમાં ડબ્બે જાન્યુઆરીમાં રૂ. 30નો વધારો થયાની શ્યાહી સુકાઇ નથી ત્યાં સીંગતેલના ભાવમાં રૂ. 30, કપાસીયામાં 230નો વધારો થયો છે. આથી સિંગતેલનો ભાવ ડબ્બે વધી રૂ. 2730 થયો કપાસીયા 2610 થયો છે. હાલ જિલ્લામાં રોજના તેલના અંદાજે મહિને 25000થી વધુ સીંગતેલના ડબ્બાનું વેચાણ થતું હોય છે. જેમાં ભાવ વધારાના કારણે લોકોને મહિને 65,00,000નો આર્થિક બોજાનો સામનો કરવો પડી શકે તેમ છે. આ અંગે વેપારી પીન્ટુભાઇ સુરાણી યુધ્ધની સ્થિતિને લઇ અન્ય સોયા પામ તેલ સહિતની આવક ઓછી થતા અહીંયા માલની અછત છે. કપાસીયા મગફળીના ભાવ વધ્યા અન્ય તેલ મોંઘા થયા. કપાસીયા સીંગતેલ માલ કોઇની પાસે છે નહીં. મગફળી છે તે પીલાણમાં ઉપયોગમાં આવે તેવી છે નહીં. મગફળી માલ સરકાર પાસે છે. 5 મહિનામાં 5 વખત ભાવ વધ્યા સપ્ટેબર માસમાં રૂ. 30નો ભાવ વધારો થયો હતો, ઓક્ટોબરમાં રૂ. 40 વધ્યા હતા. જ્યારે ડિસેમ્બરમાં ફરી ભાવ વધારો થતા રૂ. 40 વધારો થઇ ગયો છે. જાન્યુઆરીમાં રૂ. 30. જ્યારે માર્ચમાં 230 એમ 5 માસમાં પાંચ વાર વધારા સાથે રૂ. 400 ભાવ વધી ગયો છે.
    Click here to Read More
    Previous Article
    ભાસ્કર ગ્રાઉન્ડ રિપોર્ટ:સરકારે ગેસનો ભાવ કિલોએ રૂ. 88 કર્યો, ઉદ્યોગકારોને‎રૂ.50માં પોષાય... પરિણામે વપરાશ 90% સુધી ઘટ્યો‎
    Next Article
    સઘન અભિયાન‎:દ્વારકા શહેરમાં 700થી વધુ રખડતા ઢોરોને પકડી ગૌશાળામાં ખસેડાયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment