Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દુર્ઘટના:વિરારના કચ્છી વાગડ સમાજના યુવાનનું વડોદરા નજીક ટ્રેન અકસ્માતમાં મોત થયું

    14 hours ago

    મુંબઈ નજીકના વિરાર-વેસ્ટમાં રહેતા યુવક નીર છાડવા (26)નો ગુજરાતમાં થયેલા રહસ્યમય મોતનો બનાવ ચકચાર મચાવી રહ્યો છે. પ્રાથમિક માહિતી અનુસાર, નીરનું સોમવારે રાત્રે વડોદરાથી અંદાજે 7 કિમી દૂર ફાસ્ટ ટ્રેનની ટક્કરથી મોત થયું હતું. રેલવે પોલીસને જાણ થતાં, નિર્જન વિસ્તારમાં ઝાડીઓમાંથી ગંભીર ઈજાઓ સાથે તેનો મૃતદેહ મળી આવ્યો હતો. આ સમાચારથી કચ્છી વાગડ સમાજમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે. પોલીસે જણાવ્યું કે મૃતદેહ પાસેથી મળેલા આઈડી કાર્ડ, બે મોબાઈલ ફોન અને ટિફિનના આધારે પરિવારને જાણ કરવામાં આવી હતી. પોસ્ટમોર્ટમ બાદ મંગળવારે મૃતદેહ પરિવારને સોંપવામાં આવ્યો હતો. જોકે, કઈ ટ્રેનની ટક્કર લાગી તે અંગે હજુ તપાસ ચાલી રહી છે. સાથે જ, યુવક ત્યાં કેવી રીતે અને શા માટે પહોંચ્યો તે પણ પોલીસ માટે મોટો પ્રશ્ન બની રહ્યો છે. કચ્છના સામખીયારી ગામનો ચંદ્રિકા મુકેશ છાડવાનો એકમાત્ર પુત્ર નિર વિરાર-વેસ્ટના વિઠ્ઠલ હરિ ટાવરમાં રહેતો હતો અને એક કિચન બનાવતી કંપનીમાં નોકરી કરતો હતો. સોમવારે સવારે તે રોજની જેમ ટિફિન લઈને કામે નીકળ્યો હતો, પરંતુ કામ પર જવાના બદલે તે વડોદરા સુધી કેવી રીતે પહોંચ્યો તે અંગે અનેક સવાલો ઊભા થયા છે. પોલીસે આ મામલે અકસ્માતે મોતનો ગુનો નોંધ્યો છે, અને તમામ દિશામાં તપાસ હાથ ધરી છે. રેલવે પોલીસે દિવ્ય ભાસ્કરને જણાવ્યું કે, ઘટના સ્થળ વિશ્વામિત્રી અને મક્કરપુરા રેલવે સ્ટશેનની વચ્ચે હોવાનું જાણવા મળ્યું છે, જ્યાં ડાઉન લાઇન પર આશરે રાત્રે 9:05 વાગ્યે કોઈ ફાસ્ટ ટ્રેન સાથે તેની ટક્કર થઈ હોવાનું અનુમાન છે. ત્રણ મહિના પહેલાં જ લગ્ન થયાં પરિવારના નજીકના સૂત્રોના જણાવ્યા મુજબ, નિર છાડવાને માત્ર ત્રણ મહિના પહેલા જ પ્રેમલગ્ન જ્ઞાતિની ની દીકરી ધર્મી સાથે કર્યા હતા. જો કે દંપતી ખુશ હોવાનું કહેવામાં આવે છે, પરંતુ પરિવારના કેટલાક સભ્યોને આ લગ્ન અંગે વાંધો હતો તેવી શંકા પણ વ્યક્ત થઈ રહી છે. મંગળવારે રાત્રે એમ્બ્યુલન્સ મારફતે મૃતદેહ વિરારમાં લાવવામાં આવ્યો હતો, જ્યાં તેની અંતિમવિધિ કરવામાં આવી હતી. આ ઘટના આત્મહત્યા, અકસ્માત કે અન્ય કોઈ કારણસર બની છે કે કેમ તે અંગે પોલીસ દ્વારા તપાસ ચાલુ છે.
    Click here to Read More
    Previous Article
    લગ્નપત્રિકા વાઈરલ:ખરાતની પુત્રીના લગ્નમાં મોટા નેતાઓએ હાજરી આપી હતી
    Next Article
    ચૂંટણી:નવી મુંબઈ મર્ચંટ્સ ચેંબરની એફેક્સ બોડીની ચૂંટણીમાં 18 વેપારી બિનહરીફ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment