Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    તપાસ:ઢોંગી બાબા ખરાત ચાર અલગ અલગ મોબાઈલ નંબરનો ઉપયોગ કરતો હતો

    11 hours ago

    નાશિકમાં ચર્ચાસ્પદ બનેલા ઢોંગી બાબા અશોક ખરાતના કેસમાં તપાસ દરમિયાન નવા ચોંકાવનારા ખુલાસા સામે આવ્યા છે. સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (એસઆઈટી)ની પૂછપરછમાં બહાર આવ્યું છે કે ખરાત એક નહીં પરંતુ ચાર અલગ અલગ મોબાઇલ નંબરોનો ઉપયોગ કરતો હતો. પોલીસ મુજબ, દરેક નંબરનો ઉપયોગ અલગ પ્રકારના લોકો સાથે સંપર્ક રાખવા માટે થતો હતો, જે તેની ગૂંચવણભરી પ્રવૃત્તિઓને વધુ સ્પષ્ટ કરે છે. તપાસ અનુસાર, એક નંબરનો ઉપયોગ તે ખાસ વીઆઈપી અને પ્રભાવશાળી વ્યક્તિઓ સાથે વાતચીત માટે કરતો હતો. શંકા છે કે આ માધ્યમથી તેણે કેટલાક રાજકીય નેતાઓ અને અસરકારક લોકો સાથે સંપર્ક જાળવી રાખ્યો હતો. બીજો નંબર તેણે પોતાના નજીકના ભક્તો અને મહિલાઓ સાથે સંપર્ક માટે ઉપયોગમાં લીધો હતો, જેમાંથી અનેક મહિલાઓ હાલ તેના શોષણના આરોપ લગાવી રહી છે. ત્રીજો મોબાઇલ નંબર નાણાકીય વ્યવહારો માટે ઉપયોગમાં લેવાતો હતો, જેમાં દાન, પૈસાની લેવડદેવડ અને અન્ય આર્થિક વિગતો જોડાયેલી હોવાની સંભાવના છે, જ્યારે ચોથો નંબર સામાન્ય લોકો સાથે સંપર્ક માટે વપરાતો હતો. ઉપરાંત, તપાસમાં એક મહત્ત્વપૂર્ણ દિશામાં પણ આગળ વધવામાં આવી રહી છે. માહિતી મળી રહી છે કે ખરાતે નાસિકના એક જાણીતા ડૉક્ટરને પણ પોતાના જાળમાં ફસાવ્યો હતો. શંકા છે કે આ ડૉક્ટરની મદદથી તે કેટલીક મહિલાઓને ગર્ભપાત અથવા ગર્ભનિરોધક ગોળીઓ આપતો હતો. આ કારણે હવે સંબંધિત ડૉક્ટર પણ તપાસના રડારમાં આવી શકે છે. એસઆઈટી આ મુદ્દે વિગતવાર તપાસ કરી રહી છે અને જરૂરી પુરાવા એકત્રિત કરી રહી છે. હાલમાં ખરાત પોલીસ કસ્ટડીમાં છે, અને તેની કસ્ટડી 1 એપ્રિલે પૂર્ણ થવાની છે. તેને કોર્ટમાં રજૂ કરવામાં આવશે, જ્યાં પોલીસ ફરીથી કસ્ટડી માંગે તેવી શક્યતા છે. તપાસ આગળ વધતાં વધુ ચોંકાવનારા ખુલાસા સામે આવવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. દુષ્કર્મની અનેક ફરિયાદો છતાં… જાતીય શોષણના અનેક આરોપો વચ્ચે એક મહત્ત્વનો પ્રશ્ન ઊભો થયો છે કે, અનેક મહિલાઓ શિકાર બનવા છતાં ગર્ભવતી કેમ થઈ નથી. આ પ્રશ્નના જવાબ માટે પોલીસ મેડિકલ એંગલથી પણ તપાસ કરી રહી છે. ફોરેન્સિક ટીમની મદદથી મોબાઇલ ફોનમાંથી મળેલા કોલ રેકોર્ડ, વોટ્સએપ ચેટ અને અન્ય ડિજિટલ પુરાવાની તપાસ ચાલુ છે.
    Click here to Read More
    Previous Article
    આયોજન:ગોરેગાવથી માગાઠાણે નવો 5.5 કિમી હાઈસ્પીડ કોરિડોર પ્રકલ્પ
    Next Article
    લગ્નપત્રિકા વાઈરલ:ખરાતની પુત્રીના લગ્નમાં મોટા નેતાઓએ હાજરી આપી હતી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment