Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મહિલા ક્રિકેટમાં પણ પાકિસ્તાનનું સુરસુરિયું:ભારતે 55 રનમાં ઓલઆઉટ કર્યું, વુમન્સ એશિયા કપનો સૌથી લોએસ્ટ સ્કોર; ઈન્ડિયાએ પહેલી વિકેટ ગુમાવી

    23 hours ago

    ભારતે વુમન્સ એશિયા કપની મેચમાં પાકિસ્તાનને 55 રનમાં ઓલઆઉટ કરી દીધું. આ વુમન્સ એશિયા કપનો સૌથી લોએસ્ટ સ્કોર છે. શનિવારે દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં પાકિસ્તાનની માત્ર 2 બેટર્સ જ ડબલ ડિજિટ સુધી પહોંચી શકી. પાકિસ્તાન તરફથી સૌથી વધુ 14 રન શવાલ ઝુલ્ફિકારે બનાવ્યા. ભારતીય ટીમ તરફથી શ્રી ચરણી અને પ્રેમા રાવતને 3-3 વિકેટ મળી. દીપ્તિ શર્માએ 2 વિકેટ લીધી. જવાબમાં ટીમ ઈન્ડિયાનો સ્કોર 13/1 છે. ટીમ તરફથી સ્મૃતિ મંધાના અને પ્રતિકા રાવલ ક્રિઝ પર છે. બન્ને ટીમની કેપ્ટન્સે હાથ મિલાવ્યો નહીં ટૉસ વખતે ભારતીય મહિલા ટીમની કેપ્ટન હરમનપ્રીત કૌરે ફરી એકવાર પાકિસ્તાની કેપ્ટન ફાતિમા સના સાથે હાથ ન મિલાવ્યો. ભારતીય કેપ્ટને 14 જૂને રમાયેલી વુમન્સ T-20 વર્લ્ડ કપની મેચમાં પણ પાકિસ્તાની કેપ્ટન સાથે હાથ મિલાવ્યો ન હતો. 22 એપ્રિલ 2025ના પહેલગામ આતંકી હુમલા પછી ભારતીય અને પાકિસ્તાની ખેલાડીઓ વચ્ચે હેન્ડશેક ન કરવાની નીતિ જોવા મળી રહી છે. હરમનપ્રીત કેપ્ટન તરીકે 150મી મેચ રમી રહી છે હરમનપ્રીત કૌર 150મી મેચમાં કેપ્ટનશીપ કરી રહી છે. તે T20 ઈન્ટરનેશનલમાં આ ઉપલબ્ધિ હાંસલ કરનાર પ્રથમ મહિલા ક્રિકેટર છે. બન્ને ટીમની પ્લેઇંગ-11 ભારત (IND): સ્મૃતિ મંધાના, શેફાલી વર્મા, પ્રતિકા રાવલ, હરમનપ્રીત કૌર (કેપ્ટન), ભારતી ફુલમાલી, રિચા ઘોષ (વિકેટકીપર), દીપ્તિ શર્મા, પ્રેમા રાવત, નંદની શર્મા, શ્રી ચારણી અને ક્રાંતિ ગૌડ. પાકિસ્તાન (PAK): મુનીબા અલી (વિકેટકીપર), શવાલ ઝુલ્ફીકાર, ગુલ ફિરોઝા, આયેશા ઝફર, સદફ શમાસ, ફાતિમા સના (કેપ્ટન), ઉમ્મ-એ-હાની, ઈમાન ફાતિમા, તુબા હસન, નશરા સંધુ અને સાદિયા ઈકબાલ.
    Click here to Read More
    Previous Article
    એરફોર્સમાં નોકરીની લાલચ આપી રૂ.1.95 લાખનું સાયબર ફ્રોડ:ગાંધીનગરમાં સિસ્ટમ એન્જિનિયર રાજકોટની યુવતીને યુવકે એરફોર્સમાં સ્ક્વાર્ડન લીડરની ઓળખ આપી છેતરી
    Next Article
    મિસ વર્લ્ડ 2026નો ગ્રાન્ડ ફિનાલે:વડોદરામાં ભણેલી નિકિતા પોરવાલ ખિતાબની રેસમાંથી બહાર, ટોપ-20માં પહોંચી નહીં

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment