Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    માર્ગ અકસ્માતે છીનવી લીધા પિતા-પુત્રીના જીવ:સિહોરના કાજાવદર પાસે કાળ બની આવેલા ડમ્પરે બાઈકને ટક્કર મારી; ચાલક વાહન મૂકી ફરાર

    2 days ago

    ભાવનગર જિલ્લાના સિહોર તાલુકાના કાજાવદર પાસે ગતરાત્રિના બનેલી કરૂણ માર્ગ દુર્ઘટનામાં પિતા-પુત્રીના મોતથી પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. પિતા તેની દીકરીને દવાખાનેથી પરત લાવતા હતા, તે દરમ્યાન બેફામ ડમ્પરે તેમની બાઈકને ટક્કર મારી હતી. આ અકસ્માતમાં પિતા-પુત્રીના સારવાર દરમિયાન મોત નીપજ્યા હતા. અકસ્માત સર્જી ડમ્પરચાલક વાહન મૂકી ફરાર થઈ ગયો હતો. સિહોર પોલીસે ડમ્પરચાલક સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. દીકરીને માથામાં ઈજા થતાં મોત આ બનાવ અંગે સિહોર પોલીસ મથેકથી મળતી માહિતી અનુસાર, ભાવનગર જિલ્લાના સિહોર તાલુકાના કાજાવદર ગામે રહેતા બોઘાભાઈ ભાવચંદભાઈ પરમાર (ઉં.વ. 58)એ ફરિયાદ નોંધાવી હતી કે, તેઓ તથા તેમના પત્ની બન્ને વડીયા ગામે વાડીએ હતાં, ત્યારે રાતના આશરે સાડા સાતેક વાગ્યા આસપાસ તેમના મોટાભાઈના દીકરાનો ફોન આવ્યો કે તેમના દીકરા સંજયભાઈ અને પૌત્રી હર્ષીતાનો ડમ્પર સાથે અકસ્માત થયો છે અને બંનેને ગંભીર હાલતમાં 108 મારફતે સિહોર સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. બોઘાભાઈ તાત્કાલિક હોસ્પિટલ પહોંચ્યા ત્યારે સંજયભાઈને માથા અને ચહેરા પર ગંભીર ઈજાઓ સાથે સારવાર આપવામાં આવી રહી હતી, જ્યારે હર્ષીતાબેનને માથામાં ગંભીર ઈજા પહોંચી હોવાથી ફરજ પરના ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા. મૃતકે હોસ્પિટલમાં અકસ્માત અંગે જણાવ્યું હોસ્પિટલ ખાતે બોધાભાઈને રમેશભાઈ ભુરાભાઈએ જણાવ્યું કે, સંજયભાઈ પોતાની દીકરીને દવાખાને લઈ ગયા હતા અને દવાખાનાથી પરત કાજાવદર પરત આવતા હતા, ત્યારે જાંબાળા અને કાજાવદર વચ્ચેના ઉંડા નાળાના વળાંક પાસે ઝડપી અને બેફામ દોડતા ડમ્પરે તેમની મોટરસાયકલને ટક્કર મારી હતી. અકસ્માત બાદ ડમ્પરનો ચાલક વાહન સ્થળ પર જ મૂકી ફરાર થઈ ગયો હતો. બાદમાં સંજયભાઈને વધુ સારવાર માટે ભાવનગર રિફર કરવામાં આવ્યા, જ્યાં તેમને પણ મૃત જાહેર કરવામાં આવ્યા. આ બનાવ અંગે સિહોર પોલીસે ડમ્પરચાલક સામે BNS કલમ 106(1), 281 તેમજ મોટર વાહન અધિનિયમની વિવિધ કલમો 177, 184, 134 હેઠળ ગુનો નોંધાવી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.
    Click here to Read More
    Previous Article
    પદમલા ગામમાં મોડી રાત્રે બે જૂથો વચ્ચે અથડામણ:સામસામે પથ્થરમારાથી અફરાતફરી મચી'તી, 4ને ઇજા; બાઈકને કટ મારી ઓવરટેક કરવા બાબતે ઝઘડો
    Next Article
    PI આર.કે. રાજપૂતની ભરૂચમાં બદલી:ગોધરા બી ડિવિઝન PIને પોલીસ સ્ટાફ દ્વારા વિદાય અપાઈ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment