Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રેડ ક્રોસ ગીર સોમનાથને રાજ્ય રનર્સ અપ એવોર્ડ:પાંચ પ્રકલ્પોમાં ઉત્કૃષ્ટ કામગીરી બદલ અમદાવાદમાં આયોજિત કાર્યક્રમમાં સન્માન કરાયું

    6 days ago

    અમદાવાદમાં યોજાયેલા રાજ્ય કક્ષાના એવોર્ડ સમારોહમાં રેડ ક્રોસ – ગીર સોમનાથને રનર્સ અપ એવોર્ડથી સન્માનિત કરાયું. સંસ્થાને વર્ષ ૨૦૨૪-૨૫ દરમિયાન આરોગ્ય સેવાના પાંચ મુખ્ય પ્રકલ્પોમાં ઉત્કૃષ્ટ કામગીરી બદલ આ પુરસ્કાર એનાયત થયો. આ સમારોહ 30 માર્ચના રોજ રેડ ક્રોસ ભવન, અમદાવાદ ખાતે યોજાયો હતો. ગુજરાત રેડ ક્રોસના ચેરમેન અજયભાઈ પટેલના અધ્યક્ષસ્થાને અને નર્મદા જિલ્લાના નાંદોદના ધારાસભ્ય ડૉ. દર્શનાબેન દેશમુખની વિશેષ ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ સંપન્ન થયો. રેડ ક્રોસ – ગીર સોમનાથની ટીમને બ્લડ બેન્ક, ફિઝિયોથેરાપી, ડેન્ટલ, પેથોલોજી અને પ્રધાનમંત્રી જનઔષધિ જેવા પાંચ મુખ્ય પ્રકલ્પોમાં શ્રેષ્ઠ કામગીરી બદલ આ ઉપ-વિજેતા (રનર્સ અપ) એવોર્ડ અપાયો. આ એવોર્ડ સ્વીકારવા માટે રેડ ક્રોસ – ગીર સોમનાથ વતી ચેરમેન એમિરેટસ શ્રી કિરીટભાઈ ઉનડકટ, જોઈન્ટ સેક્રેટરી અનિસ રાચ્છ, તેમજ કમિટીના સભ્યો સંજય દાવડા, ભાવેશ મહેતા અને પરેશ તન્ના ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે વેરાવળથી રેડ ક્રોસ ચેરમેન અતુલભાઈ કાનાબાર, વાઇસ ચેરમેન કમલેશ ફોફંડી, સેક્રેટરી ગિરીશ ઠક્કર, ટ્રેઝરર સમીર ચંદ્રાણી,પૂર્વ સેક્રેટરી સેવારામ મુલચંદાણી સહિત કમિટીના સભ્યોએ અભિનંદન પાઠવ્યા. તેમણે સર્વે સ્ટાફની કામગીરીની નોંધ લઈ આભાર વ્યક્ત કર્યો. ઉલ્લેખનીય છે કે ગત વર્ષે 2023-24માં પણ રેડ ક્રોસ – ગીર સોમનાથને બ્લડ સેન્ટર અને આરોગ્ય ભવનના લોકાર્પણ સમયે પાંચ પ્રકલ્પો શરૂ કરવા બદલ રાજ્ય કક્ષાની શ્રેષ્ઠ જિલ્લા શાખાનો રનર્સ અપ એવોર્ડ મળ્યો હતો.
    Click here to Read More
    Previous Article
    યુદ્ધની ચિનગારી ઘરો સુધી પહોંચી, દૂધ-કરિયાણું-સારવાર મોંઘી થશે:રોજિંદા વપરાશની વસ્તુઓના ભાવ વધારવાની તૈયારી; કોમર્શિયલ LPGની અછતથી હજારો પ્લાસ્ટિક યુનિટ બંધ
    Next Article
    દિલ્હી-શિરડી ફ્લાઈટનું સુરતમાં ઈમરજન્સી લેન્ડિંગ:ખરાબ હવામાનથી આકાશમાં 1 કલાક સુધી ઈન્ડિગોનું વિમાન ગોળ-ગોળ ફર્યું, 150 પેસેન્જરોના જીવ અધ્ધર થયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment