Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરતથી અમદાવાદ આવેલી કિશોરીનું રેસ્ક્યુ:પિતાએ નોકરી ના કરવા દીધી તો ઘર છોડ્યું, અભયમ ટીમે કરાવ્યું સુખદ મિલન

    2 days ago

    અમદાવાદના નારોલ વિસ્તારમાં વહેલી સવારે 6 વાગ્યે એક 17 વર્ષીય કિશોરી શંકાસ્પદ હાલતમાં પેટ્રોલ પંપ પર બેઠેલી જોવા મળી હતી. સતર્ક સ્ટાફે તાત્કાલિક 181 અભયમ ટીમને જાણ કરી હતી. કાઉન્સેલિંગ દરમિયાન જાણવા મળ્યું કે આ કિશોરી પોતાના સપના પૂરા કરવા સુરતથી ભાગીને અમદાવાદ આવી પહોંચી હતી. તેણીને જીવનમાં આગળ વધવાની અને સ્વતંત્ર રીતે જીવવાની તીવ્ર ઈચ્છા હતી. મોટિવેશનલ વીડિયો બન્યા કારણ કિશોરીએ જણાવ્યું કે તે મોબાઈલમાં મોટિવેશનલ વીડિયો જોતી હતી. અન્ય યુવતીઓને નોકરી કરતી અને વાહન ચલાવતી જોઈ તેને પણ આવી જ જિંદગી જીવવાની પ્રેરણા મળી હતી. જોકે, તેનો પરિવાર રૂઢીચુસ્ત હોવાથી પિતા તેને ઘરની બહાર નીકળવા કે નોકરી કરવા દેતા નહોતા. આ બંધનથી કંટાળીને તે અગાઉ પણ અનેકવાર ઘર છોડી ભાગી ચુકી હતી. આ વખતે પણ તે અમદાવાદ આવી ગઈ, પણ પૂરતા પૈસા અને શહેરની જાણકારી ન હોવાથી અટવાઈ ગઈ હતી. અભયમ ટીમનું સફળ કાઉન્સેલિંગ શરૂઆતમાં કિશોરીના પિતા તેને સ્વીકારવા તૈયાર નહોતા અને તેને નારી કેન્દ્રમાં રાખવા આગ્રહ કરતા હતા. જોકે, અભયમ ટીમે લગભગ 1 કલાક સુધી પિતાનું ટેલિફોનિક કાઉન્સેલિંગ કર્યું અને દીકરીની સુરક્ષા અને ભવિષ્ય અંગે સમજાવ્યા. અંતે, OSC સેન્ટર ખાતે વધુ પ્રક્રિયા પૂર્ણ કરી કિશોરીને તેના પિતાને સુરક્ષિત રીતે સોંપવામાં આવી હતી. 181 ટીમની સમયસૂચકતાથી એક પરિવાર તૂટતા બચ્યો છે.
    Click here to Read More
    Previous Article
    સુરતની બેંકે મેરઠથી પ્લેનમાં કેશ મગાવી:ગુજરાતની વિવિધ બેંકમાં રોકડની અછત, કારણ સ્પષ્ટ નથી, પરંતુ પરિસ્થિતિ ચિંતાજનકઃ કો.ઓપ. બેંક એસો.
    Next Article
    રાજકોટમાં PSIના ફ્લેટમાં મધરાતે ફાયરિંગ:એન. કે. પંડ્યાની રિવોલ્વરમાંથી છૂટેલી ગોળી તેમના હાથમાં અને મહિલા મિત્રને કમરમાં વાગી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment