Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજકોટ લૂંટ-મર્ડર કેસમાં પંચનામા વખતે આરોપીએ પોલીસ પર ફાયરિંગ કર્યું:PSIએ વળતા જવાબમાં પગમાં ગોળી ધરબી દીધી, લોહીલુહાણ હાલતમાં આરોપી ઢળી પડ્યો

    20 hours ago

    રાજકોટની તન્વી ગોલ્ડ રિફાઇનરીના ચકચારી લૂંટ વિથ મર્ડર કેસમાં લૂંટકાંડ દરમિયાન ફાયરિંગ કરનાર મુખ્ય શૂટર અનુરાગ સિંહ રાજપૂતને જ્યારે પોલીસ ટીમ ઘટનાસ્થળે પંચનામું કરવા અને પુરાવા એકત્ર કરવા માટે લઈ ગઈ હતી, ત્યારે તેણે પોલીસ કાફલા પર જીવલેણ હુમલો કરી દીધો હતો. આરોપી અનુરાગે સ્થળ પર છુપાવી રાખેલા અન્ય એક છૂપા હથિયાર વડે પોલીસ જવાનો પર અચાનક બે રાઉન્ડ ધડાધડ ફાયરિંગ શરૂ કરી દેતાં સ્થળ પર નાસભાગ અને અફરાતફરી મચી ગઈ હતી. પોલીસ ટીમ પર અચાનક થયેલા આ ગોળીબાર બાદ ક્રાઇમ બ્રાન્ચના PSI વનરાજસિંહ ડોડીયાએ સમયસૂચકતા અને અદભુત હિંમત દાખવીને સ્વબચાવમાં તાત્કાલિક વળતું ફાયરિંગ કર્યું હતું. PSI દ્વારા ચલાવવામાં આવેલી ગોળી આરોપી અનુરાગના પગમાં વાગતાં તે લોહીલુહાણ હાલતમાં જમીન પર ઢળી પડ્યો હતો અને પોલીસે તેને તુરંત જ કાબૂમાં લઈ લીધો હતો. પગમાં ગોળી વાગવાથી ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા આરોપી અનુરાગને ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે તાત્કાલિક રાજકોટની સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે. પોલીસ પર હુમલાની આ ઘટના બાદ ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો પણ ઘટનાસ્થળે અને હોસ્પિટલ દોડી ગયો હતો. ₹1.52 કરોડથી વધુનો મુદ્દામાલ કર્યો રિકવર રાજકોટના આજી GIDC વિસ્તારમાં આવેલી તન્વી ગોલ્ડ રિફાઇનરી બહાર 14 ઓક્ટોબરના રોજ લાલજીભાઈ સરધારા પર 3 રાઉન્ડ ફાયરિંગ કરી 1 કિલો સોનું અને 3 કિલો ચાંદી લૂંટી હત્યા કરવાના કેસનો પોલીસે ગણતરીના કલાકોમાં પર્દાફાશ કર્યો છે. રાજકોટ શહેર પોલીસની 10થી 15 ટીમોએ 3-4 જિલ્લા અને 2 રાજ્યોની પોલીસના સંકલનથી ઓપરેશન પાર પાડીને ઉત્તર પ્રદેશની કુખ્યાત ગેંગના તમામ 10 આરોપીઓને માત્ર 9 કલાકમાં દબોચી લીધા છે. પોલીસે લૂંટમાં ગયેલા સોના-ચાંદી સહિત કુલ ₹1.52 કરોડથી વધુનો 100% મુદ્દામાલ રિકવર કરવામાં સફળતા મેળવી છે. શૂઝ અને કારના સીટ-કવરમાં છુપાવ્યું હતું સોનું જોઈન્ટ પોલીસ કમિશનર ચૈતન્ય માંડલિકે વિગતો આપતાં જણાવ્યું હતું કે, લૂંટને અંજામ આપ્યા બાદ આરોપીઓએ પોલીસ તપાસથી બચવા માટે સોના-ચાંદીના ઢાળિયા પોતાના શૂઝ તેમજ કારના સીટ-કવરમાં ચાલાકીપૂર્વક સંતાડી દીધા હતા. જોકે, પોલીસે AI ટેક્નોલોજી, CCTV નેટવર્ક અને હ્યુમન ઈન્ટેલિજન્સની મદદથી આરોપીઓની કડી મેળવીને તમામ 10 આરોપીઓને મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા. આ ત્વરિત સફળતા બદલ ગૃહમંત્રીએ પણ રાજકોટ પોલીસની કામગીરીની પ્રશંસા કરી છે. પૂર્વ કર્મચારી માસ્ટરમાઇન્ડ નીકળ્યો, હાલના સ્ટાફે આપી હતી ટીપ પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, આ લૂંટ કોઈ અચાનક બનેલો બનાવ નહોતો પરંતુ, યોજનાબદ્ધ ષડયંત્ર હતું. તન્વી ગોલ્ડ રિફાઇનરીમાં અગાઉ 5-6 મહિના નોકરી કરી ચૂકેલો અશ્વિનીકુમાર ઉર્ફે લંકેશ સિંહ આ ગુનાનો મુખ્ય સૂત્રધાર હતો. જ્યારે રિફાઇનરીમાં હાલ ફરજ બજાવતા શૈલેષકુમાર ખેરવા ઉર્ફે શૈલેન્દ્ર સિંહે અંદરની તમામ વિગતો પૂરી પાડી હતી. મેનેજર ક્યારે સોના-ચાંદીનો રિફાઇન માલ લઈને નીકળશે તેની પળેપળની બાતમી શૈલેષે લંકેશને આપી હતી. લંકેશે તેના સાગરિતોને સ્પષ્ટ સૂચના આપી હતી કે, લૂંટ દરમિયાન રસ્તામાં જે પણ વચ્ચે આવે તેને સીધી ગોળી મારી દેવી. 3 રાઉન્ડ ફાયરિંગ કરી 120ની સ્પીડે કાર ભગાવી હતી 14 ઓક્ટોબરે રિફાઇનરીમાંથી સોનાના ઢાળિયા અને ચાંદીનો ડસ્ટ પાવડર ભરીને મેનેજર એક્ટિવા પર શો-રૂમ જવા નીકળ્યા ત્યારે મરૂન રંગની ટાટા ટિગોર કારમાં આવેલા શખ્સોએ થેલો ઝૂંટવવાનો પ્રયાસ કર્યો હતો. લાલજીભાઈ સરધારા અને સિક્યુરિટી ગાર્ડે પ્રતિકાર કરતાં આરોપી અનુરાગ સિંહ રાજપૂતે લાલજીભાઈ પર 3 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું, જેનાથી ગંભીર ઈજા પામતાં તેમનું મોત થયું હતું. રાજસ્થાન, મોરબી અને રાજકોટમાંથી સંયુક્ત ઓપરેશન દ્વારા ધરપકડ પોલીસે નાકાબંધી અને વાહનોના રૂટ ટ્રેસ કરીને રાજસ્થાન પોલીસની મદદ મેળવી હતી. રાજસ્થાનના પિંડવાડા અને ઉદયપુરમાંથી 6 આરોપી, મોરબીમાંથી 3 અને રાજકોટમાંથી 1 મળી કુલ 10 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. આ તમામ આરોપીઓ ઉત્તર પ્રદેશના ચંદૌલી, ગાજીપુર અને મઉ જિલ્લાના રહેવાસી છે. પકડાયેલા આરોપીઓ પૈકી અશ્વિની ઉર્ફે લંકેશ અને અજીતકુમાર પાંડે સામે અગાઉ યુપીમાં હત્યાની કોશિશ, અનુરાગ સિંહ સામે મનુષ્યવધ તથા શૈલેષ ખેરવા સામે હરિયાણામાં ગુનાહિત કેસો નોંધાયેલા છે. સુરક્ષા માટે રાજકોટમાં લાગુ થશે 'ઈ-બીટ સિસ્ટમ' તહેવારોની મોસમમાં વેપારીઓ અને નાગરિકોની સુરક્ષા વધારવા માટે પોલીસ વિભાગે ખાસ એક્શન પ્લાન ઘડી કાઢ્યો છે. શહેરને અલગ-અલગ બીટમાં વહેંચીને રાઉન્ડ-ધ-ક્લોક પેટ્રોલિંગ શરૂ કરવામાં આવશે. આ ઉપરાંત, આગામી દિવસોમાં ડિજિટલ 'ઇ-બીટ સિસ્ટમ' અમલી બનાવવામાં આવશે, જેથી પોલીસ પેટ્રોલિંગ અને ચેકિંગની તમામ કામગીરીનું ઓનલાઈન ટ્રેકિંગ સુનિશ્ચિત થઈ શકશે. જ્વેલર્સ પેઢીના કર્મચારીની લૂંટ વીથ મર્ડરના આરોપીઓ ઉદયપુરથી ઝડપાયા, CCTV રાજકોટમાં લૂંટ વિથ મર્ડરના કેસનો ભેદ ઉકેલાઈ ગયો છે. શહેરના આજી જીઆઇડીસીમાં આવેલા તન્વી એક્સ્પોર્ટ ઇન્ડિયા લિમિટેડ નામના રિફાઇનરી યુનિટ બહાર તેના જ કર્મચારીને કારમાં આવેલા ચાર શખ્સોએ ગોળી મારી રૂ.1.53 કરોડના સોના-ચાંદીના દાગીનાનો થેલો ઝુંટવી ફરાર થઈ ગયા હતા (સંપૂર્ણ આર્ટિકલ અહીં વાંચો) નામચીન દેવેન્દ્ર બોરીચા ઉર્ફે ડેંડુ પર પોલીસ ફાયરિંગ સાયલા નજીક અમદાવાદ-રાજકોટ રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર રેન્જ આઇજી નિર્લિપ્ત રાયની ખાસ સ્ક્વોડ અને સુરેન્દ્રનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB) ની સંયુક્ત ટીમ દ્વારા એક મહત્વપૂર્ણ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. આ ઓપરેશન દરમિયાન ગુજસીટોક (GujCTOC), હત્યા, લૂંટ અને ખંડણી જેવા 20થી વધુ ગંભીર ગુનાઓમાં લાંબા સમયથી નાસતા-ફરતા કુખ્યાત આરોપી દેવેન્દ્ર ઉર્ફે ડેંડું બોરીચાને રાઉન્ડઅપ કરવામાં આવ્યો હતો. (સંપૂર્ણ આર્ટિકલ અહીં વાંચો)
    Click here to Read More
    Previous Article
    મારી સોસાયટી મારી નવરાત્રિ:મહેસાણાની પ્રાર્થના વિહાર સોસાયટીમાં છઠ્ઠા નોરતે વેશભૂષાનું આયોજન,ખેલૈયાઓએ પૌરાણિક, સામાજિક અને સાંસ્કૃતિક વિષયો પર આકર્ષક પોશાક પહેર્યા
    Next Article
    3 Detained After Missing J&K Special Officer's Body Found With Head Injuries

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment