Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરતની બેંકે મેરઠથી પ્લેનમાં કેશ મગાવી:ગુજરાતની વિવિધ બેંકમાં રોકડની અછત, કારણ સ્પષ્ટ નથી, પરંતુ પરિસ્થિતિ ચિંતાજનકઃ કો.ઓપ. બેંક એસો.

    2 days ago

    ગુજરાતમાં બેન્કિંગ સેક્ટરમાં રોકડની અછતનો ગંભીર મુદ્દો સામે આવ્યો છે. અનેક બેંકોમાં કેશ ઉપલબ્ધ ન હોવાથી ગ્રાહકોને ચેક જમા કરાવ્યા બાદ તરત જ રૂપિયા મળતા નથી અને તેમને 2 દિવસ બાદ આવવા કહેવામાં આવી રહ્યું છે. આ પરિસ્થિતિ ખાસ કરીને સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં વધુ ગંભીર બની છે. સ્થિતિ એટલી વિકટ બની છે કે, કેટલીક બેંકોએ અન્ય રાજ્યોમાંથી રોકડ મંગાવવાની ફરજ પડી છે. સુરતની એક ખાનગી બેંક ઉત્તર પ્રદેશના મેરઠમાંથી વિમાન મારફતે રોકડ મંગાવી હતી, જ્યારે એક કો-ઓપરેટિવ બેંકે મુંબઈમાંથી રોકડા 37 કરોડ અને અન્ય એક બેંકે નવાપુર-મુંબઈથી 25 કરોડ રોકડા મંગાવ્યા હોવાનું જાણવા મળ્યું છે. આ મામલે સાઉથ ગુજરાત કો-ઓપરેટિવ બેંક એસોસિએશને રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (આરબીઆઈ)ને પત્ર લખી તાત્કાલિક રોકડ સપ્લાય વધારવાની રજૂઆત કરી છે. સાઉથ ગુજરાત કો.ઓપરેટીવ બેંક એસોસિએશનના ઉપપ્રમુખ કાનજી ભાલાળાએ જણાવ્યું હતું કે, ‘હાલ કેશની અછતનું ચોક્કસ કારણ સ્પષ્ટ નથી, પરંતુ પરિસ્થિતિ ચિંતાજનક છે. કેટલીક બેંકો અન્ય રાજ્યોમાંથી રોકડ મંગાવી રહી છે, જે અસામાન્ય સ્થિતિ દર્શાવે છે સ્કોબાએ આરબીઆઈને આ રજૂઆત કરી છેલ્લાં એક મહિનાથી વધુ સમયથી બેંકોમાં રોકડની ગંભીર અને સતત અછત છે અને છેલ્લા 10-15 દિવસમાં સ્થિતિ વધુ ગંભીર બની છે. અગાઉ બેંકો જાહેર અને ખાનગી ક્ષેત્રની બેંકો સાથેના સંબંધોના આધારે અનૌપચારિક વ્યવસ્થાથી રોકડની જરૂરિયાત પૂરી કરતી હતી. પરંતુ હવે સ્થિતિ ગંભીર તબક્કે પહોંચી ગઈ છે, જેના કારણે નીચે મુજબ અસર થઈ રહી છે. સહકારી બેન્કિંગ પ્રત્યે જનવિશ્વાસ પર અસર, કામગીરી દરમિયાન આવતી મુશ્કેલીઓઓ થઈ રહી છે. આ ત્રણ કારણથી રોકડની અછત 1. યુદ્ધની સ્થિતિ : ઈરાન અને ઈઝરાયલ-અમેરિકા વચ્ચે યુદ્ધ જેવી તંગ પરિસ્થિતિને કારણે લોકોમાં અનિશ્ચિતતા વધી છે. કોઈપણ આકસ્મિક પરિસ્થિતિ સર્જાય તો બેન્કિંગ સેવા અને એટીએમ પર અસર થઈ શકે તેવી ભીતિથી લોકો બેન્કમાંથી વધુ રકમ ઉપાડી કેશ ઓન હેન્ડ રાખવાનું પસંદ કરી રહ્યા છે. 2. પાંચ રાજ્યોની ચૂંટણી: દેશના પાંચ રાજ્યોમાં ચાલી રહેલી ચૂંટણીને કારણે મોટા પ્રમાણમાં રોકડ રકમ તે રાજ્યોમાં પહોંચી ગઈ છે. રાજકીય પક્ષો ચૂંટણી પ્રચાર, કાર્યકરોના ખર્ચા અને અન્ય વ્યવહારો માટે રોકડનો ઉપયોગ કરતા હોવાથી બેન્કિંગ સિસ્ટમમાંથી મોટી માત્રામાં કેશ બહાર ગઈ છે. 3. માર્ચ એન્ડિંગ : માર્ચ એન્ડિંગને કારણે વેપારીઓ અને ઉદ્યોગકારો વર્ષાંતના હિસાબ પૂરા કરવા, પગાર, બિલ અને અન્ય ચુકવણીઓ કરવા માટે બેન્કમાંથી રોકડ ઉપાડી રહ્યા છે. દર વર્ષે માર્ચ મહિનામાં રોકડની માગમાં સામાન્ય કરતા વધુ વધારો થાય છે. જેના કારણે બેંકોમાં કેશની અછત જેવી સ્થિતિ સર્જાય છે. 65 હજાર કરોડની તંગી માર્ચમાં બેંકો પાસે કુલ 65 હજાર કરોડની રોકડ અછત છે. એડવાન્સ ટેક્સ-GSTની ચૂકવણી દ્વારા બેંકોમાંથી મોટી રકમ સરકારમાં ગઈ સાથે ડૉલર વેચાણના લીધે મોટી રકમ સિસ્ટમમાંથી બહાર જતા અછત સર્જાઈ.
    Click here to Read More
    Previous Article
    રાહુલે કહ્યું- કેરળમાં મહિલા મુખ્યમંત્રીની આતુરતાથી રાહ:હિમંતાએ કહ્યું- આસામને આસમાન સુધી લઈ જવાનું છે, Gen-Z અમારી સાથે
    Next Article
    સુરતથી અમદાવાદ આવેલી કિશોરીનું રેસ્ક્યુ:પિતાએ નોકરી ના કરવા દીધી તો ઘર છોડ્યું, અભયમ ટીમે કરાવ્યું સુખદ મિલન

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment