Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઉમરપાડાના આદિવાસી વિસ્તારોમાં પોષણનું જન-આંદોલન:સુપોષણ સંગિનીઓએ ઘરે-ઘરે જઈ પૌષ્ટિક આહાર અને સ્વચ્છતા અંગે આદિવાસીઓને જાગૃત કર્યા

    10 hours ago

    સુરત જિલ્લાના અંતરિયાળ આદિવાસી વિસ્તાર એવા ઉમરપાડા તાલુકામાં અદાણી ફાઉન્ડેશન દ્વારા 15 માર્ચથી 30 માર્ચ દરમિયાન ‘પોષણ પખવાડિયા’ની વ્યાપક અને અસરકારક ઉજવણી કરવામાં આવી હતી. આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ્ય આદિવાસી સમાજમાં માતા અને બાળકના આરોગ્યમાં ગુણાત્મક સુધારો લાવી, કુપોષણમુક્ત સમાજનું નિર્માણ કરવાનો રહ્યો છે. વૈવિધ્યસભર કાર્યક્રમો દ્વારા જનજાગૃતિ આ પખવાડિયા દરમિયાન ઉમરપાડાના દુર્ગમ ગામડાઓમાં પરિવાર માર્ગદર્શન, સમૂહ ચર્ચા અને પૌષ્ટિક વાનગીઓના પ્રદર્શન જેવા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્થાનિક આદિવાસી સંસ્કૃતિ અને પરંપરાગત ભોજન પદ્ધતિને ધ્યાનમાં રાખીને ગર્ભવતી મહિલાઓ, ધાત્રી માતાઓ અને કિશોરીઓને સંતુલિત આહાર અંગેનું પ્રાયોગિક માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સુપોષણ સંગિનીઓનો પાયાનો ફાળો આ મિશનની સફળતામાં ‘સુપોષણ સંગિનીઓ’ એ અત્યંત મહત્વની ભૂમિકા ભજવી છે. આ તાલીમબદ્ધ મહિલાઓએ ગામે-ગામ અને ઘરે-ઘરે જઈને સરળ આદિવાસી બોલીમાં પોષણ અને સ્વચ્છતાનો સંદેશ પહોંચાડ્યો છે. સરકારના ICDS વિભાગના સહયોગથી આ આંદોલને ગ્રામ્ય સ્તરે વ્યાપક સ્વરૂપ ધારણ કર્યું છે. સશક્ત સમાજ નિર્માણનો લક્ષ્યાંક અદાણી ફાઉન્ડેશનના પ્રતિનિધિઓના જણાવ્યા અનુસાર, આ માત્ર એક ઔપચારિક ઉજવણી નથી પરંતુ અંતરિયાળ વિસ્તારોમાં આરોગ્યપ્રદ જીવનશૈલી માટેનું એક જન-આંદોલન છે. આ પહેલ દ્વારા લોકોમાં પૌષ્ટિક આહાર, સ્વચ્છતા અને આરોગ્ય પ્રત્યે સકારાત્મક દ્રષ્ટિકોણ કેળવવાના પ્રયાસો કરાયા છે. આ ઉમદા કાર્યથી ઉમરપાડાના છેવાડાના નબળા વર્ગોમાં પોષણ સ્તર સુધરશે અને એક સશક્ત આદિવાસી સમાજનું નિર્માણ થશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    લીંબડીમાં બાહુજીન સ્વામીનું અનોખું દેરાસર:વિશ્વનું એકમાત્ર, 140 વર્ષ જૂનું; 112 ભગવાનનો પરિવાર
    Next Article
    રેલવેની સુરક્ષામાં હવે 'કવચ'નો સુરક્ષાચક્ર:વડોદરા-નાગદા રૂટ પર 224 કિમીમાં અકસ્માત રોકતી અત્યાધુનિક સ્વદેશી ટેકનોલોજી કાર્યરત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment