Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    લીંબડીમાં બાહુજીન સ્વામીનું અનોખું દેરાસર:વિશ્વનું એકમાત્ર, 140 વર્ષ જૂનું; 112 ભગવાનનો પરિવાર

    11 hours ago

    મહાવીર જયંતિના પવિત્ર અવસરે, લીંબડી ખાતે આવેલું બાહુજીન સ્વામીનું દેરાસર વિશેષ મહત્વ ધરાવે છે. આખા વિશ્વમાં બાહુજીન સ્વામી મૂળનાયક તરીકે બિરાજમાન હોય તેવું આ એકમાત્ર દેરાસર છે. આ દેરાસર 140 વર્ષ જૂનું છે. આ પ્રાચીન દેરાસરમાં ભગવાન મહાવીર સ્વામીની મૂર્તિ પણ એટલી જ જૂની છે. હાલમાં, આ દેરાસરમાં કુલ 112 ભગવાનનો પરિવાર બિરાજમાન છે, જે ભક્તો માટે આસ્થાનું કેન્દ્ર છે. આ દેરાસર સ્થાનકવાસી પરંપરાના લીંબડી અજરામાર સંપ્રદાયનું મુખ્ય મથક (હેડક્વાર્ટર) છે. આ સ્થળ 'અજરામાર ગાદી' તરીકે પણ પ્રખ્યાત છે, જ્યાં દરરોજ સેંકડો યાત્રિકો દર્શન કરવા આવે છે. અજરામાર સંપ્રદાયના ભક્તો સમગ્ર ગુજરાતમાં ફેલાયેલા છે, પરંતુ ખાસ કરીને કચ્છના વાગડ, કંઠી અને ઝાલાવાડ પ્રદેશના શ્રાવકોની સંખ્યા અહીં વધુ જોવા મળે છે. વર્તમાનમાં, આચાર્ય ભગવંત ભાવચંદ્રજી સ્વામી આ સંપ્રદાયના ગચ્છાધિપતિ છે. આ અંગે દર્શનચંદ્રજી સ્વામીએ જણાવ્યું હતું કે, આજે મહાવીર જયંતિ નથી, પણ મહાવીર જન્મ કલ્યાણક છે, એટલે કે પ્રભુનો જન્મ થાયને, એ તહેવાર તરીકે કે બર્થડે તરીકે કે જન્મ જયંતિ તરીકે નથી ઉજવાતો, એનો સાચો શબ્દ કલ્યાણક છે, કારણ કે એમના જન્મ હોય, ચવન હોય, દિક્ષા હોય, કેવલ જ્ઞાન હોય કે, નિર્વાણ હોય એ આખા સંસાર માટે કલ્યાણ સ્વરૂપ છે, સંસારના તમામ જીવો માટે કલ્યાણ સ્વરૂપ છે. એટલે એમનો જન્મ કલ્યાણક હોય, એટલે ચૈત્ર સુદ-13ના દિવસે ચરમ તીર્થંકર શ્રમણ ભગવાન મહાવીર સ્વામીનો જન્મ કલ્યાણકનો દિવસ અને પ્રભુનો જન્મ ભારતની આ ભૂમિ પર કે, જે મહાવીરની ભૂમિ છે, અને એમના શાસનમાં જન્મેલા આપણે બધા જ ગર્વ થાય કહેવાનું કે, અમે મહાવીરના વંશમાં, શ્રવણ પરંપરામાં અમે દિક્ષા લીધી છે, એ મહાવીર જયારે આપણે આજની તારીખમાં જોઈએ છીએ કે, હાલમાં જયારે આખુ વિશ્વ એકબીજા સાથે લડી રહ્યું હોય, ત્યારે એવો ભાવ થાય કે, ભગવાને કહેલી એક વાત પણ જો કોઈ સ્વીકારી લેને કે,એક વાતનો પણ જો અમલ કરી લેને તો આખા વિશ્વની શાંતિ એમ કહીએ ને કે એક મિનિટ જ દૂર હોય. પછી ભગવાને અહિંસાનો શબ્દ આપ્યો હોય તો પણ ભલે, ભગવાને અપરિગ્રહનો સંદેશ આપ્યો હોય તો પણ ભલે, ભગવાને અનેકાંતવાદની વાત કરી હોય, ભગવાને આપેલું જન્મથી કરીને ભગવાનના નિર્વાણ સુધીમાં ભગવાને આપણને કેટલી બધી વસ્તુઓ શીખવાડી હશે, એમાંથી કોઈ એક વસ્તુ આપણે ગ્રહણ કરી લઈએ ને તો અનેકાંતવાદનો સિદ્ધાંત કદાચ ક્યારેક અભ્યાસ કરવાનો અવસર મળે અને વિશ્વના નેતાઓને આ અનેકાંતવાદની જો કોઈ એક વાત હૃદયમાં સ્પર્શી જાયને વિશ્વ શાંતિ જાણે આપણા હથેળીમાં છે, અને એ અનેકાંતવાદનો સિદ્ધાંત આપનારા જો કોઈ હોય તો એ ભગવાન મહાવીર સ્વામી છે, અને એમના સિદ્ધાંતો આજથી અઢી ત્રણ હજાર વર્ષો પહેલા ભગવાન થયા છતાં પણ આજની તારીખે પણ એટલા જ એપ્લિકેબલ છે, આજની તારીખે પણ એટલા જ વેલીડ છે, આજની તારીખમાં પણ એટલા જ ઈમ્પ્લીટેબલ છે, આજની તારીખમાં પણ એટલા જ લોજીકલ પણ છે, આજની તારીખમાં પણ એટલા જ સાયન્ટીફિકલ પણ છે. એટલે ભગવાન મહાવીર એક વ્યક્તિત્વ છે, ભગવાન મહાવીર એક વિચાર છે, ભગવાન મહાવીર એક સંસ્કાર છે, ભગવાન મહાવીર એક પરંપરા છે, અને એમનો જન્મ કલ્યાણકનો દિવસ આપણા બધા જ માટે આપણા દુર્ગુણો દૂર થાય અને આપણા જીવનમાં એમનો એક ગુણ આવી જાય, એમના જીવનનો એક સંદેશ આપણા જીવનને સ્પર્શી જાય એજ મંગલ ભાવના. જયારે આ અંગે લીંબડી આણંદજી કલ્યાણજી પેઢીના ટ્રસ્ટી કમલેશભાઈ શાહ જણાવે છે કે, અત્યારે લીંબડી ખાતેના આ દેરાસર 140 વર્ષ જૂનું દેરાસર છે, અને આ તીર્થંકર તરીકે જ છે, અને અહીં મુળનાયક તરીકે બાહુજીન સ્વામી છે, જે 20 વિહરમાનમાં ત્રીજા નંબરના છે, એ અહીં બિરાજમાન છે, આખા વિશ્વમાં આ બાહુજીન સ્વામી મૂળનાયક તરીકે હોય એવુ આ લીંબડી ખાતે એક જ દેરાસર છે, અહીં મહાવીર સ્વામિની મૂર્તિ પણ એટલી જ પ્રાચીન છે. આ દેરાસરમાં અત્યારે કુલ 112 ભગવાનનો પરિવાર છે, જે ધરતીકંપ પછી જીર્ણોદ્ધાર કરીને નવેસરથી પુન: નિર્મિત કરીને એની પુન: પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. આ અંગે અજરામાર સંપ્રદાયના ભરતભાઈ ડેલીવાળાએ જણાવ્યું હતું કે, આ સ્થળ પ્રભુ મહાવીરના શાસનમાં ચાર ફીરકાઓ છે, સ્થાનકવાસી, મૂર્તિપૂજક, દિગંબર અને તેરાપંથી, એ પૈકી સ્થાનકવાસીમાં ગુજરાતમાં 12 સંપ્રદાયો છે, એ પૈકીનો લીંબડી અજરામાર સંપ્રદાયનુ આ હેડક્વાર્ટર છે, આ જગ્યા અજરામાર ગાદી તરીકે પ્રખ્યાત છે, અહીં રોજ સેંકડો યાત્રિકો દર્શન કરવા આવે છે. ખાસ તો અજરામાર સંપ્રદાયમાં સારાય ગુજરાતના ભક્તો છે, પણ ખાસ વિશેષ કરીને કચ્છ વાગડ, કંઠી અને ઝાલાવાડના શ્રાવકો વધુ છે, અત્યારે વર્તમાનમાં આચાર્ય ભગવંત ભાવચંદ્રજી સ્વામી એ આના ગચ્છાધીપતી છે, અને આ તસ્વીર દેખાય છે, એ અજરામાર દાદાની છે, અને એવુ કહેવાય છે કે, અજરામાર દાદા એકાવતારી છે, જૈન પરિભાષામાં એકાવતારી એટલે જેનો એક જન્મ લેવાનો બાકી છે, અને ત્યાર પછી એ ભગવાન બની જશે, મોક્ષ બની જશે, અને જૈન માન્યતા પ્રમાણે મહાવિદય ક્ષેત્ર જ્યાં સીમંધર સ્વામી બિરાજે છે, ત્યા આ અજરામાર દાદા જન્મ લેશે અને મોક્ષ પામશે અને ભગવાન બની જશે.
    Click here to Read More
    Previous Article
    પુણાગામની નાલંદા વિદ્યાલયમાં આનંદ મેળો:તારક મહેતા ફેમ પિન્કુની પ્રેરક ઉપસ્થિતિ વચ્ચે 15,000 થી વધુ લોકો ઉમટ્યા
    Next Article
    ઉમરપાડાના આદિવાસી વિસ્તારોમાં પોષણનું જન-આંદોલન:સુપોષણ સંગિનીઓએ ઘરે-ઘરે જઈ પૌષ્ટિક આહાર અને સ્વચ્છતા અંગે આદિવાસીઓને જાગૃત કર્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment