Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સૌરાષ્ટ્ર સમાચાર બ્રેકિંગ:પાકિસ્તાને નકારેલું શિપ અલંગમાં પધરાવાશે!

    15 hours ago

    અલંગ શિપ રીસાયકલિંગ યાર્ડના તમામ શિપ બ્રેકરો અને બંને સરકારના સંયુક્ત પ્રયાસોથી પર્યાવરણ, સુરક્ષા અને આંતરરાષ્ટ્રીય માપદંડોના ક્ષેત્રે અલંગ છેલ્લા 1 દસકાથી વિશ્વમાં સુવિધાઓ, સલામતી, પર્યાવરણલક્ષી શિપ બ્રેકિંગની બાબતમાં વિશ્વમાં પ્રથમ હરોળમાં કાર્યરત છે. જ્યારે પાકિસ્તાન અને બાંગ્લાદેશ તદ્દન પછાત અવસ્થામાં, બિનનિયંત્રિત, પર્યાવરણ, સુરક્ષાના નિયમોનો છેદ ઉડાડીને કામ કરી રહેલા શિપ બ્રેકિંગ દેશોની યાદીમાં યાદ કરવામાં આવે છે. પાકિસ્તાન દ્વારા નકારી કાઢવામાં આવેલું એક મોટું ઓઇલ ટેન્કર શિપ અલંગમાં ભંગાણાર્થે આવી રહ્યું હોવાની બાબતોથી એજન્સીઓના કાન ચમક્યા છે. વર્ષ 2001મા નિર્માણ પામેલ સેરેસ-1 જહાજનું નામ અને ફ્લેગ બદલી અને તેને માલી નામથી ઓળખવામાં આવ્યુ હતુ. લાંબા સમયથી પાકિસ્તાનમાં હોવાને કારણે તેને સ્થાનિક શિપ બ્રેકરોની સવલતોને ત્યાં ભંગાણાર્થે પધરાવી દેવા પ્રયત્ન કરવામાં આવ્યા હતા પરંતુ પાકિસ્તાન જેવા નિયમોના અલ્પ પાલન માટે કુખ્યાત દેશ દ્વારા પણ તેને નકારી કાઢવામાં આવ્ય હતુ અને બાદમાં તેને અલંગમાં વેચવામાં આવ્યુ હોવાની હિલચાલને કારણે ભારતની એજન્સીઓના કાન ચમક્યા છે, અને તેના અંગે તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. જુલાઇ-2024માં સિંગાપોર નજીક સેરેસ-1 અને હાફનિયા નાઇલ નામના બે શિપ અથડાયા હતા અને તેમાં આગ ફાટી નિકળી હતી. સેરેસ-1 ઘટના સ્થળથી ભાગી નિકળ્યુ હતુ અને તેની ટ્રેકિંગ સીસ્ટમ પણ બંધ કરી દીધી હતી, બાદમાં કોસ્ટગાર્ડ દ્વારા તેને આંતરવામાં આવ્યુ હતુ અને સલામત એન્કરેજ પર લઇ આવ્યા હતા. ડિસેમ્બર-2024માં સેરેસ-1 શિપ વેનેઝુએલા અને ઇરાનના પ્રતિબંધિત ક્રુડ ઓઇલના માલ પરિવહનમાં સામેલ હતુ તેથી અમેરિકાની ઓફિસ ઓફ ફોરેન એસેટ કન્ટ્રોલ દ્વારા તેના પર પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો. અકસ્માત બાદ તેને પાકિસ્તાનના કરાચી ખાતે લઇ જવામાં આવ્યુ હતુ. પ્રતિબંધિત જહાજો અંગે સરકાર અવઢવમાં અમેરિકાની ઓફિસ ઓફ ફોરેન એસેટ કન્ટ્રોલ (ઓફેક) દ્વારા પ્રતિબંધ મુકાયેલા જહાજોની સંખ્યા વિશ્વમાં વિશેષ છે અને સતત વધતી જાય છે. આવા જહાજોને મર્યાદિત માલ પરિવહન વ્યવસાય મળે છે, અને તેનો નિભાવ ખર્ચ વધી રહ્યો હોવાથી જહાજ માલીકો તેને ભંગાણાર્થે મોકલવા માટેનો વિકલ્પ વધુ પસંદ કરે છે. દક્ષિણ એશિયામાં અલંગ સિવાયના સ્થળો હજુસુધી આવા શિપને મંજૂરી આપતા નથી, ભારતના અલંગમાં આવા શિપ ભંગાણાર્થે લાવવાની વિશાળ તકો છે, પરંતુ સરકારે તેના માટે સ્પષ્ટ અને પારદર્શક નિયમો બનાવવાની આવશ્યક્તા છે. હાલ આવા શિપ અલંગમાં આવે તો છે પરંતુ બેંક દ્વારા તેના માટે લોન આપવામાં આવતી નથી.
    Click here to Read More
    Previous Article
    તબીબોની માનસિક સુખાકારી માટે ગ્રેટિટ્યુડ જર્નલનું લોન્ચિંગ:45થી 56% પીજી રેસિડેન્ટ ડોકટર અનુભવે છે ડિપ્રેશન
    Next Article
    વૈકલ્પિક વ્યવસ્થા:ગેસ જોડાણ મફત આપવાની વાતો વહેતી થતાં ગેસ ઓફિસે ટોળાં જામ્યાં, એક જ દિવસમાં 400 અરજી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment