Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    તબીબોની માનસિક સુખાકારી માટે ગ્રેટિટ્યુડ જર્નલનું લોન્ચિંગ:45થી 56% પીજી રેસિડેન્ટ ડોકટર અનુભવે છે ડિપ્રેશન

    13 hours ago

    ​મેડિકલ ટ્રેનિંગ દરમિયાન જોવા મળતા માનસિક તણાવ અને કામના અત્યંત ભારણને પહોંચી વળવા માટે, ભાવનગરની ગવર્નમેન્ટ મેડિકલ કોલેજ (GMC) દ્વારા મેડિકલ વિદ્યાર્થીઓ અને રેસિડેન્ટ ડોક્ટરો માટે એક માળખાગત 'ગ્રેટીટ્યુડ જર્નલ' (કૃતજ્ઞતા ડાયરી) સત્તાવાર રીતે લોન્ચ કરવામાં આવ્યું હતું, જે આરોગ્ય કર્મચારીઓની માનસિક સુખાકારીને પ્રાધાન્ય આપવાની સંસ્થાની પ્રતિબદ્ધતા દર્શાવે છે. ભારતમાં મેડિકલ પ્રોફેશનલ્સ માટે આ એક ગંભીર સમય છે, જ્યાં સંશોધનો સૂચવે છે કે આશરે 45% થી 56 % જેટલા પોસ્ટગ્રેજ્યુએટ રેસિડેન્ટ્સ નોંધપાત્ર માનસિક થાક (Burnout) અને ડિપ્રેશનના લક્ષણો અનુભવે છે. અહેવાલો મુજબ, લાંબા કામના કલાકો, રાત્રિની ફરજો અને પૂરતી ઊંઘનો અભાવ આ માનસિક તણાવના મુખ્ય કારણો છે. GMC ભાવનગરની આ 'ગ્રેટીટ્યુડ જર્નલ' મનોવૈજ્ઞાનિક માળખા પર તૈયાર કરવામાં આવી છે. વૈજ્ઞાનિક પુરાવા દર્શાવે છે કે દરરોજ કૃતજ્ઞતા વ્યક્ત કરવાની પ્રેક્ટિસ મગજમાં ડોપામાઇન અને સેરોટોનિન જેવા ન્યુરોટ્રાન્સમીટર મુક્ત કરે છે, જે મૂડ સુધારવા અને તણાવ ઘટાડવા માટે અત્યંત આવશ્યક છે. દિવસ દરમિયાન બનેલી હકારાત્મક ઘટનાઓ પર ધ્યાન કેન્દ્રીત કરવાથી તબીબોની માનસિક સ્થિતિસ્થાપકતા વધે છે. જર્નલની મુખ્ય વિશેષતાઓ આ જર્નલ રેસિડેન્ટ ડોક્ટરોના વ્યસ્ત શિડ્યુલને ધ્યાનમાં રાખીને 'માઈક્રો-રિટ્યુઅલ્સ' (નાની વિધિઓ) તરીકે તૈયાર કરવામાં આવી છે સવારનું હકારાત્મક ફ્રેમિંગ: દિવસની શરૂઆતમાં કોઈ એક સાથીદાર અથવા સાધન માટે કૃતજ્ઞતા વ્યક્ત કરવી. સાંજનું "થ્રી ગુડ થિંગ્સ" (ત્રણ સારી બાબતો): દિવસની ક્લિનિકલ પડકારો વચ્ચે બનેલી ત્રણ હકારાત્મક બાબતોની નોંધ લેવી. ​વિષય આધારિત સૂચનો: દર્દીઓ સાથેની સારી વાતચીત અને સાથી તબીબોના સહકારને ઓળખવા માટેના વિશેષ વિભાગો. ક્લિનિકલ તણાવ સામે લડવા માટે સબળ સાધન આ પ્રસંગે સંસ્થાના ડીન ડો. ચિન્મય શાહે જણાવ્યું હતું કે, "મેડિકલ શિક્ષણ પડકારજનક છે અને અમારા વિદ્યાર્થીઓ અમારી તાકાત છે. આ જર્નલ દ્વારા અમે તેઓને ક્લિનિકલ તણાવ સામે લડવા માટે એક સબળ સાધન પૂરું પાડવા માંગીએ છીએ". મેડિકલ સુપરિન્ટેન્ડેન્ટ અને મનોચિકિત્સા નિષ્ણાત ડો. અશોક વાલાએ ઉમેર્યું હતું કે તબીબોનું સારું માનસિક સ્વાસ્થ્ય દર્દીઓની સારવારની ગુણવત્તામાં પણ સુધારો કરે છે. આ ગ્રેટીટ્યુડ જર્નલ હાલમાં 2020 બેચના ઇન્ટર્ન ડોક્ટરો અને તમામ રેસિડેન્ટ્સને વિતરણ કરવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    આજે છેલ્લા કરદાતા સુધી કેશ બારી શરૂ રહેશે:આજે મિલકત વેરો ભરવાનો છેલ્લો દિવસ
    Next Article
    સૌરાષ્ટ્ર સમાચાર બ્રેકિંગ:પાકિસ્તાને નકારેલું શિપ અલંગમાં પધરાવાશે!

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment