Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    આજે છેલ્લા કરદાતા સુધી કેશ બારી શરૂ રહેશે:આજે મિલકત વેરો ભરવાનો છેલ્લો દિવસ

    12 hours ago

    ભાવનગર કોર્પોરેશન દ્વારા હાલમાં તમામ કામ પડતા મૂકી દરેક વિભાગને મિલકત વેરાની વસુલાતમાં જોડવામાં આવ્યા છે. વેરો ભરવામાં આવતીકાલ 31 માર્ચ અંતિમ દિવસ છે. ત્યારે 190 કરોડનો ટાર્ગેટ પૂરો કરવા આજે 181.40 કરોડ સુધી પહોંચી ગયા છે. આજે એક જ દિવસમાં 3.56 કરોડની ઘરવેરાની આવક થઈ છે. આજ સુધીમાં કુલ બે લાખ કરદાતાઓએ વેરો કર્યો છે. કોર્પોરેશનની આવકના મુખ્ય સ્ત્રોત મિલકત વેરાના ટાર્ગેટ સુધી પહોંચાડવા માટે છેલ્લા એક અઠવાડિયાથી તમામ વિભાગો દોડા દોડ કરી રહ્યા છે. આજે સોમવારે 1653 કરદાતાઓ દ્વારા 3.56 કરોડનો મિલકત વેરો ભરતા 181. 40 કરોડની આવક થવા પામી છે. આજે કુલ 53 મિલકતોને સીલ પણ કરવામાં આવેલી છે. કાર્પેટ એરિયા કર પદ્ધતિમાં 7.37 કરોડના રિબેટ સાથે કુલ 176.55 કરોડની આવક થઈ છે. તેમજ 4.85 કરોડની જૂની કરપદ્ધતિમાંથી આવક થઈ છે. 31 માર્ચના રોજ સવારે 10 થી બપોરે 2 અને સાંજના 3 કલાકથી વેરો ભરપાઈ કરનાર છેલ્લા કરદાતા સુધી કેશ બારી શરૂ રાખવામાં આવશે. રિકવરીમાં બેદરકારી, 25 અધિકારીઓને નોટિસ ભાવનગર કોર્પોરેશનમાં વેરા વસુલાતમાં જાગે ત્યારે ભાગની જેમ નાણાકીય વર્ષના અંતિમ દિવસોમાં હાફળા ફાફળા થઈ જાય છે. તમામ વિભાગોને રિકવરી માટે કામે લગાડ્યા છે. રજાના દિવસોમાં પણ અધિકારી કર્મચારીઓ પાસે રિકવરીની કામગીરી કરાવવામાં આવી રહી છે. તેમ છતાં પર્ફોમન્સ ગ્રાન્ટ મેળવવાના ટાર્ગેટ નજીક નહિ પહોંચતા હવે કોર્પોરેશન ઊંધે માથે થયું છે. ગૂગલ સીટ પર આંકડા નહિ ભર્યા હોવા તેમજ નબળી કામગીરી માટે તમામ 25 શાખા અધિકારીઓને નોટિસ આપવામાં આવી છે. આવતીકાલે અંતિમ દિવસ છે તે પૂર્વે અધિકારીઓને નોટિસ અપાતા તેની વિપરીત અસરને નકારી શકાય નહીં. ઘણા વિભાગોમાં રજાના દિવસે સારી કામગીરી કરી હોવા છતાં પણ તેઓને નોટિસ અપાતા નારાજગી પણ ફેલાયેલી છે. 3જીથી કેશ કલેક્શન, ઓનલાઇન પેમેન્ટ શરૂ થશે કોર્પોરેશન દ્વારા આગામી 1 અને 2એપ્રિલના રોજ મિલકતવેરાના સોફ્ટવેરનું મેન્ટેનન્સનું કામ હાથ ધરવામાં આવનાર હોવાથી મિલકત વેરો ભરવા માટેની કેશ કલેક્શન વિન્ડો તેમજ ઓનલાઇન પેમેન્ટની સુવિધા આ બંને દિવસો દરમિયાન બંધ રહેશે. તારીખ 3જી એપ્રિલના રોજથી સુવિધા રાબેતા મુજબ શરૂ કરવામાં આવશે. તદુપરાંત તારીખ 1લી એપ્રિલના રોજ કોર્પોરેશનના અન્ય તમામ સોફ્ટવેરનું પણ મેન્ટેનન્સનું કામ હાથ ધરવામાં આવનાર હોવાથી તમામ સોફ્ટવેર તેમજ ઓનલાઇન સુવિધાઓ તારીખ 1 એપ્રિલના રોજ બંધ રહેશે. સેન્ટ મેરી સ્કૂલે 1.34 કરોડ વેરો ભર્યો આજે સેન્ટ મેરી સ્કૂલના બાકી મિલકત વેરાના રૂ.1.34 કરોડની આવક થઈ છે. સેન્ટ મેરી સ્કૂલની બાકી મિલકત વેરા બાબતે કોર્ટમાં કેસ ચાલતો હતો. અંતે વિભાગ દ્વારા સમજાવટ કરતા સમાધાનકારી વલણ રાખી અને નિકાલ કરેલ છે. સેન્ટ મેરી સ્કૂલ દ્વારા તમામ બાકી વેરો 1.34 કરોડ ભરપાઈ કર્યો હતો.
    Click here to Read More
    Previous Article
    કેન્દ્ર સરકાર દ્વારા ગ્રાન્ટની ફાળવણી:કોર્પો.ને પ્રથમવાર 105.56 કરોડની સ્પેશ્યલ આસિસ્ટન્સ ગ્રાન્ટ ફાળવાઇ
    Next Article
    તબીબોની માનસિક સુખાકારી માટે ગ્રેટિટ્યુડ જર્નલનું લોન્ચિંગ:45થી 56% પીજી રેસિડેન્ટ ડોકટર અનુભવે છે ડિપ્રેશન

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment