Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કેન્દ્ર સરકાર દ્વારા ગ્રાન્ટની ફાળવણી:કોર્પો.ને પ્રથમવાર 105.56 કરોડની સ્પેશ્યલ આસિસ્ટન્સ ગ્રાન્ટ ફાળવાઇ

    10 hours ago

    ભાવનગર કોર્પોરેશનને વિકાસ કામો માટે વર્ષ દરમિયાન જુદી જુદી રાજ્ય અને કેન્દ્ર સરકાર તરફથી ગ્રાન્ટ મળતી રહે છે પરંતુ પ્રથમવાર ભાવનગર કોર્પોરેશનને 105.56 કરોડની સ્પેશિયલ આસિસ્ટન્ટ ફોર કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ ગ્રાન્ટ મંજૂર કરવામાં આવી છે. ભાવનગર કોર્પોરેશન દ્વારા છેલ્લા થોડા વર્ષોથી શહેરમાં વિકાસ કામોના મોટા પ્રોજેક્ટ હાથમાં લીધા છે. ઘણા પૂર્ણ થવામાં છે તો ઘણા કાર્યરત છે. પરંતુ હજુ પણ વિકાસ કામોમાં ગ્રાન્ટની જરૂરિયાત હોય તો રાજ્ય સરકાર દ્વારા તમામ કોર્પોરેશનને જણાવતા ભાવનગર કોર્પોરેશન દ્વારા પણ આગામી દિવસોમાં નવા વિકાસ પ્રોજેક્ટ સરકારમાં મૂક્યા હતા. ભાવનગર કોર્પોરેશન દ્વારા આગામી દિવસોમાં મોટા પ્રોજેક્ટ માટે ગ્રાન્ટની આવશ્યકતા દેખાડતા અને વર્ષ દરમિયાન કરેલી વિકાસની કામગીરીઓ પણ રજૂ કરતા સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ ખાસ કિસ્સામાં આઠ મહાનગરપાલિકાને 1321 કરોડ ફાળવવામાં આવ્યા છે. જે પૈકી ભાવનગર કોર્પોરેશનને 105.56 કરોડની ફાળવણી સ્પેશિયલ આસિસ્ટન્સ ફોર કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ અંતર્ગત મંજુર કરવામાં આવ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ગત વર્ષે ભાવનગર કોર્પોરેશનને 22.75 કરોડની સ્પેશિયલ આસિસ્ટન્સ ગ્રાન્ટ ફાળવવામાં આવી હતી. જ્યારે આ વખતે પ્રથમવાર ભાવનગર કોર્પોરેશનને આટલી મોટી રકમ 105.56 કરોડ ફાળવવામાં આવી છે. જામનગર, જુનાગઢ અને ગાંધીનગર કરતા પણ વધુ ભાવનગર કોર્પોરેશનને ગ્રાન્ટની રકમ ફાળવવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, અમદાવાદ, સુરત, રાજકોટ ત્યારબાદ ચોથા ક્રમે ભાવનગરને 105.56 કરોડની ફાળવણી કરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    Rajasthan Board RBSE 12th Result 2026 LIVE Updates: When and where to check RBSE Inter results today?
    Next Article
    આજે છેલ્લા કરદાતા સુધી કેશ બારી શરૂ રહેશે:આજે મિલકત વેરો ભરવાનો છેલ્લો દિવસ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment