Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જેશીંગપરા ખાતે સેવાસેતુ (શહેરી) કાર્યક્રમ યોજાયો:અમરેલીમાં 400થી વધુ લાભાર્થીઓએ સરકારી યોજનાઓનો લાભ અપાયો

    21 hours ago

    અમરેલી નગરપાલિકા દ્વારા જેશીંગપરા ખાતે આવેલ પટેલ વાડીમાં સેવાસેતુ કાર્યક્રમ (શહેરી)ના 12મા તબક્કાનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. નગરપાલિકા પ્રમુખ વૈશાલીબેન માંગરોળીયાના અધ્યક્ષસ્થાને કરવામાં આવ્યું હતું, જેનો મુખ્ય ઉદ્દેશ્ય સરકારના જુદા-જુદા 13 વિભાગોની 55 પ્રકારની સેવાઓની અરજીઓનો સ્થળ પર જ સવલતપૂર્વક નિકાલ કરવાનો હતો. આ સેવા સેતુ કાર્યક્રમમાં અમરેલી શહેરના નાગરિકોએ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહીને વિવિધ સરકારી સેવાઓનો લાભ લીધો હતો, જેમાં ગંગા સ્વરૂપા યોજના અને નિરાધાર વૃદ્ધ સહાય યોજના હેઠળના 18 લાભાર્થીઓને મહાનુભાવોના હસ્તે સ્થળ પર જ મંજૂરીના હુકમો એનાયત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત આવકના દાખલા, રેશનકાર્ડને લગતી સેવાઓ, જન્મ-મરણના પ્રમાણપત્રો અને આધારકાર્ડ જેવી પાયાની વહીવટી સેવાઓનો 400થી વધુ શહેરીજનોએ મહત્તમ લાભ મેળવ્યો હતો. આ તકે પાલિકાના કારોબારી ચેરમેન મૌલિકભાઈ ઉપાધ્યાય, વિજયભાઈ ચોટલીયા, ધર્મેશભાઈ અજાણી, ગિરીશભાઈ ત્રાપસીયા, પુનમબેન સાવલીયા, ભાવનાબેન દેસાઈ તેમજ પ્રાંત અધિકારી મામલતદાર, ચીફ ઓફિસર વિનોદ રાઠોડ વિગેરે ઉપસ્થિત રહ્યા હતા. જિલ્લા વિવિધ તાલુકામાં પણ સેવાસેતુ કાર્યક્રમ‎ અમરેલી શહેર ઉપરાંત જિલ્લા વિવિધ લાઠી, બાબરા, લીલીયા અને બગસરા તાલુકામાં પણ સેવાસેતુ કાર્યક્રમોનું આયોજન કરીને લોકોને ઘર આંગણે જ સરકારી સેવાના લાભો આપવામાં આવે છે. મીની સરકારી ઓફિસ ઉભી કરી સેવાના લાભો અપાયા.
    Click here to Read More
    Previous Article
    ભાસ્કર એનાલિસિસ‎:માસિક 1,700 કરોડના UPI વ્યવહાર, 96% નાના વેપારીઓને મુક્તિ છતાં મોટા વેપારીઓ-પેટ્રોલ પંપ સંચાલકોમાં ચિંતા
    Next Article
    સાવરકુંડલા તાલુકામાં અડધી કલાક સુધી ઝરમર વરસાદ‎:પાકને જરૂર છે તેવા સમયે જ જિલ્લાના અનેક વિસ્તારમાં ધીમીધારે વરસાદ: કપાસ, મગફળીને હજુ પણ પાણીની ઘટ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment