Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સાવરકુંડલા તાલુકામાં અડધી કલાક સુધી ઝરમર વરસાદ‎:પાકને જરૂર છે તેવા સમયે જ જિલ્લાના અનેક વિસ્તારમાં ધીમીધારે વરસાદ: કપાસ, મગફળીને હજુ પણ પાણીની ઘટ

    21 hours ago

    અમરેલી જિલ્લામાં ચાલુ ચોમાસામાં વરસાદની ઘટ છે અને ચોમાસાંએ લગભગ વિદાય લઈ લીધી હોય તેવી સ્થિતિ વચ્ચે હાથીયા નક્ષત્રમાં ફરી એકવાર વરસાદના મંડાણ થયા છે. આજે અમરેલી જિલ્લાના અનેક વિસ્તારમાં ધીમીધારે વરસાદ વરસ્યો હતો. આગામી બે દિવસમાં સાર્વત્રિક વરસાદ થાય તેવી ખેડૂતો આશા રાખી રહ્યા છે. અમરેલી જિલ્લામાં કપાસ અને મગફળીનો પાક અધુરા વરસાદ સાથે ઉભો છે. પીયતની સગવડતાવાળા ખેડૂતો ગમે તેમ કરીને પાકને પાણી પાઈ રહ્યા છે. પરંતુ આ પાણી કુદરત સચરાચર વરસાદ વરસાવે તેની તોલે ન આવી શકે. હવે હાથીયા નક્ષત્રનો આરંભ થયો છે. ત્યારે ખેડૂતો હાથીયો સુંઢ ફેરવે અને ધરતીને તરબતર કરી દે તેવો વરસાદ વરસી જાય તેવી આશા રાખીને બેઠા છે. હાલમાં કંઈક એવો જ વરસાદી માહોલ જામ્યો છે. આજે ધારી, બગસરા અને સાવરકુંડલા તાલુકામાં લાંબા સમયબાદ ફરી મેઘ સવારીનું આગમન થયું હતું. સાવરકુંડલા તાલુકામાં ઢળતી સાંજે અડધી કલાક સુધી ધીમીધારે વરસાદ વરસ્યો હતો. બગસરામાં ઝાપટાસ્વરૂપે 2 મીમી વરસાદ નોંધાયો હતો. જ્યારે ધારી તાલુકામાં સરસીયા, ગોપાલગ્રામ, ખીચા, મોણવેલ, ચલાલા, મોરજર વિગેરે ગામમાં પણ મેઘ સવારી આવી પહોંચી હતી. આ વિસ્તારના અનેક ગામોમાં વાડી ખેતરોમાંથી પાણી વહી જાય તેવો વરસાદ વરસ્યો હતો. આગામી બે દિવસમાં સાર્વત્રિક વરસાદની ખેડૂતને આશા છે. સાવરકુંડલા તાલુકામાં અડધી કલાક સુધી ઝરમર વરસાદ‎ બગસરા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં મેઘ સવારી બુધવારે બગસરા શહેરમાં માત્ર ઝાપટું વરસ્યુ હતું. જ્યારે બગસરા તાલુકાના લુંધીયા, ઝાંઝરીયા, સમઢીયાળા વિગેરે ગામમાં પણ ખેતી માટે ઉપકારણ વરસાદ વરસ્યો હતો. રાજુલા તાલુકામાં સીઝનનો જિલ્લામાં સૌથી વધુ વરસાદ જિલ્લામાં ચાલુ ચોમાસાંમાં સીઝનનો સૌથી વધુ વરસાદ રાજુલા તાલુકામાં 35.5 ઈંચ નોંધાયો છે. જ્યારે સૌથી ઓછો વરસાદ બાબરા તાલુકામાં 19 ઈંચ નોંધાયો છે. વડીયા તાલુકામાં અત્યાર સુધીમાં 28 ઈંચ વરસાદ થયો છે.
    Click here to Read More
    Previous Article
    જેશીંગપરા ખાતે સેવાસેતુ (શહેરી) કાર્યક્રમ યોજાયો:અમરેલીમાં 400થી વધુ લાભાર્થીઓએ સરકારી યોજનાઓનો લાભ અપાયો
    Next Article
    વન વિભાગની રેસ્ક્યુ ટીમે દોરડા નાખી સિંહણનો જીવ બચાવ્યો:ધારીના દહિડામાં શિકાર પાછળ દોડેલી સિંહણ અકસ્માતે કુવામાં ખાબકી પડી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment