Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાસ્કર એનાલિસિસ‎:માસિક 1,700 કરોડના UPI વ્યવહાર, 96% નાના વેપારીઓને મુક્તિ છતાં મોટા વેપારીઓ-પેટ્રોલ પંપ સંચાલકોમાં ચિંતા

    21 hours ago

    વલસાડ ₹2,000થી વધુના યુપીઆઈ પર્સન-ટુ-મર્ચન્ટ (P2M) વ્યવહારો પર મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ (MDR) લાદવાની દરખાસ્તથી વલસાડ જિલ્લાના વેપાર-વાણિજ્ય ક્ષેત્રમાં ચિંતા ઊભી થઈ છે. દરખાસ્ત મુજબ ₹2,000થી વધુના વ્યવહારો પર 0.4% MDR લાગુ થવાનો ઉલ્લેખ છે અને 15 ઓક્ટોબરથી અમલની દરખાસ્ત છે. નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (NPCI) અને સ્ટેટ લેવલ બેંકર્સ કમિટી (SLBC) ગુજરાતના આંકડાકીય વિશ્લેષણ મુજબ વલસાડ જિલ્લામાં દર મહિને સરેરાશ 1.35 કરોડ UPI વ્યવહારો મારફતે ₹1,700 કરોડની ચૂકવણી થાય છે. કુલ UPI વ્યવહાર મૂલ્યમાંથી આશરે 30% એટલે કે ₹510 કરોડ P2M વ્યવહારો છે. તેમાંથી આશરે 21% એટલે કે ₹357 કરોડના વ્યવહારો ₹2,000થી વધુ મૂલ્યના હોવાનું અનુમાન છે. જોકે, માસિક ₹1 લાખથી ઓછું ડિજિટલ કલેક્શન ધરાવતા નાના વેપારીઓને મુક્તિની જોગવાઈને કારણે ખરેખર ચાર્જના દાયરામાં આવતું વ્યવહાર મૂલ્ય ઘટીને આશરે ₹239 કરોડ માસિક રહે છે. વલસાડની UPI વ્યવહારની સ્થિતિ ગ્રાહકો પર સીધી અસર કેટલી? ₹2,000થી વધુની UPI પેમેન્ટ પર MDR લાગુ થાય તો તેનો સીધો બોજ વેપારી પર રહેશે કે ગ્રાહક પાસેથી વસૂલાશે તે અંગે વેપારીઓમાં ચર્ચા છે. ખાસ કરીને પેટ્રોલ પંપ, હોટેલ-રેસ્ટોરન્ટ, મેડિકલ, ઇલેક્ટ્રોનિક્સ અને જથ્થાબંધ ખરીદી જેવા ક્ષેત્રોમાં ₹2,000થી વધુની ડિજિટલ ચૂકવણી સામાન્ય છે. જો વેપારી આ ખર્ચ ગ્રાહક પાસેથી વસૂલે તો ડિજિટલ પેમેન્ટ મોંઘું પડી શકે છે, જ્યારે ખર્ચ પોતે ભોગવે તો વેપારીના નફાના માર્જિન પર અસર થઈ શકે છે. જોકે MDR વસૂલવાની ચોક્કસ વ્યવસ્થા અને તેનો ગ્રાહકો પર સીધો ચાર્જ લાગશે કે નહીં તે અંગે અંતિમ સ્પષ્ટતા મહત્વની રહેશે. ઓછા નફાના માર્જિનવાળા વેપારમાં અસર વાપી GIDCના ઔદ્યોગિક ક્લસ્ટર તેમજ વલસાડના જથ્થાબંધ અનાજ-કરિયાણા બજારમાં મોટા મૂલ્યના ડિજિટલ વ્યવહારો સામાન્ય છે. આવા B2B અને P2M વ્યવહારોમાં વેપારીઓનો નફો ઘણી વખત 1%થી 3% જેટલો રહે છે. તેથી ₹5,000થી ₹50,000ના વ્યવહાર પર MDR લાગુ થાય તો વેપારીઓના નફા પર સીધી અસર થઈ શકે છે. માસિક ₹1 લાખથી વધુનું ડિજિટલ કલેક્શન ધરાવતા મોટા વેપારીઓ અને MSME એકમો માટે આ વધારાનો ખર્ચ મહત્વનો બની શકે છે. કેટલાક વેપારીઓ આ ખર્ચ ગ્રાહકો સુધી પહોંચાડે તેવી શક્યતા છે, જ્યારે કેટલાક વેપારીઓ રોકડ અથવા અન્ય ચુકવણી માધ્યમ તરફ વળે તેવી પણ શક્યતા વ્યક્ત થઈ રહી છે.
    Click here to Read More
    Previous Article
    વાલીઓમાં આક્રોશ‎:પારડી સાંઢપોર પ્રા. શાળામાં શિક્ષિકાએ છાત્રોને લાકડીથી ઢોર માર માર્યાનો આક્ષેપ
    Next Article
    જેશીંગપરા ખાતે સેવાસેતુ (શહેરી) કાર્યક્રમ યોજાયો:અમરેલીમાં 400થી વધુ લાભાર્થીઓએ સરકારી યોજનાઓનો લાભ અપાયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment