Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વાલીઓમાં આક્રોશ‎:પારડી સાંઢપોર પ્રા. શાળામાં શિક્ષિકાએ છાત્રોને લાકડીથી ઢોર માર માર્યાનો આક્ષેપ

    22 hours ago

    વલસાડ તાલુકાના પારડી સાંઢપોર ગામની પ્રાથમિક શાળામાં બુધવારે એક સનસનાટીભરી ઘટના સામે આવી છે. શાળાના શિક્ષિકા ભારતીબેન પર વિદ્યાર્થીઓને લાકડી વડે નિર્દયતાથી માર મારવાનો ગંભીર આક્ષેપ થયો છે. આ બનાવની જાણ થતાં જ રોષે ભરાયેલા વાલીઓ મોટી સંખ્યામાં શાળા પરિસરમાં ભેગા થઈ ગયા હતા અને ભારે હોબાળો મચાવ્યો હતો.વાલીઓના જણાવ્યા અનુસાર, શિક્ષિકા ભારતીબેને કેટલાક વિદ્યાર્થીઓને લાકડીથી પીઠ, પગ તથા શરીરના અન્ય ભાગો પર ઢોર માર માર્યો હતો. બાળકોએ ઘરે જઈને આપવીતી જણાવતા વાલીઓમાં આક્રોશ વ્યાપ્યો હતો. મામલો વધુ ગરમાતાં ઈમરજન્સી સર્વિસ 112 અને વલસાડ સિટી પોલીસની ટીમ તાત્કાલિક શાળા ખાતે દોડી આવી હતી. ગામના સરપંચ ધર્મેશ પટેલ પણ સ્થળ પર પહોંચ્યા હતા. પોલીસે વાલીઓ, સરપંચ અને શાળાના આચાર્ય સાથે બેઠક કરી મામલો થાળે પાડવાનો પ્રયાસ કર્યો હતો. કાયદા હેઠળ શિક્ષા નહીં પણ ગંભીર ગુનો ​કાયદા મુજબ શાળામાં બાળકો પર શારીરિક કે માનસિક અત્યાચાર કરવો એ ગંભીર ગુનો છે. આરટીઈ એક્ટની કલમ 17 હેઠળ કોઈપણ પ્રકારની શારીરિક સજા પર સંપૂર્ણ પ્રતિબંધ છે, જ્યારે જુવેનાઈલ જસ્ટિસ એક્ટની કલમ 75 હેઠળ દોષિત શિક્ષકને 3 વર્ષ સુધીની કેદ અને દંડ થઈ શકે છે. મારઝૂડથી બાળકોમાં વિદ્યા આવવાને બદલે ભય, તણાવ અને શાળા પ્રત્યે નફરત જન્મે છે. શિક્ષકોએ સોટીનો સહારો લેવાને બદલે સંવેદનશીલતા, કાઉન્સેલિંગ અને પોઝિટિવ ડિસિપ્લિનથી શિસ્ત જાળવવી જોઈએ. તપાસ સમિતિની રચના કરી દેવાઇ ​સમગ્ર મામલે ઉચ્ચ કક્ષાએથી તપાસના આદેશ આપવામાં આવ્યા છે."આ ઘટનાની જાણ થતાં જ જિલ્લા પ્રાથમિક શિક્ષણ વિભાગ દ્વારા એક વિશેષ તપાસ ટીમની નિમણૂક કરવામાં આવી છે. આ ટીમ સમગ્ર બનાવની નિષ્પક્ષ તપાસ કરી પોતાનો અહેવાલ રજૂ કરશે. જો તપાસમાં શિક્ષિકાની ભૂલ કે ગુનો સાબિત થશે, તો તેમની સામે નિયમાનુસાર કડકમાં કડક કાર્યવાહી કરાશે.> અર્જુનભાઈ પટેલ (નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી, વલસાડ)
    Click here to Read More
    Previous Article
    રાષ્ટ્રીય સ્વૈચ્છિક રક્તદાન દિવસ:વલસાડ રક્તદાન કેન્દ્રમાં 18 શતક વીરોનું બહુમાન
    Next Article
    ભાસ્કર એનાલિસિસ‎:માસિક 1,700 કરોડના UPI વ્યવહાર, 96% નાના વેપારીઓને મુક્તિ છતાં મોટા વેપારીઓ-પેટ્રોલ પંપ સંચાલકોમાં ચિંતા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment