Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અકસ્માત:સોનગઢના ડોસવાડા નજીક રેલવે ટ્રેક પર એન્જિન અડફેટે વૃદ્ધનું મોત

    1 week ago

    સોનગઢ તાલુકાના ખાંજર ગામે વૃદ્ધનું ટ્રેનની અડફેટે આવતા મોત નીપજ્યું હતું. ખાંજર ગામે બંધારી ફળિયામાં રહેતા ગુલજીભાઈ ભુસરીયાભાઈ ગામીત (ઉ.વ. 70) ગત રાત્રે ગામમાં લગ્ન પ્રસંગમાં ગયા હતા. ત્યાંથી ચાલતા ચાલતા ડોસવાડા ગામ તરફ પહોંચ્યા હતા. રાત્રિના આશરે 12 વાગ્યાના અરસામાં, ડોસવાડા રેલવે ફાટક પાસે આવેલા એલ.એચ. એસ. 56 અંડર પાસ બ્રિજ પરથી પસાર થતી સુરત-ભુસાવલ અપ ટ્રેક પર થાંભલા નંબર 70/23 થી 70/21 વચ્ચે તેઓ ક્રોસ કરી રહ્યા હતા. તે દરમિયાન ત્યાંથી પસાર થઈ રહેલા એક ડીઝલ લાઈટ એન્જિનની અડફેટે ગુલજીભાઈ આવી ગયા હતા. આ અકસ્માત એટલો ભયાનક હતો કે વૃદ્ધનું માથું ધડથી અલગ થઈ ગયું હતું અને શરીરે ગંભીર ઈજાઓ પહોંચતા તેમનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. આ ઘટના અંગે મૃતકના પુત્ર સંતોષભાઈ ગુલજીભાઈ ગામીતે સોનગઢ પોલીસ સ્ટેશનમાં જાણ કરી હતી.
    Click here to Read More
    Previous Article
    ભાસ્કર એક્સક્લુસિવ:ઓઈલ કંપનીઓમાંથી ડામરનો સપ્લાય 25% થઈ જતાં હોટમિક્સ પ્લાન્ટ ઠપ, એક સપ્તાહથી રોડની કામગીરી બંધ
    Next Article
    કોંગ્રેસ અને ભાજપ વચ્ચે શાબ્દિક યુદ્ધ શરૂ:કચ્છમાં ઘોરાડ સંરક્ષણ મામલે રાજકારણ ગરમાયું: કેન્દ્રના દાવા સામે કોંગ્રેસનો કટાક્ષ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment