Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કોંગ્રેસ અને ભાજપ વચ્ચે શાબ્દિક યુદ્ધ શરૂ:કચ્છમાં ઘોરાડ સંરક્ષણ મામલે રાજકારણ ગરમાયું: કેન્દ્રના દાવા સામે કોંગ્રેસનો કટાક્ષ

    1 week ago

    કચ્છના ઘાસિયા મેદાનોમાં એક દાયકા બાદ લુપ્તપ્રાય ‘ગ્રેટ ઈન્ડિયન બસ્ટાર્ડ’ (ઘોરાડ) ના બચ્ચાનો જન્મ થયો છે. ‘જમ્પ-સ્ટાર્ટ’ નામની નવી સંરક્ષણ પદ્ધતિ દ્વારા આ ઐતિહાસિક સફળતા મળી છે. જોકે, આ સિદ્ધિનો શ્રેય લેવા મામલે હવે કોંગ્રેસ અને ભાજપ વચ્ચે શાબ્દિક યુદ્ધ શરૂ થયું છે. કેન્દ્રીય પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર યાદવે શનિવારે આ સફળતાની જાહેરાત કરતા જણાવ્યું હતું કે, “વર્ષ 2011 માં પીએમ નરેન્દ્ર મોદીએ ઘોરાડના સંરક્ષણ માટે જે વિઝન જોયું હતું, તેના ભાગરૂપે 2016 માં પ્રોજેક્ટ GIB લોન્ચ કરાયો હતો અને આજે ગુજરાતને એક દાયકા બાદ ઘોરાડનું બચ્ચું મળ્યું છે.” આ દાવા સામે પૂર્વ કેન્દ્રીય પર્યાવરણ મંત્રી જયરામ રમેશે કટાક્ષ કર્યો છે. રમેશે રવિવારે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને જણાવ્યું કે, “રાબેતા મુજબ આ પહેલનો બધો શ્રેય પીએમને આપવામાં આવી રહ્યો છે અને એવું દર્શાવાય છે કે આ વિચાર તેમને 2011 માં આવ્યો હતો. પરંતુ ઐતિહાસિક હકીકત એ છે કે 9 જૂન, 2010 ના રોજ મેં તત્કાલીન કેન્દ્રીય મંત્રી તરીકે ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી (નરેન્દ્ર મોદી) ને પત્ર લખીને કચ્છના ઘાસિયા મેદાનોમાં ઘોરાડને બચાવવા માટે તાત્કાલિક પગલાં લેવા વિનંતી કરી હતી. જયરામ રમેશે પોતાના પત્રનો હવાલો આપતા કહ્યું હતું કે, તેમણે પત્રમાં ગૌચરની જમીનને ખેતીમાં ફેરવાતી અટકાવવા અને નલિયા કન્ઝર્વેશન પ્રોજેક્ટને ટેકો આપવા અપીલ કરી હતી, અને ચેતવણી આપી હતી કે જો હસ્તક્ષેપ નહીં કરાય તો ગુજરાતમાંથી ઘોરાડ લુપ્ત થઈ જશે.
    Click here to Read More
    Previous Article
    અકસ્માત:સોનગઢના ડોસવાડા નજીક રેલવે ટ્રેક પર એન્જિન અડફેટે વૃદ્ધનું મોત
    Next Article
    પબ્લિક હેલ્થ લેબોરેટરીના રિપોર્ટ:સત્યવિજયનું ઊંધિયું, ખંડેલવાલની ચિક્કી સહિત પનીર, દૂધના 22 નમૂના સબ-સ્ટાન્ડર્ડ જાહેર થયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment