Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    હાઈકોર્ટે પોલીસ અધિકારીનો ઉધડો લીધો:શું પછાત વિસ્તારના લોકોને તમે માણસમાં ગણતા નથી?

    12 hours ago

    અરવલ્લીમાં રહેતા આરોપીની ધરપકડ બાદ તેનો 3 દિવસ બાદ મૃતદેહ મળી આવતા તેમના પરિવારે હાઈકોર્ટમાં કસ્ટોડિયલ ડેથ થયું હોવાની અરજી કરી હતી. આ કેસમાં કોર્ટે સરકારને આડે હાથ લેતા ટકોર કરી હતી કે પોલીસની કસ્ટડીમાંથી ભાગી છૂટેલા આરોપીની વાત કરો છો, પણ જવાબદાર પોલીસ અધિકારીને તમે તાત્કાલિક અસરથી શા માટે સસ્પેન્ડ નથી કર્યા? પોલીસ ફોર્સ શું કરે છે? પોલીસ કસ્ટડીમાંથી ભાગી ગયેલા આરોપીની લાશ મળે તે સ્પષ્ટ કરે છે કે કસ્ટોડિયલ ડેથ છે. તેના શરીર પરથી ઇલેક્ટ્રિક શોકના નિશાન મળ્યાં છે. કાગળ પર આરોપી તમારી કસ્ટડી પર બતાવે છે અને તમે તેને શોધવાને બદલે સીધા બહારથી લાશ મળી હોવાની થિયરી લઈને આવો છો? જે ગામડા કે પછાત વિસ્તારમાંથી આવે છે તેમની સાથે પોલીસ અમાનવીય વર્તન કરે છે. તમે તેને માણસ પણ નથી ગણતા? આ મામલે નેશનલ હ્યુમન રાઇટ કમિશને પણ પોલીસ પાસે જવાબ માગ્યો છે.
    Click here to Read More
    Previous Article
    મંત્રમુગ્ધ કરી દેશે સમ્રાટ સંપ્રતિ મ્યુઝિયમ:કોબાનું મ્યુઝિયમ જોવાનું નહિ, અનુભવવાનું છે, અહીં 800થી 1400 વર્ષ જૂની મૂર્તિઓ છે
    Next Article
    ભાસ્કર ગ્રાઉન્ડ રિપોર્ટ‎:વેરાવળના લોકોએ કહ્યું, પાંચ વર્ષમાં પણ રોડ, રસ્તા, ગટર, રખડતા પશુઓથી મુક્તિ ન મળી !

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment