Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાસ્કર ગ્રાઉન્ડ રિપોર્ટ‎:વેરાવળના લોકોએ કહ્યું, પાંચ વર્ષમાં પણ રોડ, રસ્તા, ગટર, રખડતા પશુઓથી મુક્તિ ન મળી !

    2 days ago

    વેરાવળ પાટણ પાલિકામાં હવે વહીવટદારનું શાસન ચાલી રહ્યું છે. પરંતુ એમની પહેલાના સત્તાધીશોએ લોકોને પ્રાથમિક સુવિધા ન આપી હોવાના આક્ષેપ થઈ રહ્યાં છે. વેરાવળ પાટણ સંયુક્ત નગરપાલિકા જે ભાજપ શાસિત હતી તેની હાલની બોડીનો કાર્યકાળ તાજેતરમાં પૂર્ણ થયો છે ત્યારે ઘણા સારા કામો થયા છે તો ઘણા રોડ, રસ્તા, રખડતા પશુઓ અને સફાઈ જેવા પ્રાથમિક કામો આજદિન સુધી જૈસે થે જેવી પરિસ્થિતિમાં છે. ત્યારે 5 વર્ષનો હાલના નગરસેવકોનો કાર્યકાળ કેવો રહ્યો તે અંગે ભાસ્કરે સ્થાનિક અગ્રણીઓ પાસેથી જાણવાનો પ્રયાસ કર્યો તો તેમાં મિશ્ર પ્રતિસાદ જોવા મળ્યો હતો એટલે કહી શકાય કે કહી ખુશી કહી ગમ જેવો માહોલ ગત ટર્મની બોડીનો રહ્યો હતો. જ્યારે સામાજિક કાર્યકર ડો. હિતેશ જિમુલિયાએ જણાવ્યું હતું કે, વિકાસની જે વાતો આ જે સત્તાધીશો કરી રહ્યા છે તો વિકાસ શહેરનો નહીં માત્ર તેમનો પોતાનો જ થયો હોય તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. જેની પરિસ્થિતિ સાઇકલ ચલાવવાની હતી તેઓ આજે ફોર વ્હીલ સુધી પહોંચી ગયા છે. યોગ્ય દિશામાં કામ કરવું જ જોઈએ નગરસેવકોની જવાબદારી પ્રજાના પ્રશ્નો સાંભળી અને તેને ઉકેલવાની છે અને આ તમામ પ્રક્રિયાની અમલવારીની જવાબદારી અધિકારીની હોય છે. બીજી વાત એ કે જ્યારે તેમને સરકાર ગ્રાન્ટ આપે છે ત્યારે તેને સારી જગ્યાએ ઉપયોગ કરી શકાય તે નગરસેવકોના હાથમાં હોય છે. ઘણી વખત સ્થાનિકો પણ અપેક્ષાઓ રાખે છે પરંતુ પોતાના અધિકારોનો પણ ખ્યાલ હોતો નથી. ફરિયાદ નગરસેવક ન સાંભળે તો ચીફ ઓફિસરને અને બાદ કોને કેટલા દિવસમાં જાણ કરવી તેવો ઘણા લોકોને ખયાલ હોતો નથી. ત્યારે નાગરિક તરીકે પણ જવાબદાર રહેવું જોઈએ અને યોગ્ય દિશામાં કામ થાય તેવા પ્રયત્નો કરવા જોઈએ. > રિતેશ ફોફંડી ( સામાજિક કાર્યકર ) વેરાની વસૂલાત બંધ જ કરવી જોઈએ મારું રહેઠાણ નગરપાલિકાના નાક સમાન વિસ્તાર એટલે કે તેના ગેટ ની સામે અમરદીપ હોસ્પિટલ વાળી ગલીમાં છે. છેલ્લા વીસેક વર્ષથી અમો રજૂઆત કરીએ છીએ કે માત્ર 3 ઇંચ વરસાદ આવી જાય તો ગોઠણસમાં પાણી ભરાઈ જાય છે. પાંચ વર્ષ તો ઠીક છેલ્લા વીસ વર્ષનું શાસન લઈ લ્યો તો પણ સાવ ખાડે ગયેલ સ્થિતિ છે. સત્તાધીશો પણ આ રસ્તે પસાર થતા હોય પરંતુ તેમણે આ બાબતે કોઈ ધ્યાન આપ્યું જ નથી. છેલ્લા વીસ વર્ષનાં જે ટેક્સના પૈસા પાલિકાએ લીધા છે તેને કામ જ ન કરવું હોય તો અમને પૈસા પરત કરે અને વેરા વસૂલવાનું બંધ કરવું જોઈએ. > વિરેન શાહ ( સ્થાનિક ) જોઈએ તેવી સવલત મળી નથી પક્ષની સાથે ક્યાંક ને ક્યાંક વિપક્ષ પણ નિષ્ફળ જોવા મળ્યું છે. શહેરમાં ચોપાટી હોય કે પછી આઇકોનિક રોડ અથવા તો નવનિર્મિત ડો.આંબેડકર ગાર્ડન તમામ બાબતો માં જોઈએ તેવી સુવિધાઓ લોકોને મળી નથી અને તેનો વિપક્ષે મજબૂત વિરોધ પણ કર્યો નથી તેથી ક્યાંક તેમની પણ સાથગઠ હોય તેવું લાગી રહ્યું છે. > દિનેશ આસવાણી ( સામાજિક કાર્યકર ) પ્રાથમિક સુવિધા માટે ગ્રાંટ તો મળે છે પ્રાથમિક સુવિધાઓ અંગે ગ્રાન્ટ આવે છે ત્યારે તે આપણા ટેક્સના પૈસામાંથી જ આવે છે તેથી આપણી પણ ફરજ બને છે કે આપણે જે સુવિધાઓ ન મળે તો સત્તાધીશોને તે અંગે જણાવીએ. અમારા જેવા લોકો રજૂઆતો કરતા હોય છે પરંતુ જાડી ચામડીના હોય તેવી રીતે વર્તન થાય છે. તેથી લોકોએ હવે જાગૃત થવું જોઈએ અને રજૂઆતો કરવી જોઈએ. તેમ છતાં કોઈ કામો પૂર્ણ ન થાય તો વેરા ન ભરવા જોઈએ અને વિરોધ કરવો જોઈએ. લેખિત, મૌખિક અને સોશિયલ મીડિયા મારફતે તમામ રીતે રજૂઆત કરી યોગ્ય સ્થાને પહોંચાડવી જોઈએ બાકી ચૂંટણીઓ આવશે અને પૂર્ણ થશે. આવુ જ ચાલ્યા રાખશે. > અનીશ રાચ્છ ( વેપારી અગ્રણી )
    Click here to Read More
    Previous Article
    હાઈકોર્ટે પોલીસ અધિકારીનો ઉધડો લીધો:શું પછાત વિસ્તારના લોકોને તમે માણસમાં ગણતા નથી?
    Next Article
    Hamza And Major Iqbal's 'Bromance' From Dhurandhar 2 BTS Pics Grabs Attention

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment