Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મંત્રમુગ્ધ કરી દેશે સમ્રાટ સંપ્રતિ મ્યુઝિયમ:કોબાનું મ્યુઝિયમ જોવાનું નહિ, અનુભવવાનું છે, અહીં 800થી 1400 વર્ષ જૂની મૂર્તિઓ છે

    12 hours ago

    શહેરની નજીક કોબા જૈન તીર્થ ખાતે 95 હજાર ચોરસ ફૂટમાં બનેલા ત્રણ માળના સમ્રાટ સંપ્રતિ મ્યુઝિયમનું મંગળવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉદઘાટન કરશે. વર્ષ 2019થી મ્યુઝિયમ બનાવવાનું કામ શરૂ કરાયું હતું. આ મ્યુઝિયમમાં સાત ગેલેરી છે, જેમાં 800થી 1400 વર્ષ જૂની 2 હજારથી વધુ પ્રભુજીની મૂર્તિઓ, દુર્લભ કલાકૃતિઓ, ગ્રંથો છે. દેશભરમાં મહારાજ સાહેબોએ વિહાર કરીને આ મૂર્તિઓ એકત્રિત કરી છે. સંપૂર્ણ મ્યુઝિયમ જોવામાં ચારથી પાંચ કલાકનો સમય લાગશે. (અહેવાલ: વિશાલ પારાશર, સંકેત ઠાકર) ફર્સ્ટ પર્સન આ માત્ર મ્યુઝિયમ નથી, પરંતુ આપણાં જ્ઞાન અને આસ્થાનો જીવંત વારસો છે. 1960માં ગુરુદેવ આચાર્ય પદ્મસાગરસુરી મહારાજ ગામડાંમાં વિહાર કરતા હતા એ સમયે માઇગ્રેશનના કારણે ગામડાં સૂમસામ થઈ રહ્યાં હતાં. હસ્તલિખિત ગ્રંથો, તાડપત્રો, પ્રાચીન જ્ઞાનનો ખજાનો નાશ પામી રહ્યો હતો. કોઈ તેને રદ્દીમાં વેચી રહ્યું હતું તો કોઈ વિદેશ મોકલી રહ્યું હતું. આ દૃશ્યોએ ગુરુદેવને ઝંઝોળી નાખ્યા. તેમણે સંકલ્પ કર્યો કે, આ વારસાને કોઈ પણ રીતે બચાવવો પડશે. ગામે ગામે જઈ લોકોને સમજાવ્યા અને જે પણ પ્રાચીન ગ્રંથો મળ્યા, તેને એકત્ર કરાવવાનું શરૂ કર્યું. આગમ પ્રભાકર પુણ્યવિજયજી સાથે જોડાઈને સંશોધન માટે ગ્રંથો મોકલાવ્યા અને એલડી ઇન્ડોલોજીમાં 7 હજાર શાસ્ત્રો સોંપાયા. આગળ જઈને મહાવીર જૈન આરાધના કેન્દ્રની સ્થાપના થઈ. 65 વર્ષમાં ગુરુદેવે દેશભરમાંથી 3 લાખથી વધુ પાંડુલિપિઓ એકત્ર કરીને પ્રિઝર્વ કરાવી છે. આજે આ વિશ્વનું સૌથી મોટું મેન્યુસ્ક્રિપ્ટ કલેક્શન સેન્ટર બની ગયું છે. માત્ર ગ્રંથો નહીં, 800થી 1400 વર્ષ જૂની મૂર્તિઓ અને કલાવારસો અહીં ભેગો થયો છે. કેટલીક મૂર્તિઓ ખોદકામમાં મળી, તો કેટલીક મંદિરોના ભંડારમાંથી. 1993માં નાનકડા મ્યુઝિયમથી શરૂઆત થઈ, પરંતુ સમય સાથે કલેક્શન એટલું વધ્યું કે આજે કોબામાં 95 હજાર સ્ક્વેર ફૂટમાં ફેલાયેલું ત્રણ માળનું મ્યુઝિયમ ઊભું થયું, જેમાં સાત ગેલેરી છે. મ્યુઝિયમની ખાસિયત એ છે કે અહીં માત્ર જોવાનું નથી, અનુભવવાનું છે. અહીં ઓડિયો-વિઝ્યુઅલ ટેક્નોલોજી, AR-VR અનુભવ, 20 ફૂટનો વીડિયો હોલ, મંત્રોના મધુર સ્વર અને ભક્તિ સંગીત સાથે એક આધ્યાત્મિક વાતાવરણ સર્જાયું છે. જો કોઈ વ્યક્તિ આ મ્યુઝિયમને સાચે સમજવા માગે, તો તેને ઓછામાં ઓછા 4થી 5 કલાકનો સમય આપવો પડે.
    Click here to Read More
    Previous Article
    સિટી એન્કર:ગર્ભવતી પત્નીના આંસુઓએ પતિને બદલી નાખ્યો, અનૈતિક સંબંધ છોડીને માફી માગી, 181ની ટીમે પરિવાર વિખેરાતો બચાવ્યો
    Next Article
    હાઈકોર્ટે પોલીસ અધિકારીનો ઉધડો લીધો:શું પછાત વિસ્તારના લોકોને તમે માણસમાં ગણતા નથી?

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment