Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મેઘાલયનું ‘પીળા સોનું' પોરબંદરવાસીઓને પસંદ આવ્યું:દુનિયામાં માત્ર એક જગ્યાએ થતી સ્વાસ્થ્યવર્ધક ‎લાકા ડોંગ હળદરનું માધવપુરના મેળામાં વેચાણ‎

    10 hours ago

    ભગવાન શ્રીકૃષ્ણ અને માતા રુક્મિણીના પવિત્ર વિવાહ પ્રસંગે યોજાતો માધવપુરનો મેળો માત્ર ધાર્મિક ઉત્સવ નહીં, પરંતુ હવે ‘એક ભારત-શ્રેષ્ઠ ભારત’ના નેમને સાર્થક કરતો રાષ્ટ્રીય ફલક બની ગયો છે. માધવપુરના સમુદ્ર કિનારે ઉત્તર-પૂર્વ ભારતની સંસ્કૃતિ અને કલાનો અનોખો સંગમ રચાયો છે. આ મેળામાં આ વખતે મેઘાલયના જયંતિયા હિલ્સની વિશ્વપ્રસિદ્ધ ‘લાકાડોંગ હળદરે’ લોકોનું સવિશેષ ધ્યાન ખેચ્યું હતું. પૂર્વના પહાડોમાં ઉગતી આ ઔષધીય હળદરની સુગંધ હવે માધવપુર ઘેડના મેળામાં મહેકી છે. માધવપુર ઘેડના મેળામાં આયોજિત હસ્તકલા પ્રદર્શનમાં મેઘાલયથી આવેલા ફાસમે બર્ન જણાવે છે કે, દુનિયામાં માત્ર મેઘાલયના જયંતિયા પહાડી વિસ્તારમાં જ લાકાડોંગ હળદરનું ઉત્પાદન થાય છે. આ હળદર તેના અદભૂત સ્વાસ્થ્યવર્ધક ગુણોને કારણે વિશ્વભરમાં જાણીતી છે. સામાન્ય રીતે બજારમાં મળતી હળદરમાં કર્ક્યુમિન તત્વનું પ્રમાણ માત્ર 2 થી 3 ટકા હોય છે, જ્યારે લાકાડોંગ હળદરમાં આ પ્રમાણ 7 ટકાથી પણ વધુ જોવા મળે છે. આવી વિશેષતાઓના કારણે જી.આઈ. ટેગ પ્રાપ્ત થયો છે.મેળામાં પધારેલા ભાવિકો અને પ્રવાસીઓ આ હળદરના ગુણોથી પ્રભાવિત થઈને ઉત્સાહભેર ખરીદી કરી રહ્યા છે. કેન્સર, ત્વચાના રોગો સામે રક્ષણ પૂરું પાડે છે અને કોલેસ્ટ્રોલ નિયંત્રિત કરવામાં મદદરૂપ‎ લાકાડોંગ હળદર ‘એન્ટી-ઈન્ફ્લેમેટરી’ હોવાથી શરીરમાં સોજા અને દુખાવા દૂર કરે છે. આ ઉપરાંત, તેમાં રહેલા એન્ટી-ઓક્સિડન્ટ ગુણો કેન્સર અને ત્વચાના રોગો સામે રક્ષણ પૂરું પાડે છે તથા કોલેસ્ટ્રોલ નિયંત્રિત કરવામાં પણ અત્યંત મદદરૂપ સાબિત થાય છે. આ પ્રદર્શનમાં હળદરની સાથે સાથે મેઘાલયના વિશિષ્ટ રીમેક ગ્રાસમાંથી બનાવવામાં આવેલી કલાત્મક વસ્તુઓનું પણ નિદર્શન અને વેચાણ કરવામાં આવી રહ્યું છે.
    Click here to Read More
    Previous Article
    ફૂડ વિભાગની તવાઈ:માધવપુર મેળામાં ફૂડ વિભાગે 15 કિલો અખાદ્ય તેલનો નાશ કરી 225 તેલના સેમ્પલની સ્થળ પર તપાસ કરી
    Next Article
    રૂ. 1.10 કરોડના ખર્ચે થશે રતનપર બીચની કાયાપલટ:રૂ. 1.10 કરોડના ખર્ચે ગેઝીબો, લાઇટિંગ અને લેન્ડસ્કેપિંગ સહિતની સુવિધાઓ વિકસાવાશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment