Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રૂ. 1.10 કરોડના ખર્ચે થશે રતનપર બીચની કાયાપલટ:રૂ. 1.10 કરોડના ખર્ચે ગેઝીબો, લાઇટિંગ અને લેન્ડસ્કેપિંગ સહિતની સુવિધાઓ વિકસાવાશે

    8 hours ago

    પોરબંદર શહેરમાં દરિયાકાંઠા વિસ્તારના વિકાસ માટે મહાનગરપાલિકા દ્વારા રતનપર બીચના વિકાસ માટે પ્રથમ તબક્કાનું ટેન્ડર જાહેર કરવામાં આવ્યું છે. આ પ્રોજેક્ટ માટે રૂ.1.10કરોડનો ખર્ચ નિર્ધારિત કરવામાં આવ્યો છે. પોરબંદર મનપા દ્વારા શહેરમાં આધારભૂત સુવિધાઓ અને પ્રવાસન ક્ષેત્રે વિકાસ માટે વિવિધ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવી રહ્યા છે ત્યારે કમિશનર એચ. જે. પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ દરિયાકાંઠા વિસ્તારોના વિકાસ માટે આયોજન કરવામાં આવ્યું છે. નાયબ મ્યુનિસિપલ કમિશનર મનન ચતુર્વેદી અને સીટી એન્જિનિયર જયદીપસિંહ રાણાના જણાવ્યા મુજબ, રતનપર વિસ્તારમાં આવેલ બીચને વિકાસ માટે પ્રથમ તબક્કામાં ટેન્ડર પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. આ પ્રોજેક્ટ હેઠળ આશરે 10 ગેઝીબો, સુવ્યવસ્થિત લાઇટિંગ સિસ્ટમ અને લેન્ડસ્કેપિંગના કામો હાથ ધરવામાં આવશે. ઉપરાંત, બીચ પર મનોરંજન અને રમતગમત માટે બીચ વોલીબોલ જેવી પ્રવૃત્તિઓ માટે પણ વ્યવસ્થા કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે આ સ્થળ “જન્નત બીચ” તરીકે ઓળખાય છે. પ્રોજેક્ટ પૂર્ણ થયા બાદ બીચ પર વિવિધ સુવિધાઓ ઉપલબ્ધ બનશે જેથી આ વિસ્તારનો ઉપયોગ વધવાની સંભાવના સાથે પ્રવાસન ક્ષેત્રે પણ આકર્ષણ જન્માવશે તેવી મનપાએ આશા વ્યક્ત કરી છે.
    Click here to Read More
    Previous Article
    મેઘાલયનું ‘પીળા સોનું' પોરબંદરવાસીઓને પસંદ આવ્યું:દુનિયામાં માત્ર એક જગ્યાએ થતી સ્વાસ્થ્યવર્ધક ‎લાકા ડોંગ હળદરનું માધવપુરના મેળામાં વેચાણ‎
    Next Article
    On the run for 4 years, Army ex-Capt who killed wife traced through LPG refill booking order

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment