Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ફૂડ વિભાગની તવાઈ:માધવપુર મેળામાં ફૂડ વિભાગે 15 કિલો અખાદ્ય તેલનો નાશ કરી 225 તેલના સેમ્પલની સ્થળ પર તપાસ કરી

    11 hours ago

    માધવપુર ખાતે રાષ્ટ્રીય મેળાનો પ્રારંભ થયો છે ત્યારે આ મેળામાં ફૂડ વિભાગની ટીમે 225 જેટલા તેલના સેમ્પલનું સ્થળ પર તપાસ હાથ ધરવામાં આવી હતી જેમાં 15 કિલો અખાદ્ય તેલનો નાશ કરવામાં આવ્યો હતો તેમજ ફૂડ વિભાગની ટીમે સ્થળ પર જ 32 ખાણીપીણીના વેપારીઓને ફૂડ રજિસ્ટ્રેશન કરી આપ્યા હતા. પોરબંદર જિલ્લાના માધવપુર ખાતે 27 થી 30 માર્ચ સુધી ભગવાન શ્રી કૃષ્ણ અને માતા રૂકમણીજીના લગ્ન પ્રસંગે રાષ્ટ્રીય મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આ લોકમેળા રાજ્ય ઉપરાંત અન્ય રાજ્યમાંથી પણ કલાકારો અને ખાણીપીણીના વેપારીઓ પોતાના સ્ટોલ ઉપલબ્ધ કરે છે.ત્યારે પોરબંદરના ખોરાક અને ઔષધ નિયમન તંત્રના ફૂડ વિભાગ દ્વારા લોકમેળા સ્થળ પર જ 225 જેટલા ખાણીપીણી ચીજવસ્તુઓ બનાવતા તેલના સ્થળ પર તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં 15 કિલો અખાદ્ય તેલનો નાશ કરવામાં આવ્યો હતો તો ફૂડ વિભાગની ટીમ દ્વારા સ્થળ પર જ 32 જેટલા ખાણીપીણી વેપારીઓ ફૂડ રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ ઇસ્યુ કરવામાં આવ્યા હતા. મેળા દરમ્યાન 25 અવેરનેસ કેમ્પ યોજયા ફૂડ વિભાગની ટીમ દ્વારા ફૂડ સેંફટી વાહન મારફતે ફુડ સેંફટી અંગેના 25 જેટલા આવેરનેશ કેમ્પ કરવામાં આવ્યા હતા. તેમજ પોરબંદર જિલ્લા માં આવેલ હોટલ રેસ્ટોરન્ટના, મેળાની પૂર્વ કામગીરી ના ભાગ રૂપે, FOSCOS Portal પર ઓનલાઇન ઇન્સ્પેક્શન કરવામાં આવેલ જે અંતર્ગત કુલ 15 રેસ્ટોરન્ટ ની તપાસ કરવામાં આવેલ છે.
    Click here to Read More
    Previous Article
    કૃષ્ણ-રૂક્ષ્મણીના વિવાહમાં જામી ભક્તોની ભીડ:માતાજીનું મામેરૂ કડછ ગામેથી આવ્યું, મહાવદીયા કોળી‎લોકોએ ભાઇ, બ્રાહ્મણોએ માવતર બની કન્યાદાન કર્યું‎
    Next Article
    મેઘાલયનું ‘પીળા સોનું' પોરબંદરવાસીઓને પસંદ આવ્યું:દુનિયામાં માત્ર એક જગ્યાએ થતી સ્વાસ્થ્યવર્ધક ‎લાકા ડોંગ હળદરનું માધવપુરના મેળામાં વેચાણ‎

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment