Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કૃષ્ણ-રૂક્ષ્મણીના વિવાહમાં જામી ભક્તોની ભીડ:માતાજીનું મામેરૂ કડછ ગામેથી આવ્યું, મહાવદીયા કોળી‎લોકોએ ભાઇ, બ્રાહ્મણોએ માવતર બની કન્યાદાન કર્યું‎

    13 hours ago

    આજે ચૈત્ર સુદ 12 ના દિવસે દ્વારકા રાજ્યના ભગવાન શ્રીકૃષ્ણએ 4 ફેરા ફરી વિદર્ભની કુંવરી માતા રૂક્ષ્મણી સાથે વિવાહ સંપન્ન કર્યા ત્યારે ભક્તજનોની ભીડ ઉમટી પડી હતી. શ્રીકૃષ્ણ યુગમાં ભગવાન જયારે વિદર્ભ પ્રદેશમાંથી માતા રૂમણીજીનું હરણ કરી આજના માધવપુર ગામે આવ્યા તે માધવપુર ગામ સહિત સમગ્ર સરઠ પ્રદેશ ત્યારે દ્વારકા રાજયનો જ ભાગ હતો અને તેથી જ ભગવાન માતાજીનું હરણ કરી પોતાના પ્રદેશમાં આવ્યા હતા. તેની યાદમાં ઉજવાતા આ લગ્ન મેળામાં આ વર્ષે માતાજીનું મામેરૂ કડછના કડછાઓએ પુર્યું હતું તેમજ ઘેડના મહાવદીયા કોળી લોકોએ ભાઇ બની જવતલ માવતર બની કન્યાદાન કર્યું અને લોએજના બ્રાહ્મણોએ ફુલગોરે વેદમંત્રો વાંચી ગોત્રોચાર કરી ભગવાન શ્રીકૃષ્ણ અને માતાજીના વિવાહ સંપન્ન કરાવ્યા હતા. ભગવાનના રથને દોડાવવામાં આવ્યો માધવપુરના માધવરાયજીના મંદિરેથી ભગવાનની જાન આજે જયારે માતા રૂક્ષ્મણીજીના મંદિરે પરણવા નીકળી ત્યારે વાજતે ગાજતે માનવમેદનીની વચ્ચે રથ મંથર ગતિએ મેળાના ગ્રાઉન્ડ સુધી પહોંચ્યો હતો અને અહીંથી પરંપરા મુજબ હરણ કરીને આવ્યા તેવી ઝડપથી રથને રૂક્ષ્મણીજીના મંદિરે પહોંચાડવા માટે દોડાવવામાં આવ્યો હતો. આ રથ દોડે તે પહેલા મેળા ગ્રાઉન્ડમાં ઉભરાઈ રહેલું ચિક્કાર માનવ મહેરામણ રીતસરના 2 ભાગમાં વહેંચાઈ ગયું હતું અને રથને ભાગવા માટેનો રસ્તો ખાલી કરી દીધો હતો. ભગવાન પરણવા નિકળ્યા ત્યારે ગાર્ડ ઓફ ઓનર અપાયું માધવપુરમાં યોજાતા લગ્નમેળામાં આઝાદી પહેલા થી જ ભગવાન જ્યારે પરણવા નીકળતા ત્યારે રાજ્યના સૈનિકો તેને સલામી આપતા હતા અને પરંપરાના ભાગ સ્વરૂપે આજે પણ ભગવાન જ્યારે પરણવા નીકળે ત્યારે પોલીસદળ દ્વારા તેમને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવે છે
    Click here to Read More
    Previous Article
    સરકાર દ્વારા કારીગરોને વિનામૂલ્યે પ્લેટફોર્મ અપાયું:ઉત્તરપૂર્વીય કારીગરોની કલા કસબે માધવપુર મેળામાં આકર્ષણ જમાવ્યું
    Next Article
    ફૂડ વિભાગની તવાઈ:માધવપુર મેળામાં ફૂડ વિભાગે 15 કિલો અખાદ્ય તેલનો નાશ કરી 225 તેલના સેમ્પલની સ્થળ પર તપાસ કરી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment