Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સરકાર દ્વારા કારીગરોને વિનામૂલ્યે પ્લેટફોર્મ અપાયું:ઉત્તરપૂર્વીય કારીગરોની કલા કસબે માધવપુર મેળામાં આકર્ષણ જમાવ્યું

    14 hours ago

    માધવપુર મેળાનાં હસ્તકલા હાર્ટમાં ઉત્તર પૂર્વીય રાજ્યોની સમૃદ્ધ સાંસ્કૃતિક પરંપરાઓનું કારીગરોએ પ્રદર્શન કર્યું હતું. સરકાર દ્વારા કારીગરોને વિનામૂલ્યે આ પ્લેટફોર્મ અપાયું હતું. આસામ, મણિપુર, ત્રિપુરા, નાગાલેન્ડ સહિત રાજ્યનાં કારીગરોએ હસ્તકલા હાટમાં હાથ વણાટની વસ્તુઓનાં માધ્યમથી પોતાની સંસ્કૃતિ ઉજાગર કરવાની સાથે આજીવિકા મેળવી હતી.હ ્તકલા હાટમાં “એક ભારત, શ્રેષ્ઠ ભારત"ની ઝલક જોવા મળી હતી. આ હાટમાં આસામ, મણિપુર, મેઘાલય, નાગાલેન્ડ, મિઝોરમ, ત્રિપુરા અને અરુણાચલ પ્રદેશના કુશળ કારીગરો દ્વારા બનાવવામાં આવેલી હેન્ડલૂમ અને હેન્ડીક્રાફ્ટ વસ્તુઓનું પ્રદર્શન અને વેચાણ કરવામાં આવી રહ્યું છે. વાસ અને લાકડાની કળા, પરંપરાગત આભૂષણો, હસ્તનિર્મિત કપડાંને સ્થાનિક કલાને મુલાકાતીઓએ બિરદાવી હતી. ચાર વર્ષથી મધવપુરના મેળામાં હસ્તકલાની વસ્તુ વેચવા આવતા આસામના બિનય ક્રિષ્નાભાઈએ પોતાના પૂર્વજોની આ પરંપરા જાળવી રાખી છે. તેમણે કહ્યું કે, મારા પૂર્વજો વૃક્ષોની છાલ માંથી ચાદર બનાવવાનું કામ કરતા હતા. આ પરંપરાને મેં આગળ ધપાવી તેમાં અપડેટ કર્યું છે. હું વૃક્ષોની છાલ માંથી પર્સ, ડાઇનિંગ ટેબલના સેટ, સોફાના કવર સહિત વસ્તુઓ બનાવી તેનું વેચાણ કરું છું. આ વસ્તુઓના વેચાણ માટે સરકાર દ્વારા બિનયભાઈને પ્લેટફોર્મ પૂરું પાડવામાં આવ્યું છે. ત્રિપુરાના છાલમાંથી જ્વેલરી બોક્સ અને મણિપુરથી કાનના ઝૂમખા લોકોમાં આકર્ષણ ત્રિપુરાના જંગલોનાં સૂકા લાકડા અને છાલમાંથી જ્વેલરી બોક્સ હેન્ડલુમ વાંસની બનાવટ, આસામ, મણિપુર, સહિત વિસ્તારોની સ્થાનિક લોકકલા, લોક સંસ્કૃતિ, લોકગીતોને હાથ કારીગરીમાં વણી શો પીસ બનાવી તેનું વેચાણ કર્યું હતું. મણિપુરથી કાનના ઝૂમખા, જંગલનાં સૂકા ફ્રૂટ, અલગ અલગ ટ્રાઈબ્સને પ્રસ્તુત કરતી વિવિધ મોતીઓની બનાવેલી માળાઓ, મહેમાનોના સ્વાગત માટેનાં ખેસ, કોટી, ટોપી, શાલ વગેરે હાથ બનાવટની વસ્તુઓ સાથે આવેલા કેથીન સોપનબીનની હાથ વણાટની વસ્તુઓએ માધવપુરના મેળામાં આકર્ષણ જમાવ્યું હતું.
    Click here to Read More
    Previous Article
    પ્રામાણિકતાનું ઉત્તમ ઉદાહરણ:રેલ્વેકર્મીએ બિનવારસી બેગમાં રહેલા કપડાંના સ્ટીકરને આધારે મૂળમાલિકને શોધી બેગ પરત કરી
    Next Article
    કૃષ્ણ-રૂક્ષ્મણીના વિવાહમાં જામી ભક્તોની ભીડ:માતાજીનું મામેરૂ કડછ ગામેથી આવ્યું, મહાવદીયા કોળી‎લોકોએ ભાઇ, બ્રાહ્મણોએ માવતર બની કન્યાદાન કર્યું‎

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment