Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પ્રામાણિકતાનું ઉત્તમ ઉદાહરણ:રેલ્વેકર્મીએ બિનવારસી બેગમાં રહેલા કપડાંના સ્ટીકરને આધારે મૂળમાલિકને શોધી બેગ પરત કરી

    6 days ago

    પોરબંદરના રેલ્વે સ્ટેશન પર ફરજ બજાવતા કોમર્શિયલ સુપરવાઈઝરને સ્ટેશનમાં એક લાવારીસ બેગ મળ્યું હતું ત્યારે આ બેગના મૂળ માલિકને શોધી તેમને પરત કરવામાં આવ્યું હતું.આ બેગમાં રૂ.8 હજાર રોકડ,દવા સહિતના કિંમતી સામાન હતો. પોરબંદર રેલવે સ્ટેશન પર ફરજ બજાવતા કોમર્શિયલ સુપરવાઈઝર કૃપિન જે. ધારૈયાએ પોતાની ડ્યુટી દરમિયાન રેલવે પ્રોટેક્શન ફોર્સ દ્વારા એક લાવારિસ બેગ LPOમાં જમા કરાવવામાં આવી હતી.આ બેગમાં કપડા, રૂ 8000 રોકડ, મોબાઈલ ચાર્જર અને જરૂરી દવાઓ હતી, પરંતુ તેમાં મુસાફરની ઓળખ સંબંધિત કોઈ માહિતી ઉપલબ્ધ નહોતી. ત્યારે આ રેલકર્મી દ્વારા બેગમાં રહેલા કપડાંની તપાસ કરી, જેમાં એક શર્ટ પર જેટપુર સિટીના એક દરજીની દુકાનનો સ્ટિકર મળ્યો હતો.બીજા જ દિવસે તેમણે ઇન્ટરનેટ દ્વારા દુકાનનું સરનામું શોધ્યું અને સંપર્ક નંબર ઉપલબ્ધ ન હોવાથી તેમણે પોતાના ઓળખીતાને જેટપુર મોકલી દરજી પાસેથી માહિતી મેળવવાનો પ્રયાસ કર્યો હતો. પ્રારંભમાં દરજીને ગ્રાહક યાદ નહોતો, છતાં તેમણે દરજી પાસેથી કપડાંના સાઇઝના આધારે છેલ્લા એક મહિનાના ગ્રાહકોની યાદી મેળવી અને તમામ સંભવિત ગ્રાહકોનો સંપર્ક કરાવ્યો હતો.રેલકર્મોની આ સતત અને બુદ્ધિપૂર્વકની પહેલના પરિણામે સંબંધિત મુસાફરનો પતો લગાવવામાં સફળતા મળી અને તેમનો સામાન સુરક્ષિત રીતે પરત સોંપવામાં આવ્યો હતો. રેલકર્મી કપડાં સિવેલ દરજીના સ્ટીકર પરથી મૂળ માલિકને શોધ્યો રેલકર્મી દ્વારા બેગમાં તપાસ કરતા કોઈ દસ્તાવેજ મળ્યા ન હતા પરંતુ બેગમાં રહેલ કપડાંમાં દરજી દ્વારા સિવવામાં આવ્યા હોવાથી તેમનું સ્ટીકર હતું જેથી કર્મીએ સબંધીને દરજી પાસે મોકલી અને કપડાંની સાઈઝ આધારે મૂળ માલિકને શોધી કાઢ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    108ની ટીમની સરાહનીય કામગીરી:ખાગેશ્રીની સગર્ભાના ગર્ભમાં ટ્વિન્સ બાળકો હોય 108ની ટીમે એમ્બ્યુલન્સમાં નોર્મલ ડિલિવરી કરાવી
    Next Article
    સરકાર દ્વારા કારીગરોને વિનામૂલ્યે પ્લેટફોર્મ અપાયું:ઉત્તરપૂર્વીય કારીગરોની કલા કસબે માધવપુર મેળામાં આકર્ષણ જમાવ્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment