Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    108ના કર્મીઓ આર્થિક સંકટમાં:સેવા ‘ઈમરજન્સી’માં પણ પગાર ‘વેઈટિંગ’માં, 108ના કર્મીઓ પરેશાન

    4 days ago

    લાખો લોકોનો જીવ બચાવતી અને જીવાદોરી ગણાતી 108 ઈમરજન્સી સેવાના કર્મચારીઓ આજે પોતે જ આર્થિક સંકટમાં મુકાયા છે. દિવસ-રાત જોયા વગર ખડેપગે સેવા આપતા આ કર્મચારીઓને ફેબ્રુઆરી માસનો પગાર અડધો માર્ચ વીત્યો ત્યાં સુધી મળ્યું નથી. કર્મચારીઓએ મેનેજમેન્ટને વિનંતી કરી છે કે તેમનો પગાર દર મહિને નિયત તારીખે કરવામાં આવે, જેથી તેઓ પોતાનું જીવન નિર્વાહ કરી શકે. કર્મચારીઓએ પોતાની વ્યથા ઠાલવતા જણાવ્યું હતું કે, “અમે દર્દીઓને હોસ્પિટલ પહોંચાડવામાં સેકન્ડોનો પણ વિલંબ કરતા નથી, પરંતુ કંપની અમારો પગાર કરવામાં દિવસો લગાડી દે છે.” પગાર મોડો આવવાને કારણે મધ્યમ વર્ગીય કર્મચારીઓને ઘરનું ભાડું ચૂકવવામાં, ઘરનું રાશન લાવવામાં અને રોજિંદી જીવન જરૂરિયાતની વસ્તુઓ ખરીદવામાં મોટી મુશ્કેલી પડી રહી છે. ઘણા કર્મચારીઓએ લોનના હપ્તા અને બાળકોની સ્કૂલ ફી ભરવા માટે ઉછીના પૈસા લેવાની નોબત આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, કચ્છની 1700 આશા વર્કર અને 600 નેશનલ હેલ્થ મિશનના કર્મીઓને પણ 2 મહિનાથી પગાર મળ્યો નથી.
    Click here to Read More
    Previous Article
    નગરપાલિકાની મહેકમ શાખા ફરી ચર્ચામાં:મહેકમ શાખામાં સ્ટાફ વ્યવસ્થા અને વહીવટી પ્રક્રિયા ધીમી
    Next Article
    પાલિકાએ સુખાકારીના કામોની યાદી જાહેર કરી:પાલિકાએ અઢી વર્ષમાં વિકાસ કામોની વણઝાર કરી હોવાનો દાવો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment