Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાલિકાએ સુખાકારીના કામોની યાદી જાહેર કરી:પાલિકાએ અઢી વર્ષમાં વિકાસ કામોની વણઝાર કરી હોવાનો દાવો

    4 days ago

    આજે 16 માર્ચથી ભુજ નગરપાલિકાના વર્તમાન પદાધિકારીઓની મુદ્દત પૂર્ણ થઇ છે ત્યારે છેલ્લા અઢી વર્ષના સમયગાળામાં ભુજ નગરપાલિકાની ટીમે શહેરના સર્વાંગી વિકાસ અને નાગરિકોની સુખાકારી માટે વિવિધ ક્ષેત્રોમાં નોંધપાત્ર કામગીરી કરી તેની યાદી બનાવવામાં આવી છે તે મુજબ ગ્રાન્ટનો કુનેહપૂર્વક ઉપયોગ કરીને વિકાસકામોના કીર્તિમાન સ્થાપિત કર્યા છે. નગરપાલિકા પ્રમુખ રશ્મિબેન સોલંકી, ઉપપ્રમુખ ઘનશ્યામ સી. ઠક્કર, કારોબારી ચેરમેન મહિદીપસિંહ જાડેજા, શાસકપક્ષ નેતા કમલભાઈ ગઢવી તથા દંડક રાજેશભાઈ ગોરના નેતૃત્વ હેઠળ વિવિધ શાખાઓના ચેરમેનો અને નગરસેવકોના સંકલનથી શહેરમાં વિકાસકામોના કામો હાથ ધરવામાં આવ્યા હતા. તેમાં પાણી પુરવઠા વિભાગ હેઠળ શહેરમાં દસ નવા બોર જીવંત કરવાની યોજના હાથ ધરવામાં આવી છે તેમજ પાણી વિતરણ સુવિધા મજબૂત બનાવવા માટે જેસીબી, ટ્રેક્ટર, છકડા અને અન્ય મશીનરી ખરીદવામાં આવી છે. નર્મદા સિવાય પણ લેર ડેમથી ભુજ સુધી પાણી લાવવા માટે રાજ્ય સરકાર સમક્ષ દરખાસ્ત કરવામાં આવી છે. અમૃત 2.0 યોજના હેઠળ પાંચ નવા સંપ બનાવવાની કામગીરી પણ ચાલુ છે. તો ડ્રેનેજ વિભાગ દ્વારા શહેરની ગટર સમસ્યાના કાયમી ઉકેલ માટે અંદાજે 70 કિમી લાંબી નવી ડ્રેનેજ લાઇન પાથરવાનું કામ હાથ ધરાયું છે. આ ઉપરાંત પાંચ નવા પમ્પિંગ સ્ટેશન બનાવવાની યોજના છે. ડોલર હોટેલથી ખાવડા ચોકડી અને કોમર્સ કોલેજથી ત્રિમૂર્તિ મંદિર સુધી નવી ડ્રેનેજ લાઇન નાખવામાં આવી છે. ગટર લાઇનની સફાઈ માટે રોબોટિક ડિસિલ્ટ મશીન અને જેટિંગ મશીન પણ ફાળવવામાં આવ્યા છે. સેનીટેશન વિભાગ દ્વારા સ્વચ્છતા માટે વિવિધ સાધનો ખરીદવામાં આવ્યા છે. ગાયત્રી મંદિર રોડને ‘આઈકોનિક રોડ’ તરીકે વિકસાવવાનું કામ ચાલી રહ્યું છે. શહેરમાંથી 40 હજાર મેટ્રિક ટનથી વધુ કચરાનો નિકાલ કરવામાં આવ્યો છે અને લેગસી વેસ્ટ એવા 1,11,622 મેટ્રિક ટન કચરાના નિકાલ કરવાની કામગીરી ચાલુ છે. રોડ લાઈટ વિભાગ દ્વારા શહેરમાં અંદાજે 1900 નવી સ્ટ્રીટ લાઈટો ખરીદવામાં આવી છે તેમજ કલેકટર કચેરીથી માંડવી ઓક્ટ્રોય સુધી હેરિટેજ લાઈટો લગાવી માર્ગનું સુશોભન કરવામાં આવ્યું છે. હમીરસર તળાવ પાસે ‘થીમ રોડ’ બનાવવાની કામગીરી પણ હાથ ધરાઈ છે. બાંધકામ શાખા દ્વારા અંદાજે 35 કરોડ રૂપિયાના વિકાસકામો હાથ ધરાયા છે જેમાં સીસી રોડ, ઇન્ટરલોક, બોક્સ કલ્વર્ટ અને રોડ રિસરફેસિંગનો સમાવેશ થાય છે. નગરપાલિકાની નવી ઓફિસ ‘અટલ ભવન’નું નિર્માણ પણ પૂર્ણ કરવામાં આવ્યું છે. આ કામો મહત્વપૂર્ણ હમીરસર તળાવ પાસે આરોગ્ય પથ, સ્મશાનગૃહ વિકાસ અને વિવિધ વિસ્તારોમાં સ્ટ્રોમ વોટર ડ્રેનેજના કામો પણ પૂર્ણ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત આરટીઓ સર્કલનું નવીનીકરણ કરી ભુજના સ્થાપક રા’બાવા ખેંગારજી પ્રથમની પ્રતિમા સ્થાપિત કરવામાં આવી છે. છેલ્લા અઢી વર્ષમાં શહેરમાંથી 1500 જેટલા રખડતા ઢોરોને પકડી પાંજરાપોળમાં મોકલવામાં આવ્યા છે. નગરપાલિકા પ્રમુખ રશ્મિબેન સોલંકીએ જણાવ્યું હતું કે ભુજના નાગરિકોએ મૂકેલા વિશ્વાસને સાચવવા માટે ટીમે સંપૂર્ણ નિષ્ઠાથી વિકાસકાર્યો કર્યા છે અને ભુજને વધુ સુંદર અને સુવિધાસભર બનાવવા માટે સતત પ્રયાસો ચાલુ રહેશે.
    Click here to Read More
    Previous Article
    108ના કર્મીઓ આર્થિક સંકટમાં:સેવા ‘ઈમરજન્સી’માં પણ પગાર ‘વેઈટિંગ’માં, 108ના કર્મીઓ પરેશાન
    Next Article
    Beautiful Morning at Dal Lake Srinagar | પ્રવાસીઓએ માણ્યું કાશ્મીરનું કુદરતી સૌંદર્ય |Gujarati News

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment