Search

    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નગરપાલિકાની મહેકમ શાખા ફરી ચર્ચામાં:મહેકમ શાખામાં સ્ટાફ વ્યવસ્થા અને વહીવટી પ્રક્રિયા ધીમી

    1 week ago

    નગરપાલિકામાં મહેકમ શાખા ફરી ચર્ચામાં આવી છે. વર્ષોથી આ શાખામાં જરૂરિયાત મુજબ કર્મચારીઓની સંખ્યા ગોઠવવા અને યોગ્ય વહીવટ અંગે પ્રશ્નો ઉઠ્યા છે. ગત 28 ફેબ્રુઆરીએ હેડ ક્લાર્કની નિવૃત્તિ બાદ આરોગ્ય શાખામાં ફરજ બજાવતા એક મહિલા કર્મચારીને મહેકમ શાખાની જવાબદારી સોંપાઇ છે. જોકે સૂત્રોના મતે આ પ્રકારની સંવેદનશીલ અને મહત્વપૂર્ણ શાખા અનુભવી કર્મચારીના હાથમાં હોય તો અનેક કામગીરી વધુ સુવ્યવસ્થિત રીતે પાર પડી શકે તેમ જાણકારો કહી રહ્યા છે. પાલિકામાં કેટલાક કર્મચારીઓ નિવૃત્તિ બાદ પણ પગાર લેતા હોવાની ચર્ચા છે, જ્યારે માત્ર રજીસ્ટરમાં નોંધાયેલા પરંતુ કામ પર હાજર ન રહેતા કર્મચારીઓ હોવાની ફરિયાદ પણ છે. સેનીટેશન શાખામાં પાણી, ગટર અને સફાઈ જેવી જરૂરી કામગીરી કરતા કર્મચારીઓ ઓછા અને સુપરવાઈઝરનું પ્રમાણ વધુ હોવાનું કહેવાય છે. પાલિકાના મકાનો ખાલી કરાવવાની પ્રક્રિયા પણ ધીમી છે. ભાડું પણ નિયમિત વસૂલાતું નથી. કોન્ટ્રાક્ટ પૂર્ણ થયા બાદ હંગામી કર્મચારીઓને છૂટા કરવાની જગ્યાએ તેમને ચાલુ રાખવાની બાબતે પણ પ્રશ્નો ઉઠ્યા છે. નિયમ મુજબ કોઈપણ કર્મચારી નિવૃત્ત થાય તે પહેલાં ત્રણ મહિના અગાઉ તેની તમામ વહીવટી પ્રક્રિયા પૂર્ણ થવી જોઈએ, પરંતુ તેમાં વિલંબ થાય છે. સૂત્રોના જણાવ્યા મુજબ 1961થી 1975 વચ્ચે જન્મેલા કેટલાક કર્મચારીઓ હજુ પણ ફરજ બજાવે છે, જ્યારે તેઓ નિવૃત્તિની ઉંમર પાર કરી ચૂક્યા હોવા જોઈએ. આ બાબતે યોગ્ય કરવામાં આવે તે જરૂરી છે. ટપાલ સંચાલન બાબતે ચીફ ઓફિસર ખફા પાલિકામાં સરકારી ટપાલોના સંચાલનને લઈને ગડબડ સામે આવતા ચર્ચા ઊભી થઈ છે. અનેક સરકારી પત્રો ડાયરી ક્લાર્ક પાસે જમા થયા હતા અને સંબંધિત વિભાગો કે મુખ્ય અધિકારી સુધી સમયસર પહોંચ્યા નહોતા. આ બાબત ધ્યાનમાં આવતા મુખ્ય અધિકારીએ અઠવાડિયાની શરૂઆતમાં જ ડાયરી ટેબલ સંભાળતા કર્મચારીઓ પાસે મૌખિક ખુલાસો માંગ્યો હોવાનું જાણવા મળે છે. મુખ્ય અધિકારીએ દરરોજની ટપાલ એ જ દિવસે સંબંધિત વિભાગ સુધી પહોંચાડવાની કડક સૂચના આપી હોવાનું જાણવા મળે છે.
    Click here to Read More
    Previous Article
    કરુણાંતિકા સર્જાઈ:કેરામાં છકડાએ એકટીવાને ટક્કર મારતા 14 વર્ષિય કિશોરનું કરૂણ મોત નીપજ્યું
    Next Article
    108ના કર્મીઓ આર્થિક સંકટમાં:સેવા ‘ઈમરજન્સી’માં પણ પગાર ‘વેઈટિંગ’માં, 108ના કર્મીઓ પરેશાન

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment