Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અનોખી પહેલ:પ્લાસ્ટિક પ્રદૂષણ રોકવા માટે વાજપેઇ શોપીંગ સેન્ટરમાં સૌપ્રથમ રિસાયકલિંગ મશીન મુકાયું

    2 days ago

    નવસારી શહેરને સ્વચ્છ, સુંદર અને સંપૂર્ણપણે પ્રદૂષણમુક્ત બનાવવા માટે નવસારી મહાનગરપાલિકા દ્વારા સતત સક્રિય અને પ્રશંસનીય પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. રાષ્ટ્રીય સ્તરના સ્વચ્છ સર્વેક્ષણ અભિયાન અંતર્ગત, પાલિકાએ શહેરમાં વધતા જતા પ્લાસ્ટિક પ્રદૂષણને નાથવા અને પર્યાવરણના જતન માટે એક અનોખી અને અત્યંત આવકારદાયક પહેલ હાથ ધરવામાં આવી છે. શહેરમાં પ્લાસ્ટિકના કચરાનું યોગ્ય વ્યવસ્થાપન થાય તે હેતુથી મહાનગરપાલિકા દ્વારા વિવિધ વિસ્તારોમાં પ્લાસ્ટિક બોટલ રિસાયકલિંગ મશીન મૂકવાની કામગીરીનો શુભારંભ કરવામાં આવ્યો છે. આધુનિક ટેકનોલોજીથી સજ્જ આ મશીનોની મદદથી હવે નાગરિકો વપરાયેલી પ્લાસ્ટિકની ખાલી બોટલોનો અત્યંત સરળતાથી અને યોગ્ય રીતે નિકાલ કરી શકશે. આ વ્યવસ્થાના કારણે રસ્તાઓ પર રઝળતા પ્લાસ્ટિકના કચરામાં નોંધપાત્ર ઘટાડો થશે અને રિસાયકલિંગ પ્રક્રિયાને પણ મોટો વેગ મળશે. સ્વચ્છ નવસારીના નિર્માણમાં સહભાગી થવા મનપા તંત્ર દ્વારા તમામ જાગૃત નાગરિકોને ખાસ અપીલ કરવામાં આવી છે. તંત્રએ અનુરોધ કર્યો છે કે, વપરાયેલી પ્લાસ્ટિકની બોટલો રસ્તા પર કે કચરાપેટીની બહાર ગમે ત્યાં ફેંકવાને બદલે આ ખાસ બોટલ રિસાયકલિંગ મશીનનો જ ઉપયોગ કરવામાં આવે. નવસારી મહાપાલિકાની આ દૂરંદેશીભરી અને પર્યાવરણલક્ષી કામગીરી ખરેખર અન્ય શહેરો માટે પણ એક ઉત્તમ ઉદાહરણ સમાન છે. આ પહેલને લોકોએ મહત્તમ ઉપયોગ કરીને પાલીકાના આયોજનને સાર્થક બનાવવાી પડશે તો જ મોટી સફળતા મળે તેમ છે. તે માટે મનપા તંત્રે પણ તેનો પ્રચાર કરવો પડશે. પહેલના આ રહ્યા મુખ્ય ફાયદાઓ પ્રદૂષણમાં ઘટાડો: સિંગલ યુઝ પ્લાસ્ટિક અને બોટલોના કચરામાંથી મુક્તિ મળશે. રિસાયકલિંગને પ્રોત્સાહન: કચરાનો વૈજ્ઞાનિક ઢબે નિકાલ અને પુનઃઉપયોગ. શહેરની સુંદરતામાં વધારો: રસ્તાઓ અને જાહેર સ્થળો સ્વચ્છ રહેશે.
    Click here to Read More
    Previous Article
    ઉ.ગુ. યુનિવર્સિટીની વાર્ષિક પરીક્ષાનો પ્રારંભ:પરીક્ષામાં મહેસાણામાં સૌથી વધુ 35 છાત્રો, બનાસકાંઠામાં એક વિદ્યાર્થી સામે કોપી કેસ
    Next Article
    ખાતમુહૂર્ત:સ્વામી વિવેકાનંદ નેત્ર સંકુલથી વાઘેચને જોડતો નવો માર્ગ રૂપિયા 1.80 કરોડના ખર્ચે તૈયાર થશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment