Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ડાંગમાં કાર રેલિંગ તોડી અંદાજે 35 ફૂટ ઊંડી નદીમાં ખાબકી:નાયબ મામલતદાર સહિત બેના મોત, એકનો બચાવ, આહવા–વઘઈ રોડ પર અકસ્માત

    7 hours ago

    ડાંગ જિલ્લામાં આહવા–વઘઈ રોડ પર ઢાઢરા ભાવડી ગામ નજીક એક અકસ્માત થયો છે. અહીં એક કાર રસ્તાની રેલિંગ તોડીને અંદાજે 35 ફૂટ ઊંડી ખાપરી નદીમાં ખાબકી હતી. આ દુર્ઘટનામાં કારમાં સવાર ત્રણમાંથી નાયબ મામલતદાર સહિત બે વ્યક્તિના મોત થયા છે, જ્યારે એકનો બચાવ થયો છે. મૃતકોમાં સુબીર ખાતે ફરજ બજાવતા નાયબ મામલતદાર સંદીપ એન. ડામોર અને ડોન સબ સેન્ટરમાં મલ્ટી પર્પઝ હેલ્થ વર્ક શૈલેષ ડી. ગરાસીયાનો સમાવેશ થાય છે. અકસ્માતમાં બચી ગયેલા સોનુ બી. બારિયાને ઈજાઓ થતાં 108 એમ્બ્યુલન્સ દ્વારા હોસ્પિટલ ખસેડાયા હતા. ઘટનાની જાણ થતાં જ પોલીસ ટીમ તરત ઘટનાસ્થળે પહોંચી હતી અને ક્રેનની મદદથી કારને બહાર કાઢવામાં આવી હતી. પોલીસે અકસ્માતની તપાસ શરૂ કરી છે. કાર કયા કારણોસર નદીમાં ખાબકી તે અંગેની ચોક્કસ વિગતો હજી સામે આવી નથી.
    Click here to Read More
    Previous Article
    કદવાલ પોલીસ સ્ટેશનમાં નવરાત્રી માટે શાંતિ સમિતિની બેઠક:પીઆઈ જાડેજા અને પીએસઆઈ માલીવાડે ટ્રાફિક વ્યવસ્થા જાળવવા સૂચના આપી
    Next Article
    पब्लिक का नहीं, पुलिस का बन गया प्रदर्शन, किस को लेंगे हिरासत में? This is his Delhi come

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment